આ વાસ્તુ દોષ લગ્ન જીવનમાં ઉતપન્ન કરે છે કંકાસ, આ ઉપાય કરી લો નહીંતર આવશે પસ્તાવાનો વારો

લગ્નજીવનમાં કંકાસ ઉત્પન્ન કરતાં વાસ્તુ દોષને જાણીલો – અને ઉપાય કરીલો નહીંતર આવશે પછતાવાનો વારો

માત્ર લગ્નના બંધનમાં બંધાવવું જ પુરતું નથી હોતું. પણ જીવન આખું તેને નીભાવવું પણ તેટલું જ જરૂરી છે. આ દરમિયાન એક પ્રશ્ન એ ઉભો થાય છે કે કોઈ પણને સમજ્યા વગર કોઈને જાણ્યા વગર લોકો એરેન્જ મેરેજના બંધનમાં બંધાઈ જાય છે, આગળ જતા તેમના જીવનમાં ઘણી બધી સમસ્યાઓ ઉભી થાય છે, તો વળી લવ મેરેજમાં પણ બધા જ કપલ ખુશ હોય તેવું પણ નથી. અવારનવાર તેમના જીવનમાં પણ વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેતી હોય ચે જેના કારણે તેમનું લગ્નજીવન સુખત નથી રહેતું.

image source

પણ શાસ્ત્રોનું માનવામાં આવે તો ઘણીવાર નહીં ઇચ્છવા છતાં પણ કેટલાક કારણોસર પતિ અને પત્ની વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી જાય છે અને ઘરમાં કંકાસની નોબત આવી જાય છે. ઘણીવાર તેના કારણે વાસ્તુ દોષ પણ હોઈ શકે છે જે વિષે આજે અમે તમને વિસ્તૃત રીતે સમજાવવા જઈ રહ્યા છીએ.

વાસ્તુનું ચોક્કસ રાખો ધ્યાન

image source

સૌથી પહેલાં તો તમને એ જણાવી દઈએ કે ઘરનું બ્રહ્મસ્થાન ખુલ્લુ ન હોય અને ઉંચાઈ પણ ઓછી હોય તો તેવામાં આ સ્થાન પર કોઈ ભારે ભરખમ વસ્તુનું નિર્માણ કરવામાં આવ્યું હોય તો પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં હંમેશા કડવાશ આવી જાય છે, બીજી બાજુ જો જગ્યા સ્વચ્છ ન હોય તો પણ ક્લેશ થવાની શક્યતાઓ વધી જાય છે.

image source

જો ઘરમાં નેઋત્ય કોણ નીચો હોય અથવા કોઈ રીતે કપાયેલો હોય તો સમજી જવું કે તમારા લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવવા લાગશે. આ ઉપરાંત જો ઇશાન કોણ પણ કપાયેલો હોય અથવા તો વધેલો હયો તો આર્થિક સ્થિતિ પર તેની અસર થશે અને તેના કારણે તમારું દાંપત્ય જીવન પણ સમસ્યાથી ભરેલું રહેશે. આ સ્થાનને એકરૂપ અને સમતલ બનાવવું જરૂરી છે. માટે ખાસરીતે આ જગ્યાની સાફ-સફાઈ પણ રાખવી પડશે.

image source

જો ગર્ભવતિ મહિલાની વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ-પૂર્વ દિશા તેમના માટે સારી નથી માનવામા આવતી, કહેવાય છે કે આ દિશામાં સુવાથી ગર્ભવતિ મહીલાઓને સારી ઉંઘ નથી આવતી અને ગર્ભપાત થવાની પણ શક્યતા રહે છે. એવું થવાથી દાંપત્ય જીવનમાં તાણ ઉત્પન્ન થઈ શકે છે.

image source

જો તમારા લગ્ન નવા નવા જ થયા હોય તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓરડામાં અરિસો ન હોવો જોઈએ, કારણ કે કહેવામાં આવ્યું છે કે ઓરડામા અરિસો હોવો તે તેમના સંબંધ માટે સારું નથી. જો ડ્રેસિંગ ટેબલ તરીકે તમારા ઓરડામાં જો અરિસાની જરૂર હોય તો પણ તમારે તેને ઉત્તર અથવા પૂર્વની દિવાલ પર એવી રીતે લગાવવું કે સુતી વખતે તમારું પ્રતિબિંબ તેમાં ન પડે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવા પરણેલા દંપતીના શરીરનો જે પણ ભાગ અરિસામાં દેખાય છે ત્યાં પીડા થઈ શકે છે.

image source

પ્રયાસ કરો કે તમારા ઘરની બહારથી આવનારી કોઈ પણ વ્યક્તિની નજર સીધી જ તમારી પથારી પર ન પડવી જોઈએ, માનવામા આવે છે કે એવું કરવાથી દાંપત્ય જવનમાં કંકાસ વધે છે. તેની સાથે સાથે તમારા બેડરૂમમાં એકથી વધારે દરવાજા પણ ન હોવા જોઈએ. તેની નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં પણ કડવાશ ઉમેરી શકે છે. પલંગ નીચે ભંગારનો સામાન ક્યારેય ન મુકવો જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "આ વાસ્તુ દોષ લગ્ન જીવનમાં ઉતપન્ન કરે છે કંકાસ, આ ઉપાય કરી લો નહીંતર આવશે પસ્તાવાનો વારો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel