લગ્નની નવી રીત, ઘરે બેસીને જોઈ શકશો બધી જ વિધી, જમવાનું પણ ઘરે પહોંચી જશે, જાણો નવા રીત- રિવાજો
કોરોના આવ્યો ત્યારથી જ લોકોના દરેક પ્રસંગો ઉજવવાની રીત ભાત એક અલગ જ લેવલ પર આવી ગઈ છે. દરેકના નિયમો અને રિવાજો પણ બદલવા પડી રહ્યા છે. ત્યારે લગ્નોનો ટ્રેન્ડ પણ બદલાઈ ગયો છે. મહેમાનોની મર્યાદિત સંખ્યાની સરકારી ગાઈડના કારણે નવા નવા આઈડિયા પણ અમલમાં મુકાઈ રહ્યા છે. આ દરમિયાન સૌથી નવા આઈડિયા વિશે જો વાત કરવામાં આવે તો લગ્નોનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાનો છે.
વિગતે વાત કરીએ તો લાઈવ સ્ટ્રીમિંગ કરવાના કારણે જે સગા વ્હાલા લગ્નમાં હાજર ના રહી શકે તેઓ લગ્નવિધિ જોઈ શકે અને ઘરે બેસીને લગ્નનો આનંદ માણી શકે. આ માટે કંકોત્રીમાં લાઈવ સ્ટ્રીમિંગની લિન્ક અને પાસવર્ડ પણ અપાઈ રહ્યા છે. આ વિશે વાત કરતાં વેડિંગ પ્લાનર કહે છે કે કોરોનાના કારણે લગ્નોમાં ભલે મહેમાનોની સંખ્યા સીમિત કરી દેવાઈ હોય, પરંતુ તેને કેવી રીતે વધુ ને વધુ આનંદિત બનાવી શકાય તે માટે નવા નવા આઈડિયા કરાઈ રહ્યા છે. લગ્નોની સિઝનમાં 50થી 60% લોકો આ પ્રકારની માંગ કરી રહ્યા છે.
આ સિવાય બીજી પણ એક વાત પ્રકાશમાં આવી છે કે જે લોકો સ્થાનિક સ્તરે લગ્નો કરી રહ્યાં છે, તેઓ પોતાનાં સગાંસંબંધીને ભોજનના પેકેટ પણ ઘરે પહોંચાડવાની માંગ કરી રહ્યા છે. ઘરે ભોજન પહોંચાડવાની આ વધારાની જવાબદારી પણ કેટરર્સને જ અપાઈ રહી છે. જે પણ લોકો લગ્નોમાં સામેલ ના થઈ શકે અથવા જેમનું આરોગ્ય સારું નથી, તેમના માટે ઘરે જ ભોજનની હોમ ડિલિવરી કરાઈ રહી છે. આ સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે ‘લગ્નથી જરૂરી તમારું આરોગ્ય, તમારા ઘરે જ આવશે થાળી.’
કમલેશ સોનગરા કે જે એક સિનેમેટોગ્રાફર છે તેમનું આ વિશે કહેવું છે કે લાઈવ સ્ટ્રીમિંગ ડિવાઈસ સાથે કેમેરા જોડીને જીવંત પ્રસારણ કરાય છે. લિન્ક અને પાસવર્ડ પણ અપાય છે. 60% લગ્નોમાં આવા ઓર્ડર અપાઈ રહ્યા છે. આ પરિવર્તન પહેલીવાર આવ્યું છે. તો વળી ગ્રાફિક્સ ડિઝાઈનર રાકેશ પુરીનું કહેવું છે કે, આ વખતે એક જ લગ્નમાં બે-ત્રણ પ્રકારના કાર્ડ છપાવાઈ રહ્યાં છે. તેમાં આયોજન પણ જુદાં જુદાં લખાઈ રહ્યાં છે. ટેગ અલગથી બનાવાઈ રહ્યા છે, જેમાં પ્રીતિભોજનની થાળીનો ઉલ્લેખ છે. અને કેટરર્સનું કામ સંભાળતા સોહન સિંહનું કહેવું છે કે ઘર સુધી ભોજન પહોંચાડવાની પરંપરા કોરોનાકાળમાં જ શરૂ થઈ છે. કેટરિંગના પેકેજમાં ઘરે ભોજન પહોંચાડવાની જવાબદારી પણ સોંપાઈ રહી છે.
હલાની પરિસ્થિતિની વાત કરીએ તો, લગ્નોમાં ફક્ત 50, 100 કે 200 મહેમાનને આમંત્રિત કરવાના વિવિધ શહેરોના નિયમોના કારણે યજમાનો નવેસરથી યોજના બનાવી રહ્યા છે. એટલે બધા મહેમાનોને એકસાથે નહીં બોલાવીને જુદા જુદા દિવસે પણ આમંત્રિત કરાઈ રહ્યા છે. આ માટે કંકોત્રીઓ પણ જુદી જુદી છપાવાઈ રહી છે. તેમાં વરઘોડો, જાન અને ભોજનમાં આવવા માટે પણ જુદાં જુદાં આમંત્રણ અપાય છે, જેથી તમામની હાજરી ભલે જુદા જુદા કાર્યક્રમોમાં રહે, પરંતુ બધાં લગ્ન સમારંભમાં હાજર રહી જાય. આવી રીતે લોકો અલગ અલગ આઈડિયા અપનાવીને લગ્ન પ્રસંગ પાર પાડી રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "લગ્નની નવી રીત, ઘરે બેસીને જોઈ શકશો બધી જ વિધી, જમવાનું પણ ઘરે પહોંચી જશે, જાણો નવા રીત- રિવાજો"
ટિપ્પણી પોસ્ટ કરો