કોંગ્રેસ નેતા અહેમદ પટેલના દીકરા અને દીકરી કરે છે આ કામ, પરિવારને હંમેશા પોલિટિક્સથી રાખ્યો દૂર
કોંગ્રેસ પાર્ટી અને 10 જનપથના ચાણક્ય મનાતા સીનિયર નેતા અહેમદ પટેલનું બુધવારે સવારે કોરોનાને કારણે નિધન થયું છે. અહેમદ પટેલની પત્નીનું નામ મેમૂના અહમદ છે, તેઓએ 1976માં તેમની સાથે લગ્ન કર્યા. તેમના પરિવારમાં દીકરો ફૈઝલ પટેલ અને દીકરી મુમતાઝ પટેલ પણ છે. પટેલનો પરિવાર રાજનીતિથી હાલ દૂર છે. તેમની દીકરી અને દીકોર પોતાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવી રહ્યા છે.
39 વર્ષનો દીકરો ફૈઝલ એન્ત્રપ્રિન્યોર છે
અહેમદ પટેલનો દીકરા ફૈઝલ 39 વર્ષનો છે. મૂળ રુપે તે હેલ્થકેર, એજ્યુકેશન અને ટેક્નોલોજિકલ સેક્ટરમાં પરિવર્તન લાવવા માટે કામ કરવા માંગે છે. દહેરાદૂનના દૂન પબ્લિક સ્કૂલની હાઈસ્કૂલમાંથી અભ્યાસ કર્યા બાદ તેઓ અમેરિકામાં હવાઈ પેસિફિક યુનિવર્સીટીમાં તેમણે બીબીએની ડિગ્રી લીધી છે. તેઓએ જિઓન ડિસ્ટ્રિબ્યૂશનના નામથી પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યો છે.
દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસમેન સાથે થયા છે
અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલના લગ્ન બિઝનેસ મેન ઈરફાન સિદ્દિકી સાથે થયા છે. થોડા સમય પહેલાં જ ઈડીએ અહેમદ પટેલના જમાઈ એટલે કે ઈરફાન સિદ્ધિકીના ઘર અને ઓફિસમાં રેડ પાડી હતી. ગુજરાતના ફાર્માસ્યૂટિકલ ફર્મ અને સ્ટર્લિંગ બાયોટેકના એક ફ્રોડ કેસમાં ઈડીએ ઈરફાનની વિરુદ્ધ પગલા ભર્યા હતા.
આવી રહી અહેમદ પટેલની રાજકીય સફર
અહેમદ પટેલ ગાંધી પરિવારના સૌથી નજીક અને ગાંધીઓ બાદ બીજા નંબર પર ગણાતા હતા. અહેમદ પટેલ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા.. સાઈલેન્ટ અને દરેક માટે સિક્રેટિવ હતા. તેઓ સાદગીથી તેમનું જીવન વીતાવતા હતા. તેઓ મીડિયાથી સતત દૂર રહીને અનેક મોટા નિર્ણય લેતા.
3 વખત લોકસભા સાંસદ અને 5 વખત રાજ્યસભાના સાંસદ રહ્યાં
ગુજરાત ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત (1977, 1980, 1984) લોકસભા સાંસદ અને પાંચ વખત (1993, 1999, 2005, 2011, 2017 વર્તમાન સુધી) રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા.
અહેમદ પટેલે પહેલી વખત 1977માં ભરુચથી ચૂંટણી લડ્યા હતા.
આ સિવાય 1977થી 1982 સુધીમાં અહેમદ પટેલ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યાં.
સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર 1984 સુધી તેઓ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં.
1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તેઓ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં.
સપ્ટેમ્બર 1985થી જાન્યુઆરી 1986 સુધી અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના જનરલ સેક્રેટરી રહ્યા.
તાલુકા પંચાયત અધ્યક્ષથી જાન્યુઆરી 1986માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં. આ પદે તેઓ ઓક્ટોબર 1988 સુધી રહ્યાં.
1991માં જ્યારે નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા, ત્યારે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બની ગયા, જે અત્યાર સુધી રહ્યાં હતા.
1996માં અહેમદ પટેલ ઓલ ઇંડિયા કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષ બનાવામાં આવ્યાં હતા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ
2000માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી જ્યોર્જ સાથે અણબનાવ થયા બાદ તે પદ છોડી દીધુ હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીના સલાહકાર બની ગયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોંગ્રેસ નેતા અહેમદ પટેલના દીકરા અને દીકરી કરે છે આ કામ, પરિવારને હંમેશા પોલિટિક્સથી રાખ્યો દૂર"
ટિપ્પણી પોસ્ટ કરો