ઓપ્પો સહિત આ કંપનીઓના સ્માર્ટફોન્સ તમને મળી શકે છે સસ્તી કિંમતમાં, જાણો ફીચર્સ અને કિંમત પણ
ઓપ્પો કંપનીએ હાલમાં જ બેજેટ ફોન ઓપ્પો A15ને ભારતમાં લૉન્ચ કર્યો છે, હવે કંપનીએ ફોનની કિંમતમામં ઘટાડો કર્યો છે. આ સાથે તમે આ ફોન ખરીદવાનું વિચારો છો તો તમે તેને 10000 રૂપિયાની અંદર ખરીદી શકો છો. ઓપ્પો A15 ફોન અમેઝોન પર ઓછી કિંમતમાં અવેલેબલ છે.
કિંમત અને ઓફર્સ
આ ફોન ભારતમાં 10,900 રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો, હવે ઇ-કોમર્સ વેબસાઇટ અમેઝોન પર આ ફોન 1000 રૂપિયા ઓછામાં મળી રહ્યો છે. આ ઉપરાંત જો તમે ઓપ્પોનો આ ફોન પેમેન્ટ ફેડરલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના કાર્ડથી ખરીદો છો, તો તમને 1000 રૂપિયા સુધીની છૂટ મળશે.
સ્પેશિફિકેશન્સ
Oppo A15 સ્માર્ટફોન 2GB રેમ + 32GB સ્ટૉરેજ વેરિએન્ટની સાથે અવેલેબલ છે, આમાં 6.52 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે છે. આમાં ઓક્ટા કૉર મીડિયાટેક હીલિયો P35 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
કેમેરો
ફોટોગ્રાફી માટે ઓપ્પો A15માં ત્રિપલ રિયેર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેમાં 13MPનું પ્રાઇમરી સેન્સર, 2MPનો મેક્રો લેન્સ અને 2MPનું ડેપ્થ સેન્સર છે, આ ઉપરાંત આના ફ્રન્ટમાં 5MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,230mAhની બેટરી આપવામાં આવી છે, જે 10W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ સિવાય અન્ય ઓપ્શન્સમાં ટેક્નો સ્પાર્ક પાવર 2 છે
ટેક્નોના આ ફોનને ભારતમાં ફક્ત એક જ વેરિએંટ 4 જીબી અને 64 જીબી સાથે લોન્ચ કરાયો છે. સ્માર્ટફોનમાં 7 ઈંચનો મોટું ડિસ્પ્લે અપાયું છે. આ ફોન મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસરથી લેસ છે. પાવર માટે ફોનમાં મોટી અને દમદાર બેટરી 60000 એમએએચની બેટરી છે. ફોટોગ્રાફી માટે તેમાં 16 મેગા પિક્સલનો કેમેરો છે. આ સિવાય એક ફ્રંટ કેમેરા છે. ફોનની કિંમત 9999 રૂપિયા છે.
Infinix Smart 4 Plus
આ લિસ્ટમાં ઈનફિનિક્સનો આ ફોન સારો વિકલ્પ છે. આ ફોનમાં 6.82 ઈંચનું એચડી ડિસ્પ્લે છે. ફોન મીડિયાટેક હીલીયો પ્રોસેસર એ25 પ્રોસેસરથી લેસ છે. ફોટોગ્રાફી મામટે તેમામં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો છે. 3 જીબી રેમ અ્ને 32 જીબી વેરિએંટની કિંમત 7999 રૂપિયા છે.
રેડમી 9
આ ફોનમાં 6.53 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન છે. જે વોટરડ્રોપ નોચની સાથે આવે છે. ફોનમાં 4 જીબી રેમ છે. અને સાથે 5000એમએએચની બેટરી છે. બોક્સમાં 10 વોલ્ટનું ચાર્જર પણમ છે. ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ પર એમઆઈયૂઆઈ 12 પર કામ કરે છે. ફોનની કિંમત 8999 રૂપિયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઓપ્પો સહિત આ કંપનીઓના સ્માર્ટફોન્સ તમને મળી શકે છે સસ્તી કિંમતમાં, જાણો ફીચર્સ અને કિંમત પણ"
ટિપ્પણી પોસ્ટ કરો