આદુમાં માત્ર આ ત્રણ વસ્તુઓ ભેળવીને તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા કરો, જાણો ઉપયોગ કરવાની રીત
વધતી ઉંમર સાથે વાળ સફેદ થવું સામાન્ય વાત છે, પરંતુ અત્યારના સમયમાં ઉમર કરતા પેહલા જ લોકોના વાળ સફેદ થવા લાગે છે. સ્ત્રી હોય કે પુરુષ માત્ર 25 વર્ષની ઉંમરે વાળ સફેદ થવા એ ચિંતાજનક બને છે. ઘણા લોકોને માનસિક તાણ, ખરાબ ખોરાક અથવા દવાઓને લીધે નાની ઉંમરે જ વાળ સફેદ થાય છે.
આવી સ્થિતિમાંલોકો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે વાળની સંભાળના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે જે વાળને વધુ નુકસાન પહોંચાડે છે. તેથી ઘરેલું ઉપાય સફેદ વાળ માટે સારા છે. તમે આદુનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. બધાને ખબર જ હશે કે આદુ ઔષધીય ગુણોનો ખજાનો છે, આદુમાં એવા ઘણા તત્વો જોવા મળે છે જે આપણા શરીરમાંથી ઘણી બીમારીઓ દૂર કરે છે, પરંતુ આ સાંભળીને તમને થોડું અલગ લાગશે કે આદુ તમારા વાળને કાળા કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો ચાલો જાણીએ આદુનો ઉપયોગ કેવી રીતે કરવો.
આદુ અને મધ:
આ માટે સૌથી પેહલા 1 આદુ લો અને તેની પેસ્ટ બનાવો, ત્યારબાદ તેમાં 1 ચમચી મધ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. મિક્સ કર્યા પછી આ પેસ્ટને વાળ અને માથાની ચામડી પર લગાવો. આ પછી તેને ઓછામાં ઓછા 2 કલાક માટે વાળ પર રહેવા દો. 2 કલાક પછી તમારા વાળને સારી રીતે ધોઈ લો અને પછી નાળિયેર તેલથી વાળની માલિશ કરો. સારા પરિણામ માટે તમારે આ હેર માસ્ક અઠવાડિયામાં બે વાર લગાવવા જોઈએ.
આદુ અને લીંબુનો રસ:
સફેદ વાળ કાળા કરવા માટે આદુનો રસ 2 થી 3 ચમચી લો અને તેમાં સમાન પ્રમાણમાં લીંબુનો રસ મિક્સ કરો. આ પછી આ પેસ્ટને વાળ અને માથાની ચામડી પર સારી રીતે લગાવો અને 1 કલાક માટે રહેવા દો. 1 કલાક પછી વાળને સારી રીતે ધોઈ લો. એક વાતની કાળજી રાખો કે વાળમાં શેમ્પુ ન કરવું. શેમ્પૂ લગાડવાથી સફેદ વાળ પર આ પેસ્ટની અસર નહીં થાય. આ પેસ્ટને અઠવાડિયામાં એક વાર વાળ પર લગાવો. તમે ટૂંક સમયમાં જ અસર જોશો.
આદુ અને ટમેટાનો રસ
આદુના રસમાં ટમેટાંનો રસ મિક્સ કરી તેની પેસ્ટ બનાવો, ત્યારબાદ આ પેસ્ટથી વાળ પર સારી રીતે મસાજ કરો. માલિશ કર્યા પછી આ પેસ્ટ વાળ પર અડધી કલાક માટે રહેવા દો. આ પછી વાળને સારી રીતે ધોઈ લો, ત્યારબાદ વાળમાં નાળિયેર અથવા સરસવનું તેલ લગાવો. આ કરવાથી સફેદ વાળની સમસ્યા તો દૂર થશે જ અને સાથે વાળનો વિકાસ પણ સારો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આદુમાં માત્ર આ ત્રણ વસ્તુઓ ભેળવીને તમારા સફેદ વાળ કુદરતી રીતે કાળા કરો, જાણો ઉપયોગ કરવાની રીત"
ટિપ્પણી પોસ્ટ કરો