સોનુ સૂદે ફરી લોકોના જીતી લીધા દિલ, આ ગામની દીકરીઓને કરી એવી મદદ કે….

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ આ દિવસોમાં ભારે ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જરૂરિયાતમંદોને મદદ કરવાની સાથે અભિનેતા ચાહકોના પ્રશ્નોના જવાબો પણ આપે છે. સોનુ સૂદે એક ગામની તમામ યુવતીઓને સાયકલ આપવાની પણ જાહેરાત કરી છે.

સાયકલ પહોંચી રહી છે, બસ ચા તૈયાર રાખજો

સંતોષ ચૌનમ નામના એક ટ્વીટર યુઝરે લખ્યું છે કે, “ગામમાં 35 છોકરીઓ છે જેમને અભ્યાસ કરવા માટે જંગલમાંથી 8 થી 15 કિ.મી.ની ચાલીને મુસાફરી કરવી પડે છે. માત્ર થોડીક છોકરીઓ પાસે જ સાયકલ જ છે. આ એક નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. ડરના કારણે તેમનો પરિવાર તેમને આગળ ભણવા નહીં દે. જો તમે આ બધી છોકરીઓને સાયકલ અપાવી શકશો તો તેમનું ભવિષ્ય સુધરશે. આ ટ્વિટ પર પ્રતિક્રિયા આપતાં સોનુ સૂદે લખ્યું, ગામની દરેક છોકરી પાસે સાયકલ હશે અને દરેક છોકરી ભણશે. પરિવારને કહો .. સાયકલ પહોંચી રહી છે, બસ ચા તૈયાર રાખજો.

સાહેબ, માલદિવ જવું છે

તાજેતરમાં જ સોનુ સૂદ પાસે એક વ્યક્તિએ એક વિચિત્ર માંગ કરી હતી, જેના જવાબમાં સોનુ સૂદે પણ એક રસિક જવાબ આપ્યો છે. સોનુ સૂદનું આ ટ્વીટ હવે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ખરેખર, સોનુ સૂદને ટેગ કરતી વખતે આ વ્યક્તિએ માંગ કરી છે કે તે તેને માલદીવ પહોંચાડી દે. સોનુ સૂદે વ્યક્તિની આ માંગનો જવાબ આપવામાં મોડું કર્યું નહીં. સોનુ સૂદને ટેગ કરતા, યુઝર્સે લખ્યું, “સાહેબ, માલદિવ જવું છે. અભિનેતાએ સામે જવાબ આપ્યો, “શું તમે સાયકલ પર જશો કે ભાઈ રિક્ષા પર. સોનુ સૂદે આ રીતે તે વ્યક્તિની બોલતી બંધ કરી દીધી. અમને તમને જણાવી દઈએ કે તાજેતરમાં એક વ્યક્તિએ અભિનેતાને છોકરીની મદદ કરવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ સોનુ સૂદે તેની મદદની ખાતરી આપી હતી.

બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો સોનૂ?

image soucre

મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો છે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો અને તેની આ સ્ટ્રગલ કેવી હતી?

ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો

image source

સોનુ સૂદનો જન્મ 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોગા પંજાબમાં થયો હતો અને તે એક બિઝનેસ પરિવારમાંથી આવતો હતો. જો કે તેની માતા પ્રોફેસર હતી અને તે ઈચ્છતી હતી કે સોનુ એન્જિનિયર બને. સોનીએ તેમની આ ઈચ્છા પૂરી પણ કરી અને આ માટે તે નાગપુરના યશવંતરાવ ચૌહાણ અભિયાંત્રિકી મહાવિદ્યાલયથી ઈલેસ્ટ્રોનિક એન્જિનિયરની ડિગ્રી લઈને બહાર નીકળ્યો. પરંતુ આ દરમિયાન તેને મોડલિંગનો ચસ્કો લાગ્યો અને તે માતા પાસે એક વર્ષનો સમય માગીને મોડલિંગ અને ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો.

પહેલી ફિલ્મ 1999માં આવી હતી

image soucre

હિન્દુ, તેલુગુ, કન્નડ, અને તામિલ ફિલ્મોની સાથે સાથે સોનુ સૂદે અનેક નામચીન કંપનીઓની એડમાં પણ કામ કર્યુ છે. તેણે પોતાની પહેલી ફિલ્મ 1999માં તામિલ ફિલ્મ કાલજઘરમાં પાદરીની ભૂમિકા કરી હતી. ત્યારબાદ તમિલ ફિલ્મ મજનૂ (2001)થી તેની સાઉથમાં ઓળખ બની ગઈ. આ બાજુ સોનુએ હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયની શરૂઆત શહીદ એ આઝમ ભગતસિંહના રોલથી કરી. ત્યારબાદ તેણે મણિરત્મની યુવા (2004) અને આશિક બનાયા આપને (2005) કરી. ત્યારબાદ સોનુએ અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ મોટાભાગની ફિલ્મોમાં તેને વિલનની ભૂમિકા જ મળી.

છેદી સિંહની ભૂમિકા માટે સોનુ સૂદને બે એવોર્ડ મળ્યાં

image source

સલમાન ખાનની દબંગમાં વિલન છેદી સિંહની ભૂમિકા માટે સોનુ સૂદને બે એવોર્ડ મળ્યાં. પહેલો અપ્સા એવોર્ડ અને બીજો આઈઆઈએફએ નો બેસ્ટ વિલનનો એવોર્ડ.

ટોપ 100 હેન્ડસમ મેનની લિસ્ટમાં પણ સામેલ

એક ઈન્ડિયન વેબસાઈટ દ્વારા કરાયેલા ટોપ ઈન્ડિયન હેન્ડસમ મેનમાં સોનુ સૂદ પણ સામેલ છે. આ સાઈટના જણાવ્યાં મુજબ સોનુ સૂદનો 47મો ક્રમ છે. અત્રે જણાવવાનું કે સાઉથની પહેલી ફિલ્મ પણ તેને પોતાના બોડી ટોન અને હેન્ડસમ લૂકના કારણે મળી હતી.

તેનું સિલેક્શન તેના બોડીને જોઈને જ થઈ ગયું

image source

સોનુ જ્યારે મુંબઈ ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે આવ્યો હતો તો એક ફ્લેટમાં 5-6 લોકો સાથે રહેતો હતો. કામની શોધ ચાલુ હતી. પરંતુ દરેક જગ્યાએથી રિજેક્શન મળતુ હતું. પરિવાર પાસે પૈસા માંગવા તેને ગમતું ન હતું. આથી તે જ્યાં સુધી પહેલો બ્રેક ન મળ્યો ત્યાં સુધી ખુબ જ તંગ જીવન જીવતો રહ્યો હતો. સોનુને જ્યારે પણ ખબર પડતી કે એક્ટર્સની જરૂર છે તો તે પોતાનો પોર્ટફોલિયો તરત મોકલી દેતો હતો. એકવાર સોનુ સૂદે એવી જગ્યાએ પોતાનો પોર્ટફોલિયો મોકલ્યો કે જ્યાં હીરોઈનની જરૂર હતી. મોકલ્યા બાદ ખબર પડી કે તેણે આ શું કરી નાખ્યું. પરંતુ તેનુ નસીબ રંગ લાવ્યું અને સોનુને એક દિવસ ત્યાંથી ફોન આવ્યો કે તે શું સાઉથ ઈન્ડિયન ફિલ્મમાં કામ કરવા ઈચ્છે છે. જો હા તો ઓડિશન માટે આવી જાય. ઓડિશન માટે સોનુ પહોંચ્યો અને તેને શર્ટ ઉતારવાનું જણાવ્યું તો આ સાંભળીને તે શોક થઈ ગયો. પરંતુ શર્ટ ઉતારી અને તેનું સિલેક્શન તેના બોડીને જોઈને જ થઈ ગયું.

0 Response to "સોનુ સૂદે ફરી લોકોના જીતી લીધા દિલ, આ ગામની દીકરીઓને કરી એવી મદદ કે…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel