ગુજરાત સરકાર દિવાળી પછીનું બીજું શૈક્ષણિક સત્ર રાખવા માંગે છે આટલું બધું લાંબુ, વિદ્યાર્થીઓ ખાસ જાણી લો

જ્યારથી રાજ્યમાં કોરોના આવ્યો ત્યારથી જ શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓ ઘરે છે. ત્યારબાદ સરકારે ઓનલાઈન શિક્ષણથી ગાડી આગળ ધપાવી છે અને હાલમાં તો દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ મોજમાં છે. પરંતુ આ મોજ બગડી જાય એવા એક સમાચાર સામે આવી રહ્યા છે.

image source

કારણ કે દિવાળી પછીનું શૈક્ષણિક સત્ર કેવું હશે એ વિશે એક ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે જે તમારી મોજ બગાડી શકે છે. તો આવો વિગતવાર જાણીએ કે વિદ્યાર્થી અને વાલીઓ માટે શું સમચાર છે. આ વખતેનો માહોલ એવો છે કે, પહેલી વાર આ વખતે કોરોનામા વિદ્યાર્થીઓ વગર સ્કૂલો ચાલી અને ઓનલાઇન શિક્ષણ આપવામા આવ્યુ હતું.

image source

પરિસ્થિતિ એવી ઉભી થઈ હતી કે, સ્કૂલોમા વર્ગખંડો અને શાળાના મેદાનો વિધ્યાર્થીઓ વિના સૂમસામ અને ખાલીખમ અને ભેકાર ભાસતા હતા. જો કે આ વર્ષે ગુજરાતના સ્કુલોમા બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવામા આવ્યુ છે. આ વખતે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે. આમ કરવા પાછળનુ મુખ્ય કારણ એ જણાવાયુ છે કે, સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર 150-155 દિવસથી વધુ લાંબુ હશે, જેથી આગળના સત્રમા જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય.

image source

એવી ધારણાઓ છે કે, ગુજરાત સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ. 9-12 ના વિદ્યાર્થીઓને બોલાવવામા આવી શકે છે. સામાન્ય રીતે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામા લેવાય છે. તે આવતા વર્ષે મે મહિનામા યોજાય તેવી શક્યતા છે. તેમ સુત્રોને કહેવુ છે. અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી ,તે જૂન 2021માં લેવાઇ શકે છે એક એવી પણ અટકળ લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે.

image source

બીજી એક મોટી વાત એ છે કે 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું છે કે, પહેલીવાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. આ સુચવે છે કે દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે.

image source

પહેલુ સત્ર જૂન મહિનામા શરુ થાય છે. અને 105 દિવસનુ હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલા શરુ થાય છે. અને દેવદિવાળીની આસપાસ પુરુ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે દિવાળી વેકેશનની જે તારીખો જાહેર કરી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે. કે તેમણે બીજુ સત્ર 40 દિવસ જેટલુ લાંબુ રાખવાની યોજના બનાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "ગુજરાત સરકાર દિવાળી પછીનું બીજું શૈક્ષણિક સત્ર રાખવા માંગે છે આટલું બધું લાંબુ, વિદ્યાર્થીઓ ખાસ જાણી લો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel