શું તમે પણ બેકલેસ બ્લાઉઝ પહેરવાના શોખીન છો? તો જાણો કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન

આજકાલનું યૂથ ફેશન તરફ આગળ વધી રહ્યું છે. લગ્ન હોય કે પાર્ટી કે પછી કોઈ ખાસ ફંકશન મહિલાઓ બેકલેસ બ્લાઉઝ પહેરવું પસંદ કરે છે અને તેથી બ્લાઉઝમાં મહિલાઓ ખૂબ સુંદર પણ નજર આવે છે.

image source

જો તમે બેકલેસ બ્લાઉઝ તેમજ ડ્રેસ પહેરવાના શોખીન છો તો તમારે અનેક બાબતોનુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આમ, જો તમે બેકલેસ પહેરતી વખતે પીઠ પર પ્રોપર ધ્યાન નથી આપતા તો દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે. આ માટે જરૂરી છે કે, બેકલેસ પહેરતા પહેલા પીઠને ચમકાવવી. તો જાણી લો તમે પણ કેવી રીતે ચમકાવશો તમારી પીઠને.

આ વાતોનું રાખોનો ધ્યાન

image source

– જો પીઠ સુંદર હોય તો તમારી સુંદરતા પણ ઝલકશે અને તમારું લુક પણ બધાથી જુદો જોવાશે. તેથી પીઠ પણ સુંદર હોવી જોઈએ.

– અઠવાડિયામાં ત્રણ દિવસ પીઠનું સ્ક્રબિંગ જરૂર કરો. સ્ક્રબ કરવાથી ત્વચાના રોમ છિદ્ર ખુલી જાય છે અને ગંદગી સાફ થઈ જાય છે. પીઠ માટે જેટલું સ્ક્રબિંગ જરૂરી છે તેટલું જ મોશ્ચરાઈઝિંગ પણ જરૂરી છે. તેનાથી ત્વચામા ભેજ બની રહે છે.

– જો પીઠ પર ડાઘ હોય તો તમે તેના માટે મુલ્તાની માટી પ્રયોગ કરો. દરરોજ સ્નાન કરતી વખતે બેકબ્રશ ની મદદથી પીઠ ઘસીને સાફ કરો. પીઠ ઉપર ખીલ ફોડલી વગેરે ન થાય એ માટે મેડીકેટેડ સાબુ ઉપયોગ કરો.

image source

-બેકલેસ પહેરતા પહેલા પીઠ પર થતા ખીલને દૂર કરવા પર પણ ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. જો ખીલ અને ડાઘ ઓછા ન થતા હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી. ડર્મેટોલોજિસ્ટ તમને ડાઘાઓથી છુટકારો મેળવવા માટે સાચી સલાહ આપશે અને જો જરૂર હશે તો દવા પણ સજેસ્ટ કરશે. આવા ડાઘ એક રાતમાં જતા નથી એટલે ડાઘ જાય નહીં ત્યાં સુધી એની ટ્રીટમેન્ટ લેવાનું ચાલુ રાખો. જો ડાઘ વધારે હોય તો બેકલેસ પહેરવાનુ ટાળો કારણકે તે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગે છે.

image source

-પીઠની બીજી સમસ્યા એટલે ડ્રાય સ્કિન. જોકે સૂકી ત્વચાનો પ્રોબ્લેમ ડાઘ અને ખીલ કરતાં જલદી ગાયબ થાય છે, પણ એ માટે પીઠની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે. ચહેરાની જેમ પીઠ પર પણ રોજ મોઇસ્ચુરાઇઝર લગાવો તેમજ ભરપૂર પાણી પીઓ, કારણ કે ડ્રાય સ્કિનની તકલીફ શરીરમાં પાણીની કમીને લીધે પણ થાય છે. સ્નાન કરતાં પહેલાં પીઠ પર બેબી ઓઇલથી મસાજ કરો અને ત્યારબાદ સ્નાન કરો. એ પછી પીઠ પર સારું બોડી લોશન લગાવો. જે દિવસે બેકલેસ ડ્રેસ પહેરવાનો હોય એ દિવસે પીઠ પર સ્ક્રબિંગ કરો, જેથી ડ્રાય અને ડેડ સ્કિન (મૃત ત્વચા) દૂર થાય અને પીઠ સુંવાળી તેમજ ચમકદાર દેખાય.

image source

-બેકલેસ કમખો કે ચોળી પહેરો ત્યારે અંદર બ્રા પહેરીને બ્લાઉઝનો શો ખરાબ કરવા કરતાં બ્લાઉઝને જ પેડેડ બનાવડાવો, જેથી એ બ્રા પર્હેયાની ગરજ સારે. પેડેડ બ્લાઉઝ લુક પણ સારો આપે છે.

0 Response to "શું તમે પણ બેકલેસ બ્લાઉઝ પહેરવાના શોખીન છો? તો જાણો કઇ-કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel