દિવાળીએ માલામાલ થવું છે તો કરી લો 10 ખાસ ઉપાય, નહીં પડે રૂપિયાની તંગી
જો તમે હંમેશા ધનસંબંધિત તકલીફથી પરેશાન રહો છો તો તમારા માટે અમે એક સરળ ઉપાય લાવ્યા છીએ. જો તમે દિવાળીના દિવસે આ એક ઉપાય કરી લો છો તો તમારી નાણાંકીય તકલીફો ફટાફટ દૂર થશે અને સાથે તમે માલામાલ થશો. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન રહેશે. તો જાણો તમારે શું કરવાનું રહેશે.

1. જો ઘરની બરકત અટકી ગઈ છે તો તમે સફેદ આંકડાની જડને ગણેશજીની પાસે રાખો. જ્યારે તમે તેની પૂજા કરી લો ત્યારે તેને તિજોરીમામં રાખી લો. ધન સબંધી સમસ્યાઓ ઝડપથી દૂર થશે.

2. બાળકોને નજર દોષથી બચાવવા માટે ગણેશજીની પાસે સફેદ આંકડાની જડ રાખો, હવે ઓમ ગં ગણપતયૈ નમઃ મંત્રના જાપથી જડને અભિમંત્રિત કરો. તેને તાવીજમાં રાખીને લીલા રંગની દોરીમાં બાંધીને પહેરો. તેને ગળામાં પહેરવાથી નજર લાગતી નથી.

3. બાળક વારેઘડી બીમાર રહે તો બુધવારે આંકડાની જડને બાળકના માથા પર સાક વાર ફેરવીને નદીમાં પ્રવાહિત કરો. તેનાથી બાળક જલ્દી સારું થશે.

4. જો તમે કોઈને આકર્ષિત કરવા ઈચ્છો છો તો ગુરુ પુષ્ય નક્ષત્ર કે રવિ પુષ્ય નક્ષત્રમાં સવારે આંકડાની જડને સાફ કરો અને તેને પાણી સાથે પીસી લો. આ પેસ્ટને રૂની સાથે મિક્સ કરીને દીવેટ બનાવો. તેનો દીવો કરીને કાજલ બનાવો. આ કાજલને ગણેશજીના મૂળ મંત્ર સાથે જાપ કરીને આંખો પર લગાવો. તેનાથી તમારું આકર્ષણ વધશે.
5. જો તમારી પાસે રૂપિયા ટકતા નથી તો તમે તેનાથી બચવા ઘરના મુખ્ય દરવાજે આંકડાની જડને કાળા કપડામાં બાંધીને ટીંગાવી દો, તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે.

6. જો કોઈ ભૂત પ્રેત કે બાધા છે તો સફેદ આંકડાની જડ બાંધો. તેને બાંધકા પહેલાં તેને બજરંગબલિના ચરણમાં રાખો અને તેને સિદ્ધ મંત્રથી અભિમંત્રિત કરો. પછી તેને પહેરો. કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે.
7. ખરાબ નજરના કારણે બાળકની તબિયત સતત ખરાબ રહે છે તો રવિ પુષ્ય નક્ષત્ર કે ગુરુ પુષ્ય નક્ષત્રમાં સફેદ આંકના 11 ફૂલોની માળા બનાવીને બાળકને પહેરાવી દો.
8. જ્યોતિષ અનુસાર આંકડાની જડને નજર દૂર કરવા માટે કારગર ગણાય છે.

9. સફેદ આંકડાનો ઉપાય સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. જે લોકોને શારિરીક કમજોરી હોય તેઓએ આંકડાની જડનો રસ પીવો. તે લાભદાયી રહેશે.
10. જેમને કાનમાં સતત દુઃખાવો રહે તેઓએ આંકડાની જડનો રસ કાઢીને કાનમાં નાંખવો. તેનાથી દર્દથી છૂટકારો મળશે. આ સાથે તેનો લેપ પણ કાન પાસે રાખવાથી રાહત મળે છે.
0 Response to "દિવાળીએ માલામાલ થવું છે તો કરી લો 10 ખાસ ઉપાય, નહીં પડે રૂપિયાની તંગી"
ટિપ્પણી પોસ્ટ કરો