શું હોય છે ટીઆરપી, ટીવી ચેનલને નંબર વન બનાવવામાં શુ હોય છે એની ભૂમિકા, જાણી લો આજે તમે પણ

શુ હોય છે ટીવી ચેનલની ટીઆરપી?

ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ એટલે કે ટીઆરપી એક એવું ઉપકરણ છે જેના દ્વારા એ જાણવામાં આવે છે કે કયો પ્રોગ્રામ કે કઈ ટીવી ચેનલ સૌથી વધુ જોવામાં આવે છે. સાથે સાથે એની મદદથી કોઈપણ પ્રોગ્રામ કે ચેનલની પોપ્યુલરિટીને સમજવામાં મદદ મળે છે, એટલે કે લોકો કઈ ચેનલ કે પ્રોગ્રામને કેટલી વાર અને કેટલા સમય સુધી જોઈ રહ્યા છે. પ્રોગ્રામની ટીઆરપી સૌથી વધુ હોવાનો અર્થ એ થાય છે કે સૌથી વધુ દર્શક એ પ્રોગ્રામ જોઈ રહ્યા છે.

image source

ટીઆરપીનો ડેટા વિજ્ઞાપનદાતાઓ માટે ખૂબ જ ઉપયોગી હોય છે કારણ કે વિજ્ઞાપનદાતાઓ એ જ પ્રોગ્રામને જાહેરાત આપવા માટે પસંદ કરે છે જેની ટીઆરપી વધુ હોય છે. તમને જણાવી દઈએ કે ટીઆરપીને માપવા માટે અમુક જગ્યાએ પીપલ મીટર લગાવવા આવે છે. તમે એને એવી રીતે સમજી શકો છો કે અમુક હજાર દર્શકોનો ન્યાય અને નમૂના રૂપે સર્વે કરવામાં આવે છે અને આ જ દર્શકોના આધારે બધા જ દર્શકોને માની લેવામાં આવે છે જે ટીવી જોઈ રહ્યા હોય છે. આ પીપલ મીટર વિશિષ્ટ આવૃત્તિ દ્વારા જાણકારી મેળવે છે કે કયો પ્રોગ્રામ કે ચેનલ કેટલી વાર જોવામાં આવી રહ્યો છે.
કેવી રીતે નક્કી કરવામાં આવે છે ટીઆરપી?

image source

આ મીટર દ્વારા ટીવીની એક એક મિનિટની જાણકારીને ભારતીય ટેલિવિઝન દર્શકોનું માપન (INTAM) સુધી પહોંચાડવામાં આવે છે. એ ટીમ પીપલ મીટર દ્વારા મળેલી જાણકારીના વિશ્લેષણ કર્યા પછી નક્કી કરે છે કે કઈ ચેનલ કે પ્રોગ્રામની ટીઆરપી કેટલી છે. આની ગણના કરવા માટે એક દર્શક દ્વારા નિયમિત રૂપે જોવામાં આવતા પ્રોગ્રામ અને સમયનો સતત રેકોર્ડ કરવામાં આવે છે અને પછી એ ડેટાને 30 સાથે ગુણીને પ્રોગ્રામનો એવરેજ રેકોર્ડ કાઢવામાં આવે છે. આ પીપલ મીટર કોઈપણ ચેનલ અને એના પ્રોગ્રામ વિશેની બધી જ જાણકારી કાઢી લે છે.

ટીઆરપીનો શુ હોય છે પ્રભાવ?

image source

ટીઆરપી વધારે કે ઓછી હોવાનો સીધો પ્રભાવ ટીવી ચેનલની ઇન્કમ પર પડે છે, જેમાં એ પ્રોગ્રામ આવી રહ્યો હોય છે. જેટલી પણ ટીવી ચેનલ છે જેમ કે સોની, સ્ટાર પ્લસ, ઝી વગેરે બધી ચેનલો જાહેરાત દ્વારા પૈસા કમાય છે. જો કોઈ પ્રોગ્રામ કે ચેનલની ટીઆરપી ઓછી છે તો એનો અર્થ કે લોકો એને ઓછું જોવે છે. એનો ચોખ્ખો અર્થ છે કે એ પ્રોગ્રામમાં જાહેરાતના વધુ પૈસા નહિ મળે કે પછી ખૂબ જ ઓછા જાહેરાતકર્તા મળશે. પણ જો કોઈ ચેનલ કે પ્રોગ્રામની ટીઆરપી વધુ હશે તો એને વધુ જાહેરાત મળશે અને જાહેરાતકર્તાઓ દ્વારા પૈસા પણ મળશે.

image source

એનાથી ખ્યાલ આવી ગયો કે ટીઆરપી ફક્ત ચેનલ જ નહીં પણ કોઈ એક પ્રોગ્રામ પર પણ નિર્ભર કરે છે. જેમ કે જો કોઈ રાઇઝિંગ સ્ટાર પ્રોગ્રામની ટીઆરપી બીજા કોઈ પ્રોગ્રામ કરતા વધુ હોય તો જાહેરાતકર્તા પોતાની જાહેરાત એ પ્રોગ્રામમાં જોવા માંગશે અને વધુ પૈસા આપશે.

શુ હોય છે ટીઆરપી રેટિંગ?

image source

ટીઆરપી રેટિંગ એ રેટિંગ છે જેના આધારે એક ટીવી ચેનલની ટીઆરપી ગણવામાં આવે છે. કોઈપણ ચેનલ કે પ્રોગ્રામની ટીઆરપી એના પર બતાવવામાં આવતા પ્રોગ્રામ પર નિર્ભર કરે છે. એનાથી એ વાતનો ખ્યાલ આવે છે કે જ્યારે કોઈ ફિલ્મ સ્ટાર પોતાની ફિલ્મના પ્રમોશન માટે કોઈ પ્રોગ્રામમાં આવે છે તો એના કારણે એ પ્રોગ્રામની ટીઆરપી વધી જાય છે કારણ કે લોકો એ સ્ટારને જોવાનું વધુ પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "શું હોય છે ટીઆરપી, ટીવી ચેનલને નંબર વન બનાવવામાં શુ હોય છે એની ભૂમિકા, જાણી લો આજે તમે પણ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel