પરંપરાગત ખેતી છોડી ગુજરાતના ખેડૂતોએ લીંબુની ખેતી કરી સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો, વાંચો ગુજરાતના આ ખેડૂતભાઇઓ વિશે…

વર્તમાન સમયમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને કઈક અલગ કરવા લાગ્યા છે. ઘણીવાર પરંપરાગત ખેતીમાં ભારે વરસાદના કારણે નુકશાની વેઠવી પડતી હોય છે. જેના કારણે ખેડૂતો અન્ય પાકો તરફ વળ્યા છે. આજે આપણે વાત કરીશું લીંબુની ખેતી વિશે.વર્ષ 2017-18ના એપેડાએ જાહેર કરેલ લીંબુના ઉત્પાદન મુજબ ભારતમાં કુલ 31.47 લાખ ટન લીંબુનું ઉત્પાદન થાય છે. જેમાં ગુજરાતમાં કુલ 6.05 લાખ ટન લીંબુનું ઉત્પાદન થાય છે. જે સમગ્ર દેશનું કુલ 19.24% ઉત્પાદન છે. ગુજરાત આંધ્રપ્રદેશથી આગળ નિકળી ગયું છે. આંધ્રપ્રદેશનો ભાગ માત્ર 18% છે. જે ગુજરાતના ખેડૂતો માટે ગૌરવની વાત છે.

ગુજરાતમાં કુલ 4.62 લાખ ટન લીંબુનું ઉત્પાદન

image source

વર્ષ 2014-15માં આંધ્રપ્રદેશમાં કુલ 5 લાખ ટન લીંબુનું ઉત્પાદન થયું હતું. જ્યારે ગુજરાતમાં કુલ 4.62 લાખ ટન લીંબુનું ઉત્પાદન થયું હતું. આમ, માત્ર 2 વર્ષમાં ગુજરાતના ખેડૂતોએ છલાંગ લગાવીને દેશમાં પ્રથમ ક્રમ મેળવી લીઘો છે. કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં કુલ 46,279 હજાર હેક્ટરમાં લીંબુની ખેતી કરવામાં આવી છે. કુલ 6 લાખ ટન ઉત્પાદનની સાથે સરેરાશ હેક્ટરે કુલ 16 ટન ઉતારો આવે છે. આ અંગે આણંદની કૃષિ સંશોધન કેન્દ્રમાં હેક્ટરે કુલ 30 ટન લીંબુ મેળવવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં લીંબુની ખેતી થાય છે. સાઈટ્રીક એસિડ ભરપુર હોય છે. ખાટું ફળ ભોજનમાં સ્વાદ લાવવા માટે દુનિયાના તમામ ઘરમાં વપરાય છે.

ભારતમાં સૌથી વધારે લીંબુનું ઉત્પાદન ગુજરાતમાં

image source

સમગ્ર ભારતમાં સૌથી વધારે લીંબુનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. વર્ષોની કહેવત લીંબુમાં સાચી સાબિત થઈ જ્યારે ગૌરવ તથા ખુમારીની વાત હોય છે ત્યારે મૂછ પર લીંબુનો શબ્દ પ્રયોગ તથા રૂઢી પ્રયોગ થાય છે. મૂછ પર લીંબુ ઠરાવવાં, મૂછ પર લીંબુ નચાવવાં, મૂછ પર લીંબુ રાખવાં એટલે કે મૂછનો આંકડો નમવા ન દેવો. મૂછ પર લીંબુ લટકવું એટલે કે, ઇજ્જત હોવી, એવો રૂઢી પ્રયોગ વર્ષો બાદ સાર્થક કરી બતાવ્યો છે. મહેસાણામાં આવેલ ઊંઝા, કડી, ઉદલપુર, ખેરવા, જગુદણ, ઉંટવા, જગન્નાથપુરા, કહોડા વિસ્તારમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે લીંબુનું ઉત્પાદન થાય છે.

મહેસાણામાં કુલ 400 કરોડના લીંબુનું ઉત્પાદન

image source

ઊંઝા નજીક આવેલ કહોડા ગામના કુલ 90% ખેડૂતો લીંબુની ખેતી કરે છે. આ ગામથી દરરોજ 7,000 કિલો લીંબુ બહાર જાય છે. મહેસાણામાં વર્ષ 2017માં કુલ 12,311 હેક્ટર તથા વર્ષ 2020માં કુલ 15,000 હેક્ટરમાં લીંબુના બગીચા આવેલા છે. મહેસાણામાં કુલ 400 કરોડના લીંબુનું ઉત્પાદન થાય છે. મહેસાણામાં આવેલ કુલ ખેતીના 30% માં લીંબુના બગીચા આવેલ છે. અહીંના લીંબુ અફઘાનીસ્તાન, પાકિસ્તાન તથા બાંગલાદેશ સહિત કુલ 20 દેશમાં જાય છે. એક ક્ષુપ કુલ 250 કિલો જેવા લીંબુ આપે છે.

image soucre

સુગંધી, પડ પાતળા તથા રસદાર ફળ હોય છે. કાગદી લીંબુની સોડમ તથા ખટાશ અનોખી હોવાથી એની ખુબ માંગ રહેલી છે. આ જિલ્લામાં લીંબુની ખેતી મહેસાણા, ભાવનગર, ખેડા, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદમાં થાય છે. ભાવનગરમાં આવેલ પાલીતાણા, વલ્લભીપુર, ઉમરાળા તથા શિહોરમાં લીંબુની ખેતી થાય છે. સામાન્ય ઉત્પાદન એક ક્ષુપમાં કુલ 50-70 કિલો મળે છે.

બજાર ભાવ

સામાન્ય દિવસોમાં માત્ર 1 કિલોના કુલ 25 રૂપિયા મળે છે. ઉનાળાની સીઝનમાં કુલ 70 રૂપિયા સુધી મળે છે. કુલ 2 વર્ષ અગાઉ એક કિલોના કુલ 7 રૂપિયા આવ્યા હતા. ગાંધીનગરમાં આવેલ કૃષિ ભવનમાં નોંધાયેલ ઘટનાઓ અન્ય ખેડૂતોની માટે પ્રેરણા આપી શકે છે.

બિં વગરના લીંબુ

image source

બી વગરના લીંબુની ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે. થાઈલેન્ડના બિં વિનાના ટીસ્યુકલ્ચર લીંબુ ગુજરાતમાં થાય છે. વડોદરા જિલ્લામાં આવેલ શિનોરના અવાખલ અને ડભોઈના ઓરડી ગામમાં વર્ષ 2015થી બીં વિનાના લીંબુની ખેતી થાય છે. વડોદરા જિલ્લામાં કુલ 1200 હેક્ટરમાં લીંબુનું ઉત્પાદન થાય છે. કુલ 3 વર્ષ બાદ કુલ 10 કિલો લીંબુ એક ક્ષુપમાં મળતા થાય છે.

માર્કેટીંગ

image source

જામનગરમાં આવેલ ધ્રાંગડા ગામના ખેડૂત દિલસુખ ગડારા લીંબુનું ઉત્પાદન કરીને APMC માં વેચવાને બદલે તમામ દૂકાને સીધા પહોંચાડીને સારો ભાવ મેળવે છે.આ આપરાંત ખેડામાં આવેલ પીપલગ ગામમાં કિરણ પટેલે સૌપ્રથમ વખત બી વિનાના ટીશ્યુ કલ્ચરના છોડ ઉગાડ્યા હતા. ભાવ ખુબ ઊંચો આવે છે. જેનું ઠંડીમાં વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન વધારે આવે છે. જ્યારે ઋતુ બદલાઈ ત્યારે લીંબુ આવે છે. બારમાસી છે. કદ મોટું રસદાર ફળ હોય છે.

આટલો સમય તાજા રહે છે લીંબુ

image source

પાટણમાં આવેલ ભલાણા ગામના ખેડૂત ઈશ્વર પટેલે સેન્દ્રીય ખેતી કરીને લીંબુમાં માત્ર 1.5 એકર જમીનમાં કુલ 1,500 કિલો લીંબુનું ઉત્પાદન કરીને કુલ 1.50 લાખનું વેચાણ કરે છે. તેમના ફળ 1 મહિના સુધી બગડતાં નથી. ઢોળાવ વાળી જમીન અથવા તો જેમાં કંઈ ન થતું હોય એવી જમીન પર અમરેલીમાં આવેલ સાવરકુંડલાના વાશીયાળી ગામના ખેડૂતે ટપક સિંચાઈથી લીંબુનું ઉત્પાદન કરી બતાવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "પરંપરાગત ખેતી છોડી ગુજરાતના ખેડૂતોએ લીંબુની ખેતી કરી સમગ્ર વિશ્વમાં વગાડ્યો ડંકો, વાંચો ગુજરાતના આ ખેડૂતભાઇઓ વિશે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel