ગુજરાતના ખેડા જિલ્લાના આ મંદિરની છે અનોખી પરંપરા, અહીં કાળી માટીના માટલામાં સચવાય છે ઘી

ગુજરાતના અનેક મંદિરો પોતાની આગવી ખાસિયત ધરાવે છે. ખાસ કરીને આજે વાત કરીશું અમદાવાદથી ૫૦ કિ.મી.ના અંતરે આવેલા ખેડા જીલ્લાના રઢુ ગામની. અહીં એક ખાસ મંદિર આવેલું છે. ગુજરાતના બીજા ગામોની માફક લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ સિવાય આંખે ઉડીને વળગે એવી કોઈ ખાસ ઉપલબ્ધિ હોય તો કામનાથ મહાદેવનું મંદિર. જેમાં ખાસ મંદિરમાં ૫૭૫ વર્ષથી સચવાયેલા ઘી ભરેલા ૬૫૦થી વધારે માટીના મોટા કાળા માટલા છે.

image source

સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફર્ક નથી પડ્યો એ હકીકત છે. ભક્તિમાં શ્રધ્ધાની પોતાની જગ્યા છે.

image source

કેટલીય માન્યતાઓ અને અચંબિત કરતા દાખલાઓ ને આધારે આ ટકી રહેલી છે. ગમે તે હોય પરંતુ સંસ્કૃતિ આપણી ધરોહર છે જેને સમજપૂર્વક સાચવી રાખવાની છે. ગુજરાતમાં આવેલું આ એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે.

image source

મંદિરમાં ઘી ભરેલા ૬૫૦ કાળા માટીના ગોળા છે. અંદાજે ૧૩થી 14 હજાર કિલો જેટલું ઘી ૬૨૦ વર્ષથી અહીં સચવાયેલું છે. જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.

કામનાથ મંદિર સાથે જોડાયેલી છે આ લોકવાયકા

image source

પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી ૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાય છે તે સમયે વરસાદ અને ભારે પવન હતો છતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની ડેરી બનાવી હતી. ત્યારથી ગામ સહિત આસપાસના પંથકના ભાવિકજનો મહાદેવજીના દર્શને આવે છે. આટલા વર્ષો પછી પણ ભક્તજનોમાં આ સ્થાનકનું મહત્વ અને શ્રધ્ધા જળવાઈ રહ્યા છે.

ઘીના જથ્થામાં રોજબરોજ વધારો થાય છે

image source

મંદિરમાં જે ઘી હોય છે તેને મંદિરની બહાર લઇ જવાતું નથી કે કોઈ જ રીતે બીજા ઉપયોગમાં લેવાતો નથી. માન્યતા મુજબ આમ કરનારને મોટું નુકશાન ભોગવવું પડે છે. આ માટે કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.

ઘી એકઠું થવા માટે આ કારણ છે જવાબદાર

image source

આટલા મોટા જથ્થામાં ઘી એકઠું થવા પાછળ અનેક માન્યતા જોડાયેલી છે. રઢુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઇ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે પછી તેના પ્રથમ વલોણાનું ઘી બનાવીને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં વર્ષે ૩૫ જેટલી માટીની ગોળીઓ ઘીથી આમ જ ભરાઈ જાય છે. આ પછી દરેક પોતાની શ્રધ્ધા મુજબ માન્યતાઓ રાખે છે જે પૂરી થતા ઘી ચડાવે છે. કિલોથી લઈને ઘીના ડબ્બાઓ સુધીની ચઢામણી ગામેગામથી શ્રદ્ધાળુઓ દ્વારા આવે છે. આજ કારણે આજે ૧૩ હજારથી કિલોથી પણ વધારે ઘી અહી એકઠું થઈ ગયું છે. શ્રાવણ મહિનામાં અહી ભાવિક ભક્તોની ભીડ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગુજરાતના બીજા ગામોમાંથી બસો દ્વારાલોકો દર્શન કરવા આવે છે. ખેડા જિલ્લામાં અનેક શિવાલયો વર્ષોપુરાણા હોવા સહિત ઐતિહાસિક સમયની યાદ અપાવે છે.

0 Response to "ગુજરાતના ખેડા જિલ્લાના આ મંદિરની છે અનોખી પરંપરા, અહીં કાળી માટીના માટલામાં સચવાય છે ઘી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel