અમદાવાદની હોસ્પિટલો થઈ ફૂલ, કોરોના દર્દીઓને સારવાર માટે આણંદ અને ખેડા કરાઈ રહ્યા છે શિફ્ટ
ગુજરાતમાં ફરી એકવખત કોરોનાએ માથુ ઉચક્યું છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1515 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે કુલ 9 વ્યકિતના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 5 જ્યારે સુરતમાં 2, ગીર સોમનાથમાં 1 અને રાજકોટમાં 1 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1271 દર્દીઓ સાજા થયા છે. જેથી આજદિવસ સુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
95 દર્દીઓની હાલત ગંભીર
ગુજરાતમાં આજ દિવસ સુધીમાં 3846 દર્દીઓના મોત થયા છે. તો હાલમાં સમગ્ર રાજ્યમાં કુલ 13285 એક્ટીવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. તો 95 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. સરકારના જણાવ્યા મુજબ દિવાળીની ખરીદી માટે મહાનગરોમાં ઉમટેલી ભીડને કારણે સંક્રમણ વધ્યું તેમાંય ચાર મહાનગરોમાં જ સંક્રમણ ખૂબ વધ્યુ હોવાનું સરકાર જણાવે છે. દિવાળી 15 નવેમ્બરે હતી તેના પંદર દિવસ કે એક અઠવાડિયા પહેલાં લોકોએ બજરોમાં ભીડમાં આવવાનું શરૂ કર્યું તેમ માનીએ, તો હાલ આવી રહેલાં કેસ તેની અસર ગણવી જોઇએ. તે પ્રમાણે જોઇએ તો.
રાજકોટ: 46,373 ટેસ્ટ થયાં તેમાંથી 1,672 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 3.60 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 360 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં રાજકોટમાં 23,920 ટેસ્ટ થયાં અને 1,081 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 4.52 % રહી.
સુરત: 1,33,622 ટેસ્ટ થયાં તેમાંથી 2,521 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1.89 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 189 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં સુરતમાં 66,938 ટેસ્ટ થયાં અને 1,400 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 2.09 % રહી.
અમદાવાદ: 1,63,869 ટેસ્ટ થયાં તેમાંથી 2,857 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1.74 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 174 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં અમદાવાદમાં 89,491 ટેસ્ટ થયાં અને 1,686 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 1.88 % રહી.
વડોદરા: 39,937 ટેસ્ટ થયાં તેમાંથી 1,740 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 4.36 % રહ્યો એટલે કે દર દસ હજાર ટેસ્ટે 436 પોઝિટિવ દર્દી નોંધાયા. છેલ્લાં એક સપ્તાહમાં વડોદરામાં 21,778 ટેસ્ટ થયાં અને 979 નવા કેસ આવ્યાં. જેની ટકાવારી 4.50 % રહી.
દર 10 હજાર ટેસ્ટ દીઠ નોંધાયેલા પોઝિટિવ કેસ
શહેર – પોઝિટિવ કેસ
અમદાવાદ – 188
સુરત – 209
વડોદરા – 450
રાજકોટ – 452
જ્યારે ચૂંટણી થઇ તે જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિ
તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણી દરમિયાન પણ લોકોની વધુ ભીડ રસ્તા પર જોવા મળી હતી. ગુજરાતમાં પેટાચૂંટણી 3 નવેમ્બરે થઇ અને તે વડોદરા, અમરેલી, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, વલસાડ અને ડાંગ જિલ્લામાં થઇ. જો તે દિવસે જે-તે બેઠક પર મતદાનમાં ઉમટેલી ભીડને કારણે લોકો સંક્રમિત થયાં હોય તો તબીબી નિષ્ણાંતોના મત મુજબ પાંચમા દિવસથી લક્ષણો દેખાવવાની શરુઆત થાય. આમ 7 નવેમ્બરથી લક્ષણો દેખાવવાની શરુઆત થઇ હોય તેમ માનીએ તો સાતમીથી વીસમી નવેમ્બર સુધીના આંકડા ચકાસીએ તો,
ડાંગ: 1,477 ટેસ્ટ થયાં તેમાંથી 2 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.14 % રહ્યો.
અમરેલી: 18,232 ટેસ્ટ થયાં તેમાંથી 178 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.98 % રહ્યો.
કચ્છ: 18,716 ટેસ્ટ થયાં તેમાંથી 190 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1 % રહ્યો.
સુરેન્દ્રનગર: 10,993 ટેસ્ટ થયાં તેમાંથી 266 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 2.41 % રહ્યો.
વલસાડ: 12,087 ટેસ્ટ થયાં તેમાંથી 20 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.16 % રહ્યો.
મોરબી: 10,263 ટેસ્ટ થયાં તેમાંથી 200 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 1,95 % રહ્યો.
બોટાદ: 7,868 ટેસ્ટ થયાં તેમાંથી 41 કેસ નવાં આવ્યાં, સરેરાશ પોઝિટિવ કેસનો દર 0.52 % રહ્યો.
જ્યાં પેટાચૂંટણી યોજાઈ એ જિલ્લા
જિલ્લા – કેસ
સુરેન્દ્રનગર – 241
મોરબી – 195
કચ્છ – 100
અમરેલી – 98
બોટાદ – 50
વલસાડ – 16
ડાંગ – 14
અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ
અમદાવાદમાં કોરોનાની સ્થિતી એટલી વિકટ બની છેકે હવે અમદાવાદથી કોરોનાને દર્દીઓને આણંદમાં સારવાર માટે શિફ્ટ કરવામા આવી રહ્યા છે. ગતરાતથી અત્યાર સુધીમાં કુલ 50 જેટલા દર્દીઓને આણંદ શિફ્ટ કરાયા હોવાની માહિતી સુત્રો પાસેથી મળી છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઇ જતા દર્દીઓને આણંદ ખસેડવાનું શરૂ કરાયુ છે. જેમાં કરમસદ અને ચાંગા હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામા આવી રહી છે. તો હાલની પરિસ્થિતીને જોતા આણંદ આરોગ્ય વિભાગ દ્રારા કંટ્રોલ રુમ શરૂ કરાયો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમદાવાદની હોસ્પિટલો થઈ ફૂલ, કોરોના દર્દીઓને સારવાર માટે આણંદ અને ખેડા કરાઈ રહ્યા છે શિફ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો