પોલીસે એન્કાઉન્ટરમાં જેના પર 10 લાખનું ઈનામ હતું એવા કુખ્યાત નક્સલવાદી સહિત ત્રણ નક્સલીઓને ઠાર કર્યા

બિહારના ગયામાં પોલીસે એન્કાઉન્ટરમાં કુખ્યાત 10 લાખનું જેના પર ઈનામ હતું એવા નક્સલવાદી સહિત ત્રણ નક્સલીઓને ઠાર કરી દીધા છે.ય એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ નક્સલવાદીઓએ ફરી એકવાર મોટી ઘટના ઘડી હતી અને બે લોકોની હત્યા કરી હતી, ત્યારબાદ પોલીસે આ એન્કાઉન્ટર કર્યું હતું.

image source

પ્રાપ્ત માહિતી અનુસાર નક્સલવાદી સંગઠનનાં ઈન્દલ ગૃપે ગઈરાત્રે મહુઆરીમાં નગરપુરડીહના મુખીયાના દેવર વીરેન્દ્ર યાદવ અને એના એક સહયોગીની ગોળી મારીને હત્યા કરી હતી. આ બનાવની બાતમી મળતા જ બારાચટ્ટી પોલીસ મથકની પોલીસ અને કોબ્રા 205 કંપનીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નકસલીઓને ઘેરી લીધી હતી. તે પછી, બંને તરફથી સેંકડો રાઉન્ડ ફાયરિંગ થયું હતું, જેમાં ઝારખંડ સરકારના 10 લાખના ઇનામી ઝોનલ કમાન્ડર આલોક યાદવ ઘટના સ્થળ પર જ માર્યા ગયા હતા. તે જ સમયે અન્ય બે નક્સલવાદીઓ પણ ઘાયલ થયા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. જો કે, બાદમાં પોલીસને બંનેની લાશ મળી હતી.

image source

મળેલી માહિતી અનુસાર એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મી અને અન્ય બે ગામના લોકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એન.એમ.સી.એચ. માં દાખલ કરાયા છે. હકીકતમાં એન્કાઉન્ટરની આ ઘટના મહુવારીના સ્થળે બની હતી જ્યાં છઠ મહાપર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

image source

એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું હતું કે એક નક્સલવાદી આલોકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય બે નક્સલવાદીઓ ઘાયલ થયા બાદ ભાગી ગયા હતા. પોલીસે તેમની શોધમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી એકે-47 અને ઈન્સાસ રાઇફલ તેમજ અનેક કારતૂસ અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી હતી. સુરક્ષા દળો દ્વારા હજી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

image source

ઉલ્લેખનીય વાત એ છે કે વિરેન્દ્ર યાદવને નક્સલવાદીઓની ટીમે માર્યો હતો, તે અને તેનો પરિવાર શરૂઆતથી જ નક્સલીઓના નિશાના પર છે.

image source

ઘણા વર્ષો પહેલા વીરેન્દ્ર યાદવના ભાઈની સાસારામ વિસ્તારમાં નક્સલીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તે જાતે જ પોતાનો ગામ છોડીને નકસલવાદીઓના ડરથી બરાછાટ્ટી નગરમાં રહેતો હતો, પરંતુ તે છઠ મહાપર્વના પ્રસંગે તેના ગામ આવ્યો હતો. નક્સલવાદીઓએ તેના એક સાથી સાથે મળીને તેની હત્યા કરી દીધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "પોલીસે એન્કાઉન્ટરમાં જેના પર 10 લાખનું ઈનામ હતું એવા કુખ્યાત નક્સલવાદી સહિત ત્રણ નક્સલીઓને ઠાર કર્યા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel