દિવાળીના તહેવાર દરમિયાન અસ્થમાના દર્દીઓ આ રીતે રાખો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન
દિવાળીનો તહેવાર દરેકના ઘરમાં ખુશીઓ લઈને આવે છે. આ તહેવારમાં લોકો ઘર શણગારે છે, રંગોળી કરે છે, લક્ષ્મી પૂજા કરે છે અને સાથે જ એકબીજા સાથે આ ઉત્સવની ઉજવણી કરે છે. દિવાળીના તહેવારમાં સૌથી વધારે મજા નાના-મોટા સૌ કોઈને ફટાકડા ફોડવાની આવે છે. દિવાળીની રાત્રે સૌથી વધુ ફટાડકા ફુટે છે. જો કે આ ફટાકડાની મજા દરેક વ્યક્તિ માણે છે પરંતુ તેનાથી એવા લોકોની ચિંતા વધી જાય છે જેમને અસ્થમાની તકલીફ હોય છે. અસ્થમાના દર્દી અને તેના પરીવારના સભ્યો માટે દિવાળી થોડી ટેન્શનવાળી સાબિત થઈ શકે છે જો આ સમય દરમિયાન ધ્યાન રાખવામાં ન આવે.
આ તહેવારના સમયમાં ફુટતાં ફટાકડા વાયુ પ્રદૂષણ વધારે સાથે જ હવામાં ધુમાડો થાય છે. આતશબાજીના કારણે અસ્થમાના દર્દીઓને તકલીફ થઈ શકે છે. આ જ કારણ છે કે અસ્થમાના દર્દીઓ દિવાળીમાં મન મુકીને તહેવાર માણતા ડરે છે.
તેઓ બહાર નીકળતા પણ ડરે છે. તેવામાં જાણો તે આ તહેવારમાં જ્યારે ફટાકડા ફુટતા હોય ત્યારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. જેથી અસ્થમાના દર્દી પણ દિવાળીની મજા સારી રીતે માણી શકે.
બહાર જવાનું ટાળો
અસ્થમાની તકલીફ હોય તો દિવાળીના તહેવાર દરમિયાન રાત્રે બહાર જવાનું ટાળો. સામાન્ય રીતે આ દિવસોમાં રાત્રે જ વધારે ફટાકડા ફુટતા હોય છે. જો બહાર જાઓ તો પણ મોં અને નાક બરાબર ઢંકાયેલા રહે તે વાતની ખાતરી કરો. આ સિવાય બહાર જવાનું થાય ત્યારે અસ્થમાનો પંપ હંમેશા સાથે રાખો.
નાકથી શ્વાસ લેવો
શક્ય હોય ત્યાં સુધી નાકથી જ શ્વાસ લેવો. જેટલું બને ત્યાં સુધી મોંથી શ્વાસ લેવાનું ઓછું રાખો. આમ કરશો તો તકલીફ થવાની શક્યતા ઘટી જશે.
ડોક્ટરના સંપર્કમાં રહો
આમ તો દિવાળી દરમિયાન ડોક્ટર પણ રજા રાખતા હોય છે તેમ છતાં ડોક્ટરનો સંપર્ક ઈમરજન્સીમાં કરવો પડે તો તે વાતને ધ્યાનમાં રાખી અને તેનો સંપર્ક સાધી કોન્ટેક્ટ નંબર લઈ લો.
હાથ-પગ સાફ રાખો
હવામાં ફેલાયેલું પ્રદૂષણ તમારા હાથ વડે શરીરમાં જઈ શકે છે તેથી વારંવાર હાથ અને પગ ધોવાનો આગ્રહ રાખો જેથી કોઈપણ રીત જર્મ્સ તમારા શરીરમાં દાખલ થાય નહીં.
હળવો ખોરાક લેવ
ઘરમાં દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ બનતી પણ હોય છે અને ખૂબ ખવાતી પણ હોય છે પરંતુ મીઠાઈનું સેવન કરવામાં ધ્યાન રાખો. શક્ય હોય ત્યાં સુધી હળવો ખોરાક લેવો. મીઠાઈનું વધારે પડતું સેવન અસ્થમાના દર્દી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
0 Response to "દિવાળીના તહેવાર દરમિયાન અસ્થમાના દર્દીઓ આ રીતે રાખો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન"
ટિપ્પણી પોસ્ટ કરો