સલમાનના ડ્રાઈવર સહિત આ લોકોને થયો કોરોના, સલમાન ખાને પોતાને આઇસોલેટ કર્યો અને….
દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સાથે જ બોલિવૂડમાં પણ કોરોના હવે ફરીથી પગપેસારો કરી રહ્યો છે. હાલમાં માહિતી મળી રહી છે તે અનુસાર બિગ બોસ 14 હોસ્ટ કરી રહેલો સલમાન ખાન આઈસોલેટ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે કહેવું રહ્યું કે બોલિવૂડમાં ફરી કોરોના ઘર કરવાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે સ્ટાફ અને ડ્રાઈવરના રિપોર્ટ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે જ બિગ બોસે પોતાને આઈસોલેટ કરી લીધા હતા.

સલમાન ખાનના ડ્રાઇવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફની પણ તપાસ કરાવવામાં આવી હતી. આ તપાસમાં તેના સ્ટાફના અન્ય બે લોકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્ટાફના લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે સલમાન ખાને પોતાને આઈસોલેટ કર્યો છે.

મહારાષ્ટ્રમાં હજુ કોરોના સંકટ ટળ્યું નથી ત્યાં ફરી કેસ આવવાની શરૂઆત થઈ છે. લોકડાઉનના કારણે ફિલ્મોના શૂટિંગને બંધ કરાયું હતું હવે તેને ફરી શરૂ કરાયું છે.

કોરોના મહામારીમાં સલમાન ખાનને આઈસોલેટ થવાની ફરજ પડી છે અને સાથે જ તે હવે કોઈની મુલાકાત પણ કરી રહ્યો નથી. છેલ્લે તેણે રાધેનું શૂટિંગ કર્યું હતું. આ ફિલ્મમાં તે અને દિશા પટણી જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાનું સંક્રમણ યથાવત છે. અહીં એક દિવસમાં 45 હજાર 369 નવા કેસ આવ્યા છે. દેશમાં કોરોનાથી એક દિવસમાં 48 હજાર 675 લોકો સ્વસ્થ થયા છે તો એક દિવસમાં 586ના મૃત્યુ થયા છે.

ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 42 હજાર 739 પહોંચ્યા છે. આ સાથે ભારતમાં કોરોનાના કુલ કેસ 83 લાખ 81 હજાર 770 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 31 હજાર 618 દર્દીના મૃત્યુ થયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સલમાનના ડ્રાઈવર સહિત આ લોકોને થયો કોરોના, સલમાન ખાને પોતાને આઇસોલેટ કર્યો અને…."
ટિપ્પણી પોસ્ટ કરો