વ્હાઈટ હાઉસમાં જ રહેવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની સાથે વેકેશનમાં જવાનો પ્લાન પણ કર્યો કેન્સલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બુધવારે ફરી એકવાર દાવો કર્યો હતો કે 3 નવેમ્બરે થયેલી ચુંટણીમાં તે જીત્યા છે, સાથે જ ટ્રંપે અમેરિકી ચુંટણીમાં ધાંધલી થયાનો આરોપ પણ મુક્યો હતો. ટ્રંપે ટ્વીટ કરી હતી કે, તેઓ ચુંટણીમાં જીત્યા છે અને દેશમાં ધોખાધડી થઈ છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં મુખ્ય ધારાના મીડિયાએ જો બાઈડનને ચુંટણીના વિજેતા જાહેર કર્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ નિર્વાચિત થવા માટે 538 સદસ્યીય ઈલેક્ટ્રોરલમાંથી 270 મતની જરૂર પડે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ઉપ રાષ્ટ્રપતિ જો બાઈડન 270 મતથી વધુ મત મેળવી ચુક્યા છે પરંતુ હજુ સુધી ચુંટણીના પરીણામની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં રાષ્ટ્રપતિ ટ્રંપ ચુંટણી બાદ મીડિયા સમક્ષ પોતાની જીતના દાવા કરી રહ્યા છે. સાથે જ ચર્ચાઓ છે કે તેમને વાઈટ હાઉસ પણ છોડવું નથી. તેઓ તાજેતરમાં વર્જિનીયામાં ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા.

અગાઉ ટ્રંપ અને મેલાનિયા વેકેશ માટે સાઉથ ફ્લોરિડા જવાના હતા પરંતુ હવે તે વોશિંગટન છોડવા ઈચ્છતા નથી. વાઈટ હાઉસના એક અધિકારીના જણાવ્યાનુસાર તેમને વાઈટ હાઉસ છોડવું નથી કારણ કે અહીં તેઓ સુરક્ષિત અનુભવે છે.

ચુંટણીના દિવસે વાઈટ હાઉસ ફરતે ફેન્સિંગ કરવામાં આવી હતી તે હવે હટાવી દેવામાં આવી છે અને બાઈટનની પરેડ માટે અહીં તૈયારીઓ શરુ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ટ્રંપ હાર માનવા અને વાઈટ હાઉસ છોડવા તૈયાર નથી. તેઓ હવે લોકતંત્રની જંગ કાયદાની મદદથી જીતવા માંગતા હોય તેમ જણાય છે.

જણાવી દઈએ કે અમેરિકામાં 20 જાન્યુઆરીના રોજ નવા રાષ્ટ્રપતિ શપથ લેશે. તેવામાં ટ્રંપ પાસે હજુ સમય છે આ દરમિયાન તેઓ કડક નિર્ણયો લઈ શકે છે. હાલના તેમના તેવર જોઈ જણાય છે કે તેઓ વાઈટ હાઉસ છોડવા તૈયાર નથી. જો આવું થાય તો તેનું પરિણામ શું આવી શકે તેની ચર્ચા વિશ્વભરમાં થઈ શકે છે.

અહીં ધ્યાન આપવા જેવી વાત એ પણ છે કે કોઈ રાષ્ટ્રપતિ ચુંટણી હાર્યા બાદ પણ પોતાના પદથી હટવા તૈયાર ન હોય અને વાઈટ હાઉસ પર કબજો કરી રાખે તો તે રાષ્ટ્રપતિ સાથે શું કરવું તે વિશે અમેરિકાના સંવિધાનમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વ્હાઈટ હાઉસમાં જ રહેવા માંગે છે ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની સાથે વેકેશનમાં જવાનો પ્લાન પણ કર્યો કેન્સલ"
ટિપ્પણી પોસ્ટ કરો