ગુજરાતમાં કોરોનાએ તાંડવ મચાવ્યું, રેકોર્ડબ્રેક પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર, મોતનો આંકડો પણ વધ્યો રોકેટ ગતિએ
હાલમાં ગુજરાતમાં કોરોનાને લઈ પરિસ્થિતિ દરરોજ ગંભીર બનતી દેખાઈ રહી છે. દિવાળીના તહેવારો બાદ કોરોનાએ અસલી સ્વરૂપ બતાવ્યું છે. ગુજરાતમાં ફરીથી કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. અને રાજ્યમાં કોરોનાનાં કેસોમાં કૂદકે ને ભૂસકે વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં રેકોર્ડબ્રેક 1560 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. આ ઉપરાંત 1302 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 1560 કેસ નોંધાતા તંત્રમાં પણ ફફડાટ મતી ગયો છે
મળતી વિગત પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 70 હજાર 820 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,560ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 16 દર્દીના મોત થયા છે. તેમજ રાહતની વાત એ છે કે, 1,302 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.99 ટકાથી ઘટીને 90.93 ટકા થયો છે.
ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા એમાં જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં 28, મહિસાગરમાં 26, દાહોદમાં 23 કેસ, ભરૂચ-કચ્છમાં 21-21, અમરેલીમાં 20 કેસ, મોરબી-સાબરકાંઠામાં 20-20, સુરેન્દ્રનગરમાં 17 કેસ કેસ નોંધાયા હતા.
હાલમાં જો આજના ઉમેરીને કુલ કેસ વિશે વાત કરીએ તો રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,03,509 પર પહોંચ્યો છે. અને સાજા થવાનો કુલ આંક 1,85,058 પર પહોંચ્યો છે. રાજ્યનો સાજા થવાનો દર 90.93 ટકા છે.
હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,529 પર પહોંચી છે. જેમાં 92 લોકો વેન્ટિલેટર પર છે અને 14,439 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 3922 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 દર્દી, સુરત શહેરમાં 3, વડોદરા શહેરમાં 1 એમ કુલ 16 દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.
જ્યારથી સરકારે કોરોનાને હંફાવવા માટે રાત્રિ કરફ્યુનો નિર્ણય કર્યો ત્યારથી લોકોમાં લોકડાઉનને લઈને એક અલગ જ ડર જોવા મળી રહ્યો છે. પરંતુ આ અંગે CM રૂપાણીએ કરી સ્પષ્ટતા, જો પરિસ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે, સાથે જ એમ પણ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં નહીં આવે. લોકોને સારવાર મળે એ અમારી પ્રાથમિકતા છે. કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોઇ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. તેમજ સરકારે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, sop નું પાલન કરે એ જરૂરી છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થિતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવા માં આવવું નહીં. લોકો સાવચેતી રાખે. લોકોની સલામતીની જવાબદારી અમારી છે. તેમજ દિવસે કરફ્યૂ લાદવાની કોઇ વિચારણા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતમાં કોરોનાએ તાંડવ મચાવ્યું, રેકોર્ડબ્રેક પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર, મોતનો આંકડો પણ વધ્યો રોકેટ ગતિએ"
ટિપ્પણી પોસ્ટ કરો