ભારતીયોએ એક મહિનામાં ખરીદી નાખ્યા 2,10,00000 સ્માર્ટફોન, જાણો કઇ કંપનીઓએ મારી બાજી
આપણા દેશમાં કોરોના મહામારીએ માર્ચ 2020 થી માથું ધુણાવવાનું શરૂ કર્યું છે અને અનેક લોકોને પોતાની ચપેટમાં લઈ મોતના મુખમાં ધકેલી દીધા છે. આ મહામારીને કારણે એક બાજુ વેપાર ધંધાને માઠી અસર પડી છે ઘણા લોકોને પોતાની નોકરી કે જોબ મૂકવા સુધીની મુશ્કેલીઓ વેઠવી પડી છે. ત્યારે અમુક ક્ષેત્રોમાં આશ્ચર્યજનક રીતે વેંચાણના રેકોર્ડ બની રહ્યા છે. આ અંતર્ગત લેપટોપ અને વર્ક ફ્રોમ હોમ સંબંધિત ગેઝેટ્સનું વેંચાણ રેકોર્ડબ્રેક રીતે વધ્યું છે.

તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના કાળમાં પણ ભારતીયોએ સ્માર્ટફોન ખરીદવામાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માત્ર એક મહિનામાં જ ભારતીયોએ 2 કરોડ 10 લાખ સ્માર્ટફોન ખરીદી કાઢયા છે. તમને માનવામાં નહીં આવે પણ આ આંકડા વર્ષ 2020 ના ઓક્ટોબર મહિનાના જ છે.
IDC ની રિપોર્ટમાં થયો આ ખુલાસો

IDC ની રિપોર્ટ અનુસાર વર્ષ 2020 ના ત્રીજા ભાગમાં ભારતમાં સ્માર્ટફોનની માંગમાં અપેક્ષા કરતા પણ વધુ ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ સપ્ટેમ્બરમાં 23 મિલિયન એટલે કે બે કરોડ 30 લાખ સ્માર્ટફોનનું વેંચાણ થયું પરનું આગલા મહીના એટલે કે ઓક્ટોબરમાં આ રેકોર્ડને યથાવત રાખી ભારતીયોએ 21 મિલિયન એટલે કે બે કરોડ 10.લાખ સ્માર્ટફોન ખરીદી નાખ્યા. કહેવાય છે કે આ વેંચાણ ઓનલાઈન ફેસ્ટિવ અને ઓનલાઇન શોપિંગમાં સુવિધા અને લાભને કારણે થયું હતું.
સ્માર્ટફોનની ખરીદીમાં મહાનગરોએ પણ તોડ્યા રેકોર્ડ

IDC ના રિપોર્ટમાં કહેવાયું છે કે ઓક્ટોબર મહિનામાં સ્માર્ટફોનની કુલ ખરીદીમાં દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઇ અને કોલકત્તા જેવા મહાનગરોનો ફાળો લગભગ 25 ટકા આસપાસ છે એટલે કે ઓક્ટોબર 2020 માં ભારતમાં જેટલા સ્માર્ટફોન વેંચાયા તેના 25 ટકા જેટલા સ્માર્ટફોન તો ફક્ત ઉપરોક્ત મહાનગરોમાં જ વેંચાયા છે. ત્યારબાદ જયપુર, ગુડગાંવ, ચંદીગઢ, લખનઉ, ભોપાલ અને કોઈતંબુર જેવા શહેરોનો ક્રમ આવે છે જ્યાં સૌથી વધુ સ્માર્ટફોન વેંચાયા હતા.
34 શહેરોમાં શાઓમીના સ્માર્ટફોનનું ધૂમ વેંચાણ
ઓક્ટોબર મહિનામાં ઓનલાઇન વેબસાઈટ દ્વારા થયેલા સ્માર્ટફોનના વેંચાણમાં 53 ટકા જેટલો આશ્ચર્યજનક વધારો જોવા મળ્યો જ્યારે રિટેલ સ્ટોર પર સ્માર્ટફોનના વેંચાણમાં 33 ટકાનો વધારો જોવા મળ્યો.

ઓનલાઇન સેલ દેશના 50 ટોચના શહેરોમાંથી 34 શહેરોમાં શાઓમીએ કબ્જો જમાવ્યો હતો. જ્યારે ઓફલાઇન માર્કેટમાં પોતાના પગ જમાવવામાં વિવોને સફળતા મળી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ભારતીયોએ એક મહિનામાં ખરીદી નાખ્યા 2,10,00000 સ્માર્ટફોન, જાણો કઇ કંપનીઓએ મારી બાજી"
ટિપ્પણી પોસ્ટ કરો