30 વર્ષની મહિલા અને 17 વર્ષના સગીર વચ્ચે પાંગર્યો પ્રેમ, પરિવારજનોંએ ના પડતા જ ભર્યું એવું પગલું કે…
પ્રેમમાં પડતી વ્યક્તિ ઉંમર, જાતિ કે ધર્મને ગણકારતી નથી. આ વસ્તુઓ પ્રેમ સામે ગૌણ બાબત હોય છે. પરંતુ ક્યારેક પ્રેમની એવી એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે જે ચર્ચાસ્પદ બની જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં અમદાવાદમાં બની છે. જેમાં એક 17 વર્ષનો સગીર 30 વર્ષની એક પુત્રની માતા સાથે પ્રેમમાં પડ્યો અને આ પ્રેમ પાંગર્યા બાદ એવી એવી ઘટનાઓ બની કે જેમાં પોલીસને પણ સક્રીય થવું પડ્યું છે.
અમદાવાદની 30 વર્ષીય સુચિતાના છૂટાછેડા થઈ ચુક્યા છે અને તે 1 સંતાનની માતા છે. તેની આંખ અહીંના 17 વર્ષના સમીર સાથે મળી ગઈ. તરુણાવસ્થામાં પ્રવેશ જ કરનાર યુવક પણ 30 વર્ષીય મહિલાના પ્રેમમાં પડ્યો. મહિલા પણ પોતાની એકલતા દૂર કરવા ઘણીવાર 17 વર્ષીય સમીરને પોતાના ઘરે બોલાવતી.
જો કે પોતાનો પુત્ર 30 વર્ષીય એક સંતાનની માતાના પ્રેમમાં હોવાનું જાણવા મળતાં માતા-પિતા રોષે ભરાયા હતા. આ વાતની જાણ માતાપિતાને ત્યારે થઈ જ્યારે તેમણે તેના પુત્રને ઈંટરનેટ પર જાતીય આવેગને લઈને સર્ચ કરતો જોયો. આ ઉપરાંત 30 વર્ષીય સુચિતા પણ યુવકને ઉત્તેજિત કરતાં મેસેજ અને ફોટો મોકલતી. આ વાત જાણી પુત્રને માતાપિતાએ ઠપકો પણ આપ્યો અને તેનો ફોન પણ લઈ લીધો. પરંતુ ત્યારબાદ સમીરે જે પગલું ભર્યું તેની કલ્પના પણ માતાપિતાએ કરી ન હતી.
માતાપિતાના વિરોધ બાદ 17 વર્ષનો સમીર ઘરેથી ભાગી ગયો અને સુચિતાના ઘરે પહોંચી ગયો. માતાપિતા પણ મહિલાના ઘરે પહોંચ્યા તો તેમણે ઘરને બંધ કરી દીધું અને બંને ઘરમાં પુરાઈ ગયા. છોકરાના માતાપિતાએ બુમાબુમ કરી અને 100 નંબરમાં ફોન કરી પોલીસ બોલાવવી પડી હતી. આ દરમિયાન મહિલાએ રટણ ચાલું રાખ્યું કે યુવાન તેની પાસે નથી. પરંતુ પોલીસની દરમિયાનગીરી બાદ પુત્ર માતાપિતાને પરત મળ્યો હતો.
30 વર્ષીય મહિલાએ હેલ્પલાઇનમાં ફોન કરીને એવું પણ જણાવ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડ સમીર સાથે રહેવા માંગે છે. પરંતુ તેના માતા-પિતાએ મહિલાની ઉંમર વધારે હોવાની અને છુટાછેડા લીધેલા હોવાથી સંબંધને મંજૂરી આપતા નથી. જેના કારણે સમીર ઘરેથી ભાગ્યો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "30 વર્ષની મહિલા અને 17 વર્ષના સગીર વચ્ચે પાંગર્યો પ્રેમ, પરિવારજનોંએ ના પડતા જ ભર્યું એવું પગલું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો