OMG! કોરોના કાળમાં ટીનએજર્સમાં પોર્ન જોવાની લત વધી ગઇ, જાણો આ ખરાબ આદતથી કેવી રીતે છૂટકારો મેળવશો

કોઈ પણ લત લાગવી તે ખરાબ જ કહેવાય. કોઈ પણ બાબતનો અતિરેક તમારા માનસને કે તમારા શરીરને નુકસાન જ પહોંચાડે છે. અને જો આ લત પોર્નની હોય તો તો પછી તે ખૂબ જ જોખમી સાબિત થાય છે. બીબીસીના એક અહેવાલ પ્રમાણે 10થી 19 વર્ષના બાળકોમાં પોર્ન એડિક્શન વધી ગયું છે. દુનિયાના કેટલાએ દેશમાં આ બાબતે પગલા લેવામા આવી રહ્યા છે. પાકિસ્તાનમાં તેની વિરુદ્ધ એક ચળવળ પણ ચલાવવામાં આવી રહી છે અને ટીનએજર્સને જાગૃત પણ કરવામા આવી રહ્યા છે. ભારતમાં પોર્ન 2015થી બેન છે. પણ જે વસ્તુઓ ઇન્ટરનેટ પર સરળ રીતે ઉપલબ્ધ છે તેના પર બેન જેવી બાબત માત્ર એક ઔપચારિકતા જ રહી જાય છે. આજના સમયમાં ટીનએજર્સ બીજા દેશોમાં વીપીએનનો ઉપયોગ કરીને તેને એક્સેસ કરી લે છે. તમારા મનમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો હશે કે આ વાત
પર આપણે કેમ ફોકસ કરી રહ્યા છીએ ?

શારીરિક-માનસિક નબળાઈ લાવે છે પોર્ન

image source

સાઇકાઇટ્રિસ્ટ નિષ્ણાતોનું કહેવું છે કે બાળકો ઉપર પોર્નની ખૂબ જ ગંભીર અસર પડે છે. તેઓ માત્ર માનસિક રીતે જ નહીં પણ શારીરિક રીતે પણ નબળા બની જાય છે, જો કે બાળકોમાં પોર્ન એડિક્સન જેવી કોઈ ઓફિશિયલ ટર્મ નથી. આ તો બે શબ્દોને બનાવવામાં આવેલી એક જનરલ ટર્મ છે. 10થી 11 વર્ષના બાળકોમાં આ પ્રકારની સમસ્યા વધારે જેવા મળી છે. ભારતમાં લોકડાઉન બાદથી બાળકોના હાથમાં એકધારો ફોન આવવાના કારણે આ સમસ્યામાં ઝડપથી વધારો થયો છે. પોર્નની લત લાગવાથી બાળકોનું ધ્યાન જીવન સાથે જોડાયેલી જરૂરી બાબતો પરથી હટી જાય છે અને તેઓ પોતાની કારકીર્દી ઘડવાના તેમજ પોતાના વ્યક્તિત્વ ઘડવાના સમયે આડારસ્તે ચડી જાય છે. માટે યોગ્ય સમયે તેમના પર ધ્યાન રાખવું, તેમને સમજાવવા ખૂબ જરૂરી છે.

image source

એપ્રિલ 2020માં બિઝનેસ ઇનસાઇડરમાં છાપેલા એક અહેવાલનું માનવામા આવે તો ઇન્ડિયા ચાઇલ્ડ પ્રોટેક્શન ફંડ એ દાવો કર્યો હતો કે ભારતમાં લોકોએ ચાઇલ્ડ પોર્નને સૌથી વધારે સર્ચ કર્યું છે. આ ઉપરાંત એક પોર્ન વેબસાઇટમાં જણાવવામાં આવ્યું છે કે 24થી 26 માર્ચ 2020 વચ્ચે ભારતમાં તેનો ટ્રાફિક 95 ટકા સુધી વધી ગયો છે. તેમાં મોટા ભાગના બાળકો હતા.

પોર્ન એડિક્શનથી છૂટકારો મેળવવા માટે આ રીત અપનાવો

એવું શું છે જે પોર્ન જોવા પર ટ્રિગર થાય છે

image source

– એક્સપર્ટની વાત માનવામા આવે તો આ ઉંમરમાં બાળકો જિજ્ઞાસુ પ્રવૃત્તિના હોય છે. આ બધું જ આકસ્મિક રીતે જ થતુ હોય છે, જે બાળકોને પોર્ન જોવા માટે પ્રેરે છે. જો બાળકો ઇન્ટરનેટ પર કંઈક જોઈ રહ્યા છે, તો તેમનાથી કોઈ એવી લિંક પર ક્લિક થઈ જાય છે જે તેમને પોર્ન વેબસાઇટ સુધી લઈ જાય છે. તેમની અંદર આ પ્રકારની વડિયો જોવાની જિજ્ઞાશા વધી જાય છે. બાળકોમાં તેનાથી બચવા માટે તેમને સમજાવવું પડશે કે જો તમે ભૂલથી પણ કોઈ પોર્ન લિંક પર જતા રહો તો તે વિડિયો જોવી નહીં.

માતાપિતાએ પોર્ન જેવાના સોર્સ કિલ કરવા

જાગૃત માતાપિતા તરીકે બાળકોને પોર્નથી દૂર રાખવા માટે એવા સોર્સ કિલ કરો જેનાથી તેઓ આવી વસ્તુઓ એક્સેસ કરી શકે છે. જો બાળકોના વર્ગ ઓનલાઈન ચાલી રહ્યા છે અને તેઓ એકધારો ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હોય તો સોફ્ટવેરની મદદથી પોર્ન સાથે જોડાયેલી બધી જ સાઇટ્સ બ્લોક કરી શકો છો. બાળકોના સ્ક્રીન ટાઇમને ઘટાડો અને બને તો તેમની સાથે આવા મુદ્દા પર ખુલીને વાત કરો.

એડિક્શનની ખબર પડતા બાળકોને તેનાથી ડિસ્ટ્રેક્ટ કરવાનો પ્રયાસ કરો

image source

માતાપિતા તરીકે જો તમને ખબર પડે કે તમારુ બાળક પોર્ન એડિક્ટ છે, તો સૌથી પહેલાં તેનું ફોકસ કોઈ બીજી વસ્તુ પર શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. બાળકોને તેમના ઇંટરેસ્ટની બીજી વસ્તુઓમાં બિઝી રાખવાનો પ્રયાસ કરો, જેમ કે ફિલ્મો, મ્યૂઝિક અનને સ્પોર્ટ્સ એક સારુ ઓપ્શન છે.

માતાપિતા પોતાના સ્તરે શું કરી શકે છે ?

એક્સપર્ટનું કહેવું છે કે જો બાળકોને પોર્નની લતથી બચાવવા હોય તો માતાપિતાએ સૌથી પહેલાં બાળકોની મુશ્કેલીની સમજવી પડશે. ક્યાંક બાળક એકલતા ન અનુભવતું હોય તે જોવાનું રહેશે. કે પછી તેને કોઈ પ્રકારનો ડિસઓર્ડર ન હોય તે જોવું. પેરેંટ્સ કાં તો બાળકો સાથે જાતે જ વાત કરી શકે છે અથવા તો કોઈ કાઉંસેલર પાસે પણ તમે તેને લઈ જઈ શકો છો. બાળકોને સમજાવવું પડશે કે તે એક પ્રકારની બીમારી છે. તેનાથી બચવું પડશે. તે એક ખરાબ આદત છે.

image source

આ ઉપરાંત બાળકોને માતાપિતાએ કેટલીક બીજી બાબતોનું પણ ધ્યાન આપવાનુ રહેશે. જેમ કે તેમને બેડ ટચ વિષે જણાવવું, બાળકોની કોઈ મેંટલ સમસ્યા વિષે સમજવું, તેમનું એકધારું કાઉંસેલિંગ થતું રહે તે જોવું. તેમની સાથે વધારે સમય પસાર કરવો, એકલતાથી તેમને દૂર રાખવા.

શિક્ષકો બાળકોની કેવી રીતે મદદ કરી શકે છે ?

– સામાન્ય રીતે શાળામાં સેક્સ એજ્યુકેશનને લઈને બાળકોને શરમ આવતી હોય છે. અને પશ્ચિમિ દેશોની જેમ ભારતમાં તેવો કોઈ વિષય શાળામાં ભણાવવામા આવતો પણ નથી. ઘણીવાર ટીચર પણ આ ટોપિકને છોડી દેતા હોય છે. જો શીક્ષક બાળકોને આ પ્રકારની બાબતોથી જાગૃત કરશે તો આવી સમસ્યાઓ ઘટવાની શક્યતાઓ વધી જાય છે.

image source

– શીક્ષકો બાળકોને કહી શકે છે કે આ પ્રકારની વાતોમાં સમય ન વેડફવો જોઈએ, અભ્યાસ પર ધ્યાન આપવું. બાળકોમાં આ પ્રકારની લાગણીઓ ઉત્પન્ન ન થાય, તેના માટે શીક્ષકો પોતાની તરફથી અઠવાડિયામાં એકવાર તેમનું કાઉંસેલિંગ પણ કરી શકે છે.

– આ ઉપરાંત શીક્ષકો બાળકોને સેક્સ એજ્યુકેશન આપે, તે ટોપિક પર શાળામાં સેમિનારનું આયોજન કરે, તેની સાથે જોડાયેલા મુદ્દાની ચર્ચા કરવાનું ટાળે નહીં પણ તેઓ સમજી શકે તેવી સરળ રીતે તેમને સમજાવવાનો પ્રયાસ કરે. તેમજ શીક્ષકોએ આ બાબતે બાળકો સાથે મિત્રતાપૂર્ણ વર્તન કરવું જોઈએ.

થેરાપી અને કાઉંસેલિંગની મદદ લેવી.

– જો બાળકોમાં પોર્નની લત લાગી ગઈ હોય તો તેનાથી બચવા માટે થેરાપી એક ઉત્તમ વિકલ્પ છે. બાળકોમાં પોર્નની લત માનસિક બીમારીઓનું કારણ બની શકે છે.

image source

– ઘણીવાર બાળકો, શીક્ષકો અને માતાપિતા એક બીજા સાથે આ મુદ્દા પર વાત કરવામાં કંફર્ટેબલ નથી અનુભવતા આવી સ્થિતિમાં થેરેપિસ્ટે મેડિકલ પ્રોફેશનલ પાસે કાઉંસેલિંગ કરાવવું જોઈએ તેનાથી તેમને પોર્નથી દૂર રહેવામાં મદદ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "OMG! કોરોના કાળમાં ટીનએજર્સમાં પોર્ન જોવાની લત વધી ગઇ, જાણો આ ખરાબ આદતથી કેવી રીતે છૂટકારો મેળવશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel