કરોડો ફેન્સના દિલ પર રાજ કરે છે આ 5 ભોજપૂરી એક્ટર્સ, ઓછા સમયમાં પહોંચ્યા ટોચ પર

ભોજપૂરી સિનેમાની ફિલ્મો ભલે વધારે બજેટની ન હોય પણ તેની ફિલ્મોમાં કામ કરનારા એક્ટર્સ લાખોની સંખ્યામાં રૂપિયા ચાર્જ કરે છે. ભોજપૂરી ફિલ્મોની ખાસ વાત રહી છે કે તમામ મોટા સિંગર્સની ગાયકીની સાથે એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યા છે. આજે પણ ભોજપૂરી ફિલ્મોના નામની સાથે મનોજ તિવારી, રવિ કિશન જોડાયેલા છે. આ સિવાય અન્ય એવા એક્ટર્સ છે જેને તમે જાણતા નથી પણે તેઓ પણ કરોડો દર્શકોના દિલ પર રાજ કરે છે.

દિનેશ લાલ યાદવ

image source

સુપર હિટ ગીતો અને ફિલ્મોનો પર્યાય બની ચૂકેલા દિનેશ લાલ યાદવે ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી છે. નિરહુઆ આજે પણ સુપરસ્ટાર છે અને ભોજપૂરી ફિલ્મો અ્ને મ્યુઝિક એલ્બમના બેતાજ બાદશાહ બની ચૂક્યા છે. ભોજપૂરી સિનેમાંમાં તેમની લોકપ્રિયતાના કારણે બિગ બોસ 6માં જોવા મળ્યા હતા. તેઓએ પોતાના અંદાજથી અનેક લોકપ્રિયતા મેળવી છે. 2003માં દિનેશ લાલ યાદવનું મ્યુઝિક આલ્બમ નિરહુઆ સટલ રહે રીલિઝ થયું ને ખૂબ જ લોકપ્રિય પણ રહ્યું. આ સિવાય તેઓ ભાજપના નેતા પણ છે. નિરહુઆ શોથી મોટી કમાણી કરી લે છે. એટલે કે કરોડોમાં કમાય છે.

ખેસારી લાલ યાદવ

image source

ભોજપૂરી ફિલ્મોમાં કેટલાક એવા એક્ટર્સ પણ છે જેમના ફક્ત નામથી જ ફિલ્મો ચાલી જાય છે. ભોજપૂરી એક્ટર અને સિંગર ખેસારી લાલ યાદવઅત્યારે ઈન્ડસ્ટ્રીની મોટી ડિમાન્ડ છે. સાજન ચલે સસુરાલમાં પહેલી ફિલ્મ સમયે તેમને 11 હજાર રૂપિયા મળ્યા હતા. પછી તેમની અનેક ફિલ્મો આવી અને હવે તેઓ 75થી વધારે ફિલ્મો કરી ચૂક્યા છે અને સાથે તેમના ગીતોથી પણ તેમની સારી કમાણી થઈ જાય છે.

પવન સિંહ

image source

પવન સિંહને તેમની ફિઝિક્સ માટે ભોજપૂરી ફિલ્મોના સલમાન ખાન કહેવાય છે. તેઓ પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહયા કરે છે. અનેક વાર તેમનું નામ એક્ટ્રેસ અક્ષરા સાથે પણ જોડાયું છે. તેઓ અનેક એડ્સમાં પણ જોવા મળે છે. હાલમાં યૂ ટ્યૂબ પર તેમનું ગીત હો ગોરી સચ હૂં તુ હુર દર્શકોને પસંદ આવી રહ્યું છે.

રિતેશ પાંડેય

image source

એક્ટર અને સિંગરની ભૂમિકાને લઈને આ નામ જાણીતું છે. રિતેશ જલ્દી પોતાની અવાજ અને અભિનયથી લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કામયાબ રહ્યા છે. આ કારણ છે કે યૂટ્યૂબ પર તેમના ગીતનો વીડિયો પસંદ કરાઈ રહ્યો છે. રિતેશ પાંડેયનું એક ગીત પિયવા સે પહિલે ઘૂમ મચાવી રહ્યું છે. તેઓ પોતાની એક ફિલ્મ માટે પણ 15-20 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

રાકેશ મિશ્રા

image source

જેવું ભોજપૂરી ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહ્યું છે કે સિંગિંગથી લોકોના દિલ જીતનારા રાકેશ મિશ્રા પહેલાં રાની ચટર્જી અને સ્મૃતિ સિન્હા હતી. રાકેશ મિશ્રાને ઓછા સમયમાં ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી. રાકેશ એક ફિલ્મ માટે 5-10 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "કરોડો ફેન્સના દિલ પર રાજ કરે છે આ 5 ભોજપૂરી એક્ટર્સ, ઓછા સમયમાં પહોંચ્યા ટોચ પર"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel