અ’વાદમાં બે ચોર ઝડપાયા, જનતાનો પિત્તો ગયો અને થાંભલે બાંધીને એવો માર માર્યો કે મોંમાથી નિકળી ગયુ ફીણ અને પછી…
જનતા જ્યારે વિફરે ત્યારે ભલભલાને જવાબ આપી દે છે, ભૂતકાળમાં પણ આવા દાખલા જોવા મળ્યા છે અને હજુ પણ આવું જોવા મળી રહે છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાં આવો એક કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે ચોંકી જશો. આ વાત છે ગોળલીમડાની કે ત્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચાર રસ્તા પાસે વહેલી સવારે અર્ધનગ્ન અને અધમુઆ હાલતમાં બે છોકરાને થાંભલા સાથે દોરીથી બાંધી રાખવામાં આવ્યા હતા. જો વિગતે વાત કરીએ તો સ્થાનિકોના આક્ષેપ મુજબ આ બંને છોકરા ચોરી કરવાના ઈરાદે નાડિયાવાડ રોડ તરફ કોઈ ફ્લેટમાં ઘૂસ્યા હતા અને મોબાઈલ ચોરી કર્યો હતો.
તો પછી બન્યું એવું કે સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો અને પોલીસને જાણ કરવાના બદલે બંને છોકરાની અધમુઆ જેવી હાલત કરી ચાર રસ્તે થાંભલા સાથે બે કલાક સુધી બાંધી રાખ્યા હતા. ચોરી કરવાની સજા આવી હોવી જોઈએ કદાચ એવો સંદેશ આપવાનો સ્થાનિકોનો આશ્રય હોય તો પણ કંઈ નવાઈ નહી. આ બંનેએ ગુનો કર્યો હતો, પણ તેમને સજા આપવા માટે પોલીસ છે તેમ છતા સ્થાનિકોએ જાતે કાયદો હાથમાં લીધો અને બંને ચોરોને સજા તો આપી અને ચાર રસ્તા ઉપર જાહેરમાં બાંધી પણ રાખ્યા હતા. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને છોકરાઓને એટલો માર મારવામાં આવ્યો કે એકના મોઢામાંથી રીતસરના ફીણ નિકળી રહ્યાં હતાં અને બીજાને કપાળના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું.
જો ત્યાંની પરિસ્થિતિની વાત કરીએ તો ત્યાં ઉપસ્થિત બધા લોકો ઊભા-ઊભા તમાશો જોઈ રહ્યાં હતાં. ગોળ લીમડા ચાર રસ્તા પાસે 24 કલાક પોલીસ પોઈન્ટ હોય છે તેમજ ખમાસા ચાર રસ્તા પાસે પોલીસ ચોકી પણ છે. તેમ છતા આટલી મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હવે હાલમાં આખા શહેરમાં આ વાત ફેલાઈ ગઈ છે અને લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈનું કહેવું છે કે આવું ન કરવુ જોઈએ તો કોઈ કહે છે કે હા બરાબર છે આ જ રીતે સજા આપવી જોઈએ. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે પોલીસ આ મામલે શું કરે છે અને કોને સજા આપે છે.
આ પહેલાં સુરતની એક ઘટના ભારે ચર્ચામાં આવી હતી. સુરતના માનદરવાજા વિસ્તારમાં રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો હતો. પકડાયેલા કથિત ચોરને લોકોએ માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. જો કે ચોરને લોકોએ પકડ્યા બાદ ઢોર માર મારતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. સુરતના માન દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ચોરી કરવા નીકળેલા ચોરને લોકોએ પકડી પડ્યો હતો.
બાદમાં લોકોએ કાયદાનું ઉલ્લંઘન કરીને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. લોકોએ ચોરને ઝાડ સાથે બાંધીને તને ફટકા માર્યા હતા. બાદમાં લોકોએ પોલીસ બોલાવી ચોરને પોલીસ હવાલે કર્યો હતો. પરંતુ લોકોએ ઢોર માર માર્યો હોવાને કારણે ચોરની તબિયત બગડી હતી, જેથી પોલીસ તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી તેવું સુરત શહેર પોલીસના પીઆરઓ પી.એલ. ચૌધરીએ જણાવ્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અ’વાદમાં બે ચોર ઝડપાયા, જનતાનો પિત્તો ગયો અને થાંભલે બાંધીને એવો માર માર્યો કે મોંમાથી નિકળી ગયુ ફીણ અને પછી…"
ટિપ્પણી પોસ્ટ કરો