ઋષિ કપૂરથી લઈને આ સ્ટાર્સે 2020માં દુનિયાને કહી દીધું અલવિદા, જેમાં આ નામ જાણીને તમારી આંખમાં પણ આવી જશે આસું
વર્ષ 2020 અંત તરફ છે. કોરોના વાયરસને કારણે લોકોને આ વર્ષે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. મનોરંજન ઉદ્યોગમાં પણ તેની અસર દેખાઈ. 2020 મનોરંજન ઉદ્યોગ માટે આ કોઈ ખરાબ સ્વપ્નથી કમ નથી. એક તરફ મનોરંજન ઉદ્યોગનો વ્યવસાય મધ્યમાં બંધ થઈ ગયો અને બીજી તરફ, ઘણા મોટા સ્ટાર્સ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. ઋષિ કપૂર-ઇરફાન ખાનથી લઈને સુશાંત સિંહ રાજપૂત સુધીના ઘણા મોટા સ્ટાર્સે 2020 માં આ દુનિયાને અલવિદા કહને ચાલ્યા ગયા.
અભિનેત્રી નિમ્મી
પ્રખ્યાત અભિનેત્રી નિમ્મીએ 88 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. 26 માર્ચે તે આ દુનિયા છોડીને જતી રહી. તે ઘણા મહિનાઓથી બીમાર હતી. તેણે મુંબઈના સરલા નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા.
ઈરફાન ખાન
ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ફિલ્મમેકર શૂજીત સરકારે ટ્વિટર પર ટ્વીટ કરીને ઈરફાન ખાનના નિધનની પુષ્ટિ કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું, મારો વ્હાલો મિત્ર ઈરફાન, તું લડ્યો, લડ્યો અને લડ્યો. મને હંમેશાં તારી પર ગર્વ રહેશે. આપણે ફરી મળીશું. બબિલ તથા સુતપાને આશ્વાસન. સુતપા તે આ લડાઈમાં તારીથી જે થયું તે તમામ કર્યું. શાંતિ…ઓમ શાંતિ… ઈરફાન ખાનને સલામ.
ઋષી કપૂર
તો બીજી તરફ એપ્રીલમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું હતું. ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. મુંબઈની Sir H. N. Reliance Foundation Hospital માં તેમની સારવાર ચાલતી હતી. મહાનાયક અમિતાભ બચ્ચને પણ ઋષિ કપૂરના નિધન બાદ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ઋષિ કપૂર જતા રહ્યાં, તેમનું નિધન થયું, હું તૂટી ગયો છું. તેમના નિધનથી સિનેપ્રેમીઓમાં શોકની લહેર વ્યાપી ગઈ હતી. રાજકીય નેતાઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ ઋષિ કપૂરને ટેલેન્ટના પાવરહાઉસ ગણાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.
વાજીદ ખાન
હજુ ઋષિ કપૂરના મોતના શોકમાંથી લોકો બહાર આવ્યા ન હતા કે જૂન મહિનામાં બોલિવૂડનો મોટ ઝાટકો લાગ્યો. સુપ્રસિદ્ધ સંગીત કંપોઝર જોડી સાજિદ-વાજિદના સંગીતકાર વાજિદ ખાનનું મુંબઇની એક હોસ્પિટલમાં કિડનીના ચેપ ઉપરાંત કોરોનાના કારણે મૃત્યુ થયું હતું. આજે સવારે સોનુ નિગમે સૌથી પહેલા આ સમાચારની પુષ્ટિ કરી હતી. વાજિદ ખાન ફક્ત 43 વર્ષના હતા. વાજિદ ખાનના મૃત્યુ પછી સલીમ મર્ચન્ટે કહ્યું હતું કે વાજિદ ખાનને કિડની ચેપ સંબંધિત મુશ્કેલીઓ પછી થોડા દિવસો પહેલા મુંબઇની ચેમ્બુરની સુરાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આખરે તેની સ્થિતિ વધુ બગડી હતી ત્યારબાદ તે ગંભીર થઈ જતા તેમનું નિધન થયુ હતુ.
બાસુ ચેટર્જી
લિજેન્ડરી ફિલ્મમેકર અને પટકથા લેખક બાસુ ચેટરજીનું 4 જૂને અવસાન થયું હતું. તેણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે છોટી સી બાત, રજનીગંધા, બાતો બાતો મે, એક રુકા હુઆ ફેસલા અને ચમેલી કી શાદી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું.
યોગેશ ગૌરે
પ્રખ્યાત ગીતકાર યોગેશ ગૌરે પણ 2020 માં વિશ્વને અલવિદા કહીને જતા રહ્યા હતા. યોગેશ ગૌરનું 29 મેના રોજ અવસાન થયું હતું. યોગેશે ઋષિકેશ મુખર્જી પોતાની કારકર્દીમાં બાસુ ચેટર્જી સાથે એક મહાન કાર્ય કર્યું હતું.
સુશાંત સિંહ
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેની આત્મહત્યાથી બધા ચોંકી ગયા હતા. એવું કહેવામાં આવતું હતું કે સુશાંત લાંબા સમયથી ડિપ્રેશનથી પીડિત હતો.
સરોજ ખાન
કોરિયોગ્રાફર સરોજ ખાનનું 3 જુલાઇએ કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાન થોડા સમય માટે અસ્વસ્થ ચાલી રહ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ 20 જૂનના રોજ બાન્દ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન સરોજ ખાનનો કોવિડ-19 ટેસ્ટ પણ થયો હતો. જેમાં સંક્રમણની પુષ્ટિ થઈ નહોતી. સરોજખાને ઈન્ડસ્ટ્રીને એકથી એક છઢિયાતા ગીતો આપ્યા હતા.
તેમનો જન્મ 22 નવેમ્બેર 1948ના રોજ થયો હતો. તેઓ 71 વર્ષના હતાં. તેમનું અસલ નામ નિર્મલા નાગપાલ હતું. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી હતી. સરોજ ખાન પહેલા આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર હતાં. પરંતુ 1974માં આવેલી ફિલ્મ ગીતા મેરા નામથી તેઓ કોરિયોગ્રાફર બની ગયા હતાં.
જગદીપ
દિગ્ગજ અભિનેતા અને બોલિવૂડના હાસ્ય કલાકાર જગદીપે જુલાઈમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. તે 81 વર્ષના હતા. તેમનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. તેનો જન્મ 29 માર્ચ 1939 ના રોજ થયો હતો. જગદીપે 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
તેઓનું 8 જુલાઈએ મુંબઇ સ્થિત અંધેરી નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ પોતાની કોમેડી માટે જાણીતા છે. શોલેના સૂરમાં ભોપાલી ઉપરાંત, બાળ અભિનેતા તરીકે અબ દિલ્લી દૂર નહીં, મુન્ના, આર પાર અને ‘દો બિઘા ઝમિન’ જેવી ફિલ્મો માટે જાણીતા હતા.
કુમકુમ
લિજેન્ડરી એક્ટ્રેસ કુમકુમનું 28 જુલાઈના રોજ અવસાન થયું હતું. અભિનેત્રી 86 વર્ષની હતી. તેણે મધર ઈન્ડિયા, કોહિનૂર, એક સપેરા એક લૂટેરા અને નયા દૌર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
સમીર શર્મા
ટીવી એક્ટર સમીર શર્માએ ઓગસ્ટ મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. સમીર શર્મા ક્યોકી સાંસ ભી કભી બહુ થીમાં કામ કરી ચુક્યા છે. તેમની ઉંમર 44 વર્ષની હતી. સમીરે મલાડ વેસ્ટ સ્થિત નેહા સીએચએસ બિલ્ડિંગમાં તેના ઘરે ફાંસી લગાવી લીધી હતી.
એસપી બાલાસુબ્રમણ્યમ
દીદી તેરા દીવાના દીવાના’ જેવા ગીતો ગાઈને હિન્દી ઉદ્યોગમાં ફેમસ થયેલા દિગ્ગજ ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનું 25 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમની ઉમર 74 વર્ષની હતી. એસપી બાલાસુબ્રમણ્યમની વિદાયથી સમગ્ર મનોરંજન જગત શોકમાં સરી પડ્યું હતું. એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમે પહલા પહલા પ્યાર હૈ, મેરે રંગમે રંગને વાલી, ધિકતાના-ધિકતાના, મેરે જીવન જીવનસાથી, મુઝસે જુદા હોકર, આજા શામ હોને આઈ, હમ બને તુમ બને, વાહ વાહ રામજી જેવા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો.
સીન કોનેરી
લિજેન્ડરી એક્ટર સીન કોનેરીનું 31 ઓક્ટોબરના રોજ અવસાન થયું હતું. તેઓ 90 વર્ષના હતા. સીન કોનેરીએ જ જેમ્સ બોન્ડનું પાત્ર પહેલીવાર ભજવ્યું હતુ. તેઓ 7 ફિલ્મોમાં બોન્ડની ભૂમિકા નિભાવી ચુક્યા હતા.
ફરાઝ ખાન
અભિનેતા ફરાઝ ખાનનું 4 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. તે 46 વર્ષનો હતો. બેંગલુરુની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતો. પૂજા ભટ્ટે આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
દિવ્યા ભટનાગર
ટીવી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું 7 ડિસેમ્બરે અવસાન થયું હતું. દિવ્યા કોરોના વાયરસનો શિકાર બની હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વીજે ચિત્રા
9 ડિસેમ્બરે દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી અને વીજે ચિત્રા એક હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીજે ચિત્રાએ મોડી રાત્રે આત્મહત્યા કરી લીધી હતી સાઉથની અભિનેત્રી વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. વીજે ચિત્રાની ઉંમર માત્ર 28 વર્ષ હતી. તેણે હાલમાં જ ચેન્નાઈના એક જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઈ કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ઋષિ કપૂરથી લઈને આ સ્ટાર્સે 2020માં દુનિયાને કહી દીધું અલવિદા, જેમાં આ નામ જાણીને તમારી આંખમાં પણ આવી જશે આસું"
ટિપ્પણી પોસ્ટ કરો