બોલિવૂડ સ્ટાર્સ લગ્નના કવરમાં મુકે છે માત્ર આટલા જ રૂપિયા, રકમ સાંભળીને તમે પણ બોલી ઉઠશો આટલા બધા કંજૂસ….
લગ્ન હોય કે પાર્ટી, દરેકને પસંદ હોય છે. લગ્ન બેંડ બાજા અને બારાત દરેક ભારતીયની પસંદ હોય છે. ભારતમાં જ્યારે પણ લગ્ન નક્કી થાય છે ત્યારે તેને મોટું શુકન ગણાય છે. સાથે જ તે ઘરમામં આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. કેમકે લગ્ન એક નવા સંબંધની શરૂઆત હોય છે.
ભારતીયો લગ્નને એક તહેવારની જેમ મનાવે છે અને તેની તૈયારીઓ પણ ધામધૂમથી કરે છે. આ સાથે સ્વાદિષ્ટ ભોજન પણ તૈયાર કરાય છે. જ્યારે મહેમાન આવે છે ત્યારે ગિફ્ટ લઈને આવે છે.. કેમકે એવી માન્યતા છે કે ગિફ્ટ વિના લગ્નમાં જવું જોઈએ નહીં. આ સિવાય જો તમે ગિફ્ટ નથી લઈ શક્યા તો તમે કવર આપો છો.આ એક આર્શીવાદ અને પ્રથા બની ચૂક્યું છે. જ્યારે તમે ગિફ્ટને બદલે કવર આપો છો તો તમારે શરમ કે નાનપ અનુભવવી પડતી નથી. જ્યારે તમે કવર કરો છો ત્યારે તમે અસમંજસમાં રહો છો કે તમે તેમાં કેટલા રૂપિયા મૂકશો. દરેક વ્યક્તિ પોતાના સંબંધ અનુસાર કવરમાં રૂપિયા મૂકે છે. આ સિવાય તે સમયે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે તમે કોના લગ્નમાં જઈ રહ્યા છો. સંબંધોને તમારા બજેટમાં કઈ રીતે ફિટ કરવા એ પણ એક કળા છે. તેના આધારે તમારે કવરની રકમ નક્કી કરવાની રહે છે.
ક્યારેક તમે વિચાર્યું હશે કે જ્યારે બોલિવૂડ સ્ટાર્સ લગ્નમાં જાય છે ત્યારે કેટલા રૂપિયા કવરમાં આપતા હશે. આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે બોલિવૂડના અમીર સ્ટાર્સ કવરમાં કેટલા રૂપિયા આપે છે. અનેક મોટા સ્ટાર્સ કે કોઈ મોટું નામ હોય જ્યારે તેમને ત્યાં લગ્ન હોય ત્યારે મીડિયાની નજર તેમની પર સતત રહ્યા કરે છે.
મોટા સ્ટાર્સના લગ્નમાં જ્યારે કોઈ આવે છે તો ફોટોગ્રાફર ફોટો લેવામાં વ્યસ્ત થઈ જાય છે. આ સમયે એક વાત તમારા મનમાં આવે છે કે જ્યારે લોકો લગ્ન પાર્ટીમાં આવે છે તો કોઈ તેમનાથી વધારે અમીર તો કોઈ ઓછું અમીર હોય છે. તેમાં બોલિવૂડ સુપરસ્ટાર કેવી રીતે નક્કી કરતા હશે કે તેઓએ શું ગિફ્ટ આપવી. અથવા જો તેઓ કવર કરે છે તો તેઓ કેટલા રૂપિયા તેમાં આપે છે.
કપિલ શર્માના એેક શોમાં અમિતાભ બચ્ચનને એક સવાલ પૂછાયો કે જ્યારે તેઓ કોઈ લગ્નની પાર્ટીમાં જાય છે તો તેઓ કવરમાં કેટલા રૂપિયા આપે છે. ત્યારે તેઓએ કહ્યું કે ઈન્ડસ્ટ્રીના દરેક સ્ટાર્સ શુકન ગણાતા આ કવરમાં ફક્ત 101 રૂપિયા આપે છે.
કદાચ આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. મહાનાયક અમિતાભ બચ્ચને તેનું કારમ પણ આપ્યું હતું. તેનું કારણ આપતાં અમિતાભે કહ્યું કે જ્યારે પણ કોઈ લગ્ન પાર્ટીમાં કોઈ ડાયરેક્ટર, ફિલ્મ નિર્માતા કે પછી કોઈ જૂનિયર આર્ટિસ્ટને બોલાવાય છે ત્યારે તેઓ સંકોચ કરે છે કે કવરમાં કેટલા રૂપિયા રાખવામાં આવે. આ કારણોને ધ્યાનમાં રાખીને 101 રૂપિયાની સામાન્ય રકમ શુકન માનીને નક્કી કરાઈ છે. જેના કારણે કોઈને લગ્નની પાર્ટીમાં આવવાનો સંકોચ કે મુશ્કેલી રહે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બોલિવૂડ સ્ટાર્સ લગ્નના કવરમાં મુકે છે માત્ર આટલા જ રૂપિયા, રકમ સાંભળીને તમે પણ બોલી ઉઠશો આટલા બધા કંજૂસ…."
ટિપ્પણી પોસ્ટ કરો