ગુજરાતની વધારે એક સિદ્ધિ વિશ્વના ફલક પર છવાઈ જશે, ખંભાતનું અખાત દુનિયાના હોઠે રમતું થશે!
ગુજરાત હવે વિશ્વ ફલક પર છવાઈ જવા લાગ્યું છે. રોજ કોઈને કોઈ નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે ત્યારે હવે ફરી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલની વાત કરીએ તો ગુજરાત રાજ્યની સ્થાપના પછીના ગુજરાત સરકારના સૌથી મોટા ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરમાં મોટાભાગના અભ્યાસો પૂર્ણ થઈ ગયા છે અને હવે રાજ્ય સરકાર કેન્દ્રીય અર્થ સાયન્સિસ મંત્રાલય હેઠળની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેક્નોલોજી એનઆઈઓટીને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ડીપીઆર બનાવવાનું કામ સોંપી રહી છે, જે આવ્યા બાદ રાજ્ય સરકાર આ પ્રોજેક્ટમાં નક્કર કામગીરી શરૂ કરવાનો ઇરાદે ધરાવે છે.
જો આ વિશે વિગતે વાત કરીએ તો આ સૂચિત મહાકાય પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે 30 કિલોમીટરનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર યોજના પાછળ રૂ. 92 હજાર કરોડથી વધુ ખર્ચ થવાનો અંદાજ છે.
આ વિશે વાત કરતાં રાજ્યના જળસંપત્તિ ક્ષેત્રના મુખ્યમંત્રીના સલાહકાર બાબુભાઈ નવલાવાલાએ જણાવ્યું હતું કે-કલ્પસર યોજનામાં કુલ 33 અભ્યાસ અહેવાલો પૈકી 28 પૂર્ણ થઈ ગયા છે અને બાકીના પાંચ પણ હવે પૂરા થવાને આરે છે, એટલે એનઆઈઓટીને ડીપીઆર માટે એપ્રોચ કરાયો છે, એની પાસેથી દરખાસ્ત આવ્યા બાદ ડીપીઆરનું કામ તેના દ્વારા શરૂ થશે અને એ રિપોર્ટ આવ્યા પછી પ્રોજેક્ટની કામગીરી શરૂ કરાશે.’
હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો અભ્યાસ રિપોર્ટ્સ તૈયાર કરવા પાછળ અત્યાર સુધી આશરે રૂ. 150 કરોડ ખર્ચાયા હોવાનું કલ્પસર પ્રભાગ તરફથી જણાવાઈ રહ્યું છે, જો કે બીજી તરફ વાત કરીએ તો કેશુભાઈ પટેલ શાસનમાં પ્રોજેક્ટને નામે ખર્ચાયેલા અબજો રૂપિયા, આમા ગણતરીમાં લેવાયા નથી. જ્યારે આ સૂચિત પ્રોજેક્ટથી સર્જાનારી પર્યાવરણીય અસરો વિશે પૂછવામાં આવ્યું ત્યારે બી.એન. નવલાવાલા કહે છે કે, ‘2005ના અરસામાં પર્યાવરણીય અસરો અંગે પ્રાથમિક રિપોર્ટ તૈયાર થયેલો છે પણ આ 15 વર્ષ જૂનો છે. અને અત્યારે આ રિપોર્ટનું કોઈ મહત્ત્વ રહ્યું નથી, હવે જે ડીપીઆર તૈયાર થશે, એમાં એન્વાયરનમેન્ટલ ઇમ્પેક્ટની બાબતો આવશે ત્યારે બધી ખબર પડશે.’
જો ડેમની વિશેષતા વિશે વાત કરીએ તો ખંભાતના અખાતમાં ભાવનગર અને દહેજ વચ્ચે 30 કિમીનો ડેમ બનશે. ડેમની ઊંચાઈ મહત્તમ ઊંચાઈ 5 મીટર રહેશે. સિંચાઈથી 10 લાખ 54 હજાર હેક્ટર જમીન નવસાધ્ય થવાનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. વિવિધ સ્થળોએ પાણી લિફ્ટ કરવા માટે વર્ષે 700 મેગાવોટ વીજળીની જરૂર પડશે, જેના માટે 13 પમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે. જળાશયમાં 77,700 લાખ ઘનમીટર મીઠું પાણી ઉપલબ્ધ થશે, જેમાંથી 56,000 લાખ ઘનમીટર પાણી સિંચાઈ માટે ખેડૂતોને, 8,000 લાખ ઘનમીટર પાણી ઘરવપરાશ માટે તથા 4,700 લાખ ઘનમીટર જથ્થો ઉદ્યોગોને આપવાનું આયોજન પણ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતની વધારે એક સિદ્ધિ વિશ્વના ફલક પર છવાઈ જશે, ખંભાતનું અખાત દુનિયાના હોઠે રમતું થશે!"
ટિપ્પણી પોસ્ટ કરો