રાહતના સમાચાર : ઉતરાયણ બાદ લોકોને મળી શકે છે કોરોના વેક્સિન, યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે કામ
ગુજરાતમાં દિવાળી બાદ વધેલા કેસમાં હવે ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બીજી રાહતની વાત એ છે કે કોરોના વેક્સિન પણ ટુંક સમયમાં લોકોને મળી જશે. નોંધનિય છે કે સોલા સિવિલમાં કોવિડની ટ્રાયલ વેક્સિન ‘કોવેક્સિન’ આપવાનું કાર્ય ઝડપભેર કામ ચાલી રહ્યું છે. તેમજ 25 દિવસમાં ટ્રાયલ વેક્સિન કમિટી દ્વારા 500થી વધુ વોલન્ટિયર્સને સફળતાપૂર્વક ટ્રાયલ વેક્સિન અપાઇ છે. તેમજ હોલ વાયરોન ઇનએક્ટિવ વેક્સિન હોવાથી કોઇને પણ આડઅસર નથી.
ચાર દિવસમાં ટ્રાયલ વેક્સિનનો સેકન્ડ ડોઝ શરૂ કરાશે

આ ઉપરાંત આગામી ચાર દિવસમાં ટ્રાયલ વેક્સિનનો સેકન્ડ ડોઝ શરૂ કરાશે, જેથી ઉત્તરાયણ પછી આ વેક્સિન લોકોને મળી રહેવાની આશા છે. સોલા સિવિલની કોવિડ ટ્રાયલ વેક્સિન કમિટીનાં પ્રિન્સિપલ ઇન્વેસ્ટીગેટર ડો. પારુલ ભટ્ટે જમાવ્યું હતું કે, વેક્સિન લેનાર પ્રથમ 130 વોલન્ટિયર્સને બીજો ડોઝ અપાયા બાદ 10-15 દિવસમાં વેક્સિનના પરિણામ જાણી શકાશે. આ ટ્રાયલ વેક્સિન હોલ વાયરોન ઇનએક્ટિવ વેક્સિન છે, જેથી વેક્સિન લેનાર વોલન્ટિયર્સને આડઅસરની શક્યતા નહિવત છે.
હોળી પહેલા આવી જશે કોરોના વેક્સિન
તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ગુરૂવારે કહ્યુ કે, તેમને વિશ્વાસ છે કે કોરોના વાયરસ વેક્સિન આગામી ત્રણ-ચાર મહિનામાં તૈયાર થઈ જશે. તેમણે તે પણ કહ્યું કે, 135 કરોડ ભારતીયોને તેને ઉપલબ્ધ કરાવવાની પ્રાથમિકતા વૈજ્ઞાનિક મૂલ્યાંકન પર આધારિત હશે. સ્વાસ્થ્ય મંત્રીએ આ વાત ફિક્કી એફએલઓના એક વેબિનારને સંબોધિત કરતા કહી હતી. વેક્સિનની પ્રાથમિકતા વૈજ્ઞાનિક ડેટાના આધાર પર નક્કી કરવામાં આવશે.
રોના વોરિયર્સને પ્રાથમિકતા આપવામાં આવશે
સ્વાસ્થ્ય કર્મચારી અને કોરોના વોરિયર્સને સ્વાભાવિક રૂપથી પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારબાદ વૃદ્ધો અને રોગ-ગ્રસ્ત લોકોને રસી આપવામાં આવશે. રસીકરણ માટે ખુબ વિસ્તૃત યોજના પર કામ ચાલી રહ્યું છે. તેના બ્લૂપ્રિન્ટ પર ચર્ચા કરવા માટે એક ઈ-વેક્સિન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આશા છે કે 2021 આપણા બધા માટે એક સારૂ વર્ષ હશે.
અમે ઘણું સારૂ કામ કર્યું

કોરોના નિવારણને લઈને કેન્દ્ર સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા, સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, પાછલા કેટલાક મહિનામાં મહામારી સામે લડવા માટે ખુબ સાહસિક પગલા ભર્યા છે. જનતા કર્ફ્યૂ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અનોખો પ્રયોગ હતો. તેમાં નાગરિકોની રાષ્ટ્રવ્યાપી ભાગીદારી હતી. લૉકડાઉન અને અનલૉક લાગૂ કરવાનો નિર્ણય મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કેટલાક સાહસિક નિર્ણય હતા. અમે ઘણું સારૂ કામ કર્યું છે.
સરકાર આ લડાઈ દરમિયાન ખુબ સક્રિય રહી

હર્ષવર્ધને કહ્યુ કે, સરકાર આ લડાઈ દરમિયાન ખુબ સક્રિય રહી. કોરોનાને ધ્યાનમાં રાખી યોગ્ય સમય પર એરપોર્ટ, બંદર અને જમીન સરહદો પર સર્વેલાન્સ શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 11 મહિનાનો હિસાબ આપતા સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ઓછા સમયમાં મહામારીના પ્રકોપને નિયંત્રિત કરનારા ટોચના દેશોમાં ભારત સામેલ છે. તેમણે કહ્યું કે, શરૂઆતમાં આપણે પીપીઈ કિટ, વેન્ટિલેટર અને એન-95 માસ્કની કમીનો સામનો કરવો પડ્યો, પરંતુ થોડા મહિનામાં આપણે આ વસ્તુને દુનિયાના વિવિધ ભાગમાં નિકાસ કરવામાં સક્ષમ થઈ ગયા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "રાહતના સમાચાર : ઉતરાયણ બાદ લોકોને મળી શકે છે કોરોના વેક્સિન, યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે કામ"
ટિપ્પણી પોસ્ટ કરો