ધનિક નબિરાએ 10 લાખની બાઈક પર 100 કિમીની સ્પીડે લીધો ખતરનાક ટર્ન, બાઇક સ્લિપ થઈ જતાં વાપીના વેપારી પુત્રનું કરુણ મોત
આપણે એક કહેવત છે કે ગુર્ઘટના કરતા દેર ભલી, પરંતુ આજની યુવા પેઢી ઝડપની મજામાં પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. આવી એક દુર્ઘટના સામે આવી છે દમણ ખાતે. જ્યાં એક બટાકા વેપારીના પુત્રનું અકસ્માતંમાં નિધન થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દમણ – વાપી મુખ્ય માર્ગ ઉપર વરકુંડ સ્થિત સંત નિરંકારી હોલ નજીક હાર્ડલી ડેવિડસનની સ્પોર્ટ્સ બાઇકનો ચાલક 100ની સ્પીડમાં ટર્ન મારવા જતાં નિયંત્રણ ગુમાવ્યું હતું. બાઇક સ્લિપ મારીને સીધી ઘસડાઇને ડિવાઇડર સાથે અથડાતાં વાપીના વેપારી પુત્ર-ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્રને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઇને તેઓ પરત ફરી રહ્યા

અત્રે મળતી માહિતી પ્રમાણે વાપી આનંદ નગર સ્થિત ભોલેબાબા આશ્રમ નજીક રહેતા અને માર્કેટમાં બટાકાના હોલસેલ વેપારી ઓમપ્રકાશ ઠાકુરનો 38 વર્ષીય પુત્ર જયદીપસિંગ પોતાની હાર્ડલી ડેવિડસન સ્પોર્ટ્સ બાઇક લઇને રાત્રે દમણથી તેમના 30 વર્ષીય મિત્ર જિજ્ઞેશ મનસુખભાઇ રાજપૂત સાથે વાપી તરફ આવી રહ્યા હતા.

આ દરમિયાન 800 સીસીની સ્પોર્ટ્સ બાઇક લઇને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે વાપી દમણ મુખ્ય માર્ગ ઉપર વરકુંડના સંત નિરંકારી હોલ નજીક વળાંકમાં ઓવર સ્પીડને લઇને ટર્નિંગમાં ચાલક નિયંત્રણ ન કરી શકતાં બાઇક રોડ ઉપર સ્લિપ થઇને ડિવાઇડરમાં અથડાઈ હતી. બાઇકચાલક જયદીપસિંગનું માથું ડિવાઇડરમાં ભટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત થયું હતું, જ્યારે પાછળ બેસેલા મિત્ર જિજ્ઞેશ રાજપૂતને માથા તથા પેટના ભાગે ઇજા પહોંચતાં 108 દ્વારા દમણની મરવડ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
દમણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી

નોંધનિય છે કે આ અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક દમણ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં બાઇકની પાછળ બેસેલા મૃતકના મિત્ર જિજ્ઞેશ રાજપૂતે જણાવ્યું હતું કે શનિવારે મારી બાઇક લઇને જયદીપ વાપી ગયો હતો. વાપીમાં તેમના ઘરે મૂકેલી મારી બાઇક લેવા માટે દમણથી વાપી જવા માટે નીકળ્યા હતા.
જોકે બાઇકની વધારે સ્પીડ હોવાથી વળાંકમાં કંટ્રોલ રહ્યો ન હતો અને બાઇક સ્લિપ થઇને ડિવાઇડર સાથે અથડાઈ હતી. હું અને મારો મિત્ર બંને અકસ્માત બાદ ત્યાં જ બેભાન થઇને ઢળી પડ્યા હતા. હાલ હું મુંબઇ રહું છું, જયા મૃતક સાથે મારો પરિચય થયા બાદ મિત્રતા થઇ હતી. લોકડાઉન બાદ હું મુંબઇથી દમણ રહેવા માટે આવી ગયો છું. પુત્રના મોતના સમાચાર આવતા પરિવારમાં માતમ થવાઈ ગયો હતો.
એક કારના એન્જિન જેટલી ક્ષમતા

હાર્ડલી ડેવિડસનની 800થી વધુ સીસીની આ બાઇકની કિંમત અંદાજે 10 લાખ રૂપિયા આસપાસ છે. આ બાઈકમાં એક કારના એન્જિન જેટલી ક્ષમતા હોવાથી તે ગણતરીની સેકન્ડમાં 100થી વધુની સ્પીડ પકડી લે છે. વાપીમાં આવી સ્પોટર્સ બાઈક માજી કાઉન્સિલર અને વેપારી પુત્ર પાસે જ છે. જોકે આજની યુવા પેઢી સ્પીડની રોમાંચમાં વધારે સીસીની બાઇક ખરીદતા હોય છે. જોકે એવો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ન હોવાથી ગતિની મજામાં ક્યારેક જીવ ગુમાવી બેસતા હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ધનિક નબિરાએ 10 લાખની બાઈક પર 100 કિમીની સ્પીડે લીધો ખતરનાક ટર્ન, બાઇક સ્લિપ થઈ જતાં વાપીના વેપારી પુત્રનું કરુણ મોત"
ટિપ્પણી પોસ્ટ કરો