ક્રિસમસ પર પ્રિયંકા પતિ નિક સાથે જોવા મળી ખાસ કોટમાં, કિંમત જાણીને આંખો ખુલ્લી રહી જશે

પ્રિયંકા ચોપરા અવાર નવાર પોતાની આદતો અને આઉટફિટના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે તેના પતિ નિક સાથેના કેટલાક ફોટો પણ વાયરલ કરતી રહે છે. ફેન્સ પ્રિયંકાની આ પોસ્ટ ખૂબ જ લાઈક કરે છે. પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ફિલ્મો કરતાં પણ વધારે ચર્ચામાં છે. પ્રિયંકાની વાત કરીએ તો નિક જોનસ સાથે લગ્ન કર્યા બાદ સોશ્યલ મીડિયામાં અવાર નવાર તેનું નામ આવતું રહે છે. તેની પોસ્ટમાં તેના પતિ નિક પણ જોડાયેલા રહે છે.

image source

હાલમાં પ્રિયંકાએ પોતે ફરીથી એક પોસ્ટ વાયરલ કરી છે. જેમાં તેણે પતિ નિક જોનસની સાથે ક્રિસમસ સેલિબ્રેશનનો ફોટો મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પ્રિયંકા લંડનમાં છે. તે પોતાના નવા પ્રોજેક્ટના શૂટિંગના કામમાં વ્યસ્ત રહે છે. પતિ નિક જોનસની સાથે પ્રિયંકા સમય વીતાવી રહી છે. આ સાથે જ ફોટોમાં તમે જોઈ શકો છો કે વ્હાઈટ કોટમાં પ્રિયંકા ખૂબ જ ક્યૂટ લાગે છે. તેના પતિ નિક જોનસે બ્લેક આઉટફિટ પહેર્યા છે.

image source

બ્લેક અને વ્હાઈટમાં આ જોડીનો લૂક કમાલ લાગી રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે પ્રિયંકાએ અહીં જે કોટ પહેર્યો છે તેની કિંમત કેટલી છે..તમને જાણીને નવાઈ લાગશે કે પ્રિયંકાના આ કોટની કિંમત 52 હજાર રૂપિયાની છે. પ્રિયંકાએ આ મૈકેજ નામના લેબલથી ખરીદ્યો છે.

image source

જ્યારે પ્રિયંકાએ ફોટો વાયરલ કર્યો ત્યારે તેની જ ચર્ચા થઈ રહી હતી. પરંતુ જ્યારે તેના કોટની કિંમત સામે આવી ત્યારે લોકો તે કોટની ચર્ચા કરવા લાગ્યા. આ ખાસ કોટની ચર્ચાના કારણે પ્રિયંકા પણ ચર્ચામાં આવી ચૂકી છે.

image source

પ્રિયંકાની કરિયરની વાત કરીએ તો હાલમાં પ્રિયંકા ચોપરા છેલ્લે એક હિંદી ફ્લિમ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી. તેમાં તેની સાથે ઝાયરા વસીમ અને ફરહાન અખ્તર પણ હતા. તેમની આગામી વર્કફ્રન્ટની વાત કરીએ તો તે નેટફ્લિક્સ પર રીલિઝ થનારી ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગરમાં જોવા મળશે. આ સાથે જ પ્રિયંકા ચોપરા પોતાની બુક પણ આવનારા વર્ષે લોન્ચ કરવાના પ્લાનમાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "ક્રિસમસ પર પ્રિયંકા પતિ નિક સાથે જોવા મળી ખાસ કોટમાં, કિંમત જાણીને આંખો ખુલ્લી રહી જશે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel