CCTVમાં કેદ થઈ કંપારી છુટી જાય એવી ઘટના, અમદાવાદમાં આ શખ્સે રાત્રે કુતરા પર નિર્દયતાની હદ વટાવી
અમદાવાદમાં એક ભયાનક વીડિયો ફુટેજ સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ સૂતા કૂતરા પર સ્કૂટી ચડાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં આવેલા પાલડી વિસ્તારમાં આવેલી સોસાયટીની આ ઘટના જ્યારે કેટલાક પશુ સંગઠનોની નજરમાં આવી ત્યારે તેણે તે વ્યક્તિ સાથે વાત કરી તો તેણે ધમકી પણ આપી હતી. હવે આ ઘટના ખુબ વાયરલ થઈ રહી છે અને લોકો આ શખ્સ પર ફિટકાર વરસાવી રહ્યાં છે.

પાલડી વિસ્તારમાં રહેતી અને પશુ કલ્યાણ સંસ્થા ચલાવતા દીપાબેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રંગ વિહાર સોસાયટીના રહેવાસીએ ગત એપ્રિલમાં એક વીડિયો આપ્યો હતો. સોસાયટીનો બીજો રહેવાસી મરકડ પંડિત કૂતરાને લાકડી વડે મારતો નજરે પડ્યો હતો. દીપાબહેને કૂતરાની સાથે આવું વર્તન ન કરવા પણ કહ્યું હતું.

23 ડિસેમ્બરે ફરી એક પ્રાણીની સંસ્થામાં એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં પંડિતે કૂતરા પર એક્ટિવા ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કૂતરાના પગમાં ઈજા થઈ છે. આ સમયે, દીપાબહેને પંડિતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તું કુતરાઓ સાથે કેમ આ રીતે વર્તન કરે છે. તેના પર પંડિતે દીપાબેનને ધમકી આપી હતી. દીપાબેને જણાવ્યું હતું કે પંડિતનો તેની સાથે ઝઘડો થયો હતો અને તેણે એવી પણ ધમકી આપી હતી કે તમને જોઈ લઈશ. દીપાબેને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પહેલાં પણ એક ઘટના સામે આવી હતી કે, સાપુતારા પોલીસે બંદોબસ્ત દરમિયાન પિકઅપ વાનમાં કતલ ખાને લઈ જતા તસ્કરોને બે ભેંસ અને એક પાડા ને બચાવી લેવાયા હતા સાથે 3 આરોપી ને ઝડપી કાર્યવાહી હાથ ધરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. મળતી માહિતી મુજબ કોરોના મહામારી ના બંદોબસ્ત માટે સાપુતારા પીએસઆઈ સહિત સામગહન ત્રણ રસ્તા પર ફરજ બજાવી રહ્યા હતા તે દરમિયાન સામગહન થી આહવા માર્ગ ઉપર એક શંકાસ્પદ પિકઅપ ન જીજે 15 ઝેડ 5384 પસાર થઈ રહી હતી તેને અટકાવી તપાસ હાથ ધરતા તેમાં પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે દોરડાંથી ક્રૂર ખીચોખીચ બાંધી કતલ કરવાના ઇરાદે હેરફેર બે ભેંસ અને એક પાડા બચાવી લેવાયા હતા.

પોલીસે સાજીદ ઈબ્રાહીમ વાની(33) ફારૂક અબ્દુલ સેનકીયા( 34) સૌક્ત મુલ્લા ચૌહાણ(30) આશ્પાક સૈયદ વાની (22).તમામ રહે નાંદનપેડા તા.આહવા જિલ્લા ડાંગ સામે પશુ અત્યાચાર અધિનિયમ 1960ના કાયદાની કલમ 11 (ક) (ઘ) (ચ)(ઝ) (ડ) તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ2011 ની કલમ 2 (ક)(3) તથા કેન્દ્રીય મોટર અધિનિયમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "CCTVમાં કેદ થઈ કંપારી છુટી જાય એવી ઘટના, અમદાવાદમાં આ શખ્સે રાત્રે કુતરા પર નિર્દયતાની હદ વટાવી"
ટિપ્પણી પોસ્ટ કરો