આ વ્યક્તિએ કાતર અને કાંસકો ઉપાડીને પોતાના જ વાળ કાપવાનું કર્યું શરૂ, વીડિયો જોઈ માંથુ પકડી જશો

આઈએએસ અધિકારી અવનીષ શરણ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને રમુજી વીડિયો શેર કરીને તેના ફોલોઅર્સને મનોરંજન પુરુ પાડે છે. આ વખતે તેણે પોતાના જ વાળ કાપતા એક વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમે પણ હસશો અને શેર કરીને બીજાને પણ હસાવી શકો છો. વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો હજામત કરવાથી શરમાતા હોય છે, કારણ કે તેઓને લાગે છે કે તેમના વાળને કંઈ નુકસાન ન થવું જોઈએ. પરંતુ આ માણસે કોઈ મદદ વિના પોતાના વાળને કાપી નાખ્યા, તે પણ એક ભવ્ય સ્ટાઈલમાં.

image source

વીડિયોમાં જોઈ શકાય છે કે તેના એક હાથમાં કાંસકો છે અને બીજા હાથમાં કાતર છે. તે પહેલા કાંસકો ફેરવે છે અને કાતર ચલાવવાનું શરૂ કરે છે. તેના વાળ સંપૂર્ણ રીતે કાપવામાં આવી રહ્યા છે. વીડિયો જોઈને તો એવું જ લાગે છે કે કોઈ તેના વાળ કાપી રહ્યું છે, પરંતુ પછી ખબર પડે છે કે તે પોતે જ પોતાના વાળ કાપી રહ્યો છે. શક્તિમાન સીરિયલનું ગીત પણ પાછળથી ચાલી રહ્યું છે.

image source

વીડિયો શેર કરતી વખતે અવનીષ શરણે કેપ્શનમાં લખ્યું, ‘અમેઝિંગ ટેલેન્ટ.’ તેણે આ વીડિયો 8 ડિસેમ્બરે શેર કર્યો છે, જેના અત્યાર સુધીમાં 14 હજારથી વધુ વ્યૂઝ આવી ચૂક્યા છે. 1.8 હજાર લાઈક્સ અને 200 થી વધુ રિ-ટ્વિટ પણ કરવામાં આવ્યા છે. લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. હવે આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને શેર કરવામાં આવી રહ્યો છે.

આ સિવાયના એક વાળંદની કહાની પણ ભારે ચર્ચામાં છે. બધાની ઈચ્છા હોય કે વાણંદ તમે ઈચ્છો એ મુજબના વાળ કટ કરી આપે. પરંતુ ચીનમાં એક વાણંદને આ વાત થોડી વધારે ડિટેઈલમાં સમજાવવી પડે તેમ છે. એક ફેશનેબલ ગ્રાહકે મોબાઈલમાંથી એક મોડલનો વીડિયો બતાવ્યો. ગ્રાહકને મોડલ જેવા વાળ કપાવવાની ઈચ્છા હતી.

પરંતુ તે અંદર દેખાતા ‘પ્લે’ જેવા આઈકોનને જોવાનું ભૂલી ગયો. અને વાણંદે તેને બંને બાજુ ‘પ્લે’ આઈકોન બનાવી આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ હેર સ્ટાઈલિસ્ટે વિચાર્યું કે ગ્રાહકને ટ્રેન્ડી હેર સ્ટાઈલ જોઈએ છીએ. પરિણામે તેને માથાની બંને બાજુએ પ્લે આઈકોન કરી નાખ્યું. આ ઘટનાને એક બ્લોગર દ્વારા ચીનના ટ્વીટર જેવા પ્લેટફોર્મ વેઈબો પર 30મી ડિસેમ્બરે પોસ્ટ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ પોસ્ટને 20,000 કમેન્ટ્સ અને 78,000થી વધારે લાઈક્સ મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "આ વ્યક્તિએ કાતર અને કાંસકો ઉપાડીને પોતાના જ વાળ કાપવાનું કર્યું શરૂ, વીડિયો જોઈ માંથુ પકડી જશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel