વજન ઉતારવા કામની છે આ ટિપ્સ, કપિલ શર્મા બાદ તમે પણ કરી લો ટ્રાય
ટીવીના સૌથી જાણીતા કોમેડી શો કપિલ શર્મા હોસ્ટ કરનારા કપિલ શર્મા હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં જોવા મળે છે. આ વખતે તેઓ પોતાના ઘટાડેલા વજનને લઈને ચર્ચામાં છે. એક સમયે વધેલા વજન બાદ હવે તેઓ ફિટનેસને લઈને ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તેઓએ હવે તેમની ફિટનેસને લઈને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત કરી છે. તેઓએ 1-2 કિલો નહીં પણ 11 કિલો વજન ઉતાર્યું છે અને તેઓ ચર્ચામાં રહ્યા છે.

કપિલ શર્મા ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. વેબ શો માટે કપિલ શર્માએ 11 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. કપિલ શર્માના શોના સેટ પર ગોવિંદાની સામે કોમેડિયને આ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો.તો તમે પણ જાણી લો આ ખાસ ફિટનેસ ટિપ્સ જેની મદદથી કપિલ બન્યા છે ફિટ. તમે પણ વજન ઉતારવા ઈચ્છો છો તો આ ટિપ્સને ટ્રાય કરી શકો છો.

કપિલ શર્માએ અહીં ટ્રાન્સફોર્મેશન પર ખાસ ખુલીને વાત કરી નથી પણ તેમનું ઘટેલું વજન જોઈને કોઈ પણ કહી શકે કે તેઓએ તેને માટે ખૂબ મહેનત કરી છે. હાલમાં કપિલ શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં કપિલે ખુલાસો કર્યો કે તેઓએ ઘણું વજન ઉતારી દીધું છે.

મળતી માહિતી અનુસાર કપિલ શર્માનો આ વીડિયો તેમના શો પર જોવા મળતી અર્ચના પુરણ સિંહે બનાવ્યો હતો. આ વીડિયોમાં વાત કરતાં કપિલ શર્માએ કહ્યું કે તેઓએ કઈ રીતે તેમનું 92 કિલોનું વજન 81 કિલો કર્યું. એટલે કે તેઓએ 11 કિલો વજન ઘટાડ્યું છે.

દિવાળીના પ્રસંગે તેણે આખા પરિવાર સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તે એકદમ અલગ અને ફીટ લાગી રહી હતી. તાજેતરમાં જ દિવાળી નિમિત્તે તેણે આખા પરિવાર સાથે એક તસવીર શેર કરી હતી, જેમાં તે એકદમ અલગ અને ફીટ લાગી રહ્યો હતો. આ તસવીરમાં તેની સાથે તેની માતા, પત્ની ગિન્ની અને પુત્રી છે.
લોકડાઉન થયાના લગભગ સાડા ત્રણ મહિનાથી બંધ રહ્યો હતો પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ આ શોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સમય દરમિયાન કોરોનાથી સંબંધિત તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. પ્રેક્ષકો પણ શોમાં પણ આવતા નથી પરંતુ કાર્ડબોર્ડથી કટઆઉટ તૈયાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા શોની સાથે સાથે પોતાની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપે છે અને સોશ્યલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. તો તમે પણ અપનાવી લો આ ટિપ્સ અને ઉતારી લો તમારું વજન.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વજન ઉતારવા કામની છે આ ટિપ્સ, કપિલ શર્મા બાદ તમે પણ કરી લો ટ્રાય"
ટિપ્પણી પોસ્ટ કરો