શિયાળામાં દરેક લોકોએ ખાસ પીવો જોઇએ ગાજરનો જ્યૂસ, આંખોથી લઇને સ્કિન માટે છે બહુ જ ગુણકારી
સતત ઉંમર વધવાની સાથે શરીરમાં નબળાઇ પણ આવે છે. આ નબળાઇ ગાજરના સેવનથી દૂર થાય છે જેના કારણે રોગ પણ તમારાથી દૂર રહે છે. જાણો, ગાજરનો જ્યુસ પીવાથી કયા ફાયદા થઇ શકે છે. ગાજર વિટામિન્સ પોષક તત્વો અને ફાઇબરનો ખજાનો છે. જો તમને ગાજર ખાવા ગમતા નથી તો તમે ડાયટમાં ગાજરનો જ્યુસ સામેલ કરી શકો છો. જાણો ગાજરના જ્યુસ પીવાના ફાયદા.
મેટાબોલિઝ્મ સુધરે છે
ગાજરના જ્યુસમાં ઓછી કેલેરી હોય છે. સોડા અને બીજા ડ્રિંક્સની જગ્યાએ જો તમે ગાજરનો જ્યુસ પીસો તો તમારું વજન ક્યારેય પણ વધશે નહીં. ગાજરનો જ્યુસ બાઇલ રિલીઝ પણ વધારે છે જેનાથી મેટાબોલ્ઝિમમાં પણ સુધારો થાય છે. બાઇલ જ્યુસથી ફેટને તોડવામાં મદદ મળે છે.
આંખો માટે ખૂબ જ ફાયદાકારક
ગાજરના રસ અથવા જ્યુસથી લોહીમાં વધારો થાય છે. ખાસકરીને આંખો માટે ગાજર ખૂબ જ ફાયદાકારક છે. તેના સેવનથી આંખોની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
સ્ટ્રેસ ઘટાડે છે
ગાજરના જ્યુસમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક અભ્યાસ અનુસાર, બીટા કેરોટીન ઑક્સીડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. આ સાથે જ આ ગ્લૂટાથિયોન મેટાબૉલિઝ્મમાં સુધારો કરે છે.
સ્કિન બનશે સુંદર
ગાજરમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-A મળી આવે છે. દરરોજ 1 ગ્લાસ ગાજરનો જ્યુસ પીવાથી સ્કિનમાં નિખાર આવે છે.
પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક
ગાજરના જ્યુસનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઓછું થઇ જાય છે. તેમાં મળી આવતો એન્ટી કેન્સર ગુણ તેનાથી બચાવી રાખે છે. આ સાથે જ તે પ્રેગ્નેન્સીમાં પણ ફાયદાકારક હોય છે. આ સાથે ગાજરનો જ્યુસ પીવાથી પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
હૃદયની બીમારીઓનું જોખમ ઘટી જાય છે
ગાજરના જ્યુસનું સેવન હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ તેને પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે.
ઇમ્યૂન સિસ્ટમ રહે છે દુરુસ્ત
કોલ્ડ અથવા ફ્લૂ એક અથવા બે સપ્તાહ માટે રહી શકે છે. એટલા માટે ઇમ્યૂન સિસ્ટમનું મજબૂત રહેવું તમારા માટે ખૂબ જરૂરી છે. તમારા ડેલી ડાયટમાં ગાડરનો જ્યુસ સામેલ કરવાથી તમામ પ્રકારના ઇન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે.
ઓછું કોલેસ્ટ્રોલ
જો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહી શકતો નથી તો તમે દવા વગર ગાજરના જ્યુસથી આ કામ કરી શકો છો. ગાજરનો જ્યુસ પોટેશિયમનો સારો સ્ત્રોત છે. જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન રહે છે. લોવર કોલેસ્ટ્રોલથી હાર્ટ બીમારીઓ અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે. જો કે દવા બંધ કરતા પહેલા એક વખત ડોક્ટરની જરૂરથી સલાહ લો. ગાજરમાં મળી આવતું બીટા કેરોટીન સંજ્ઞાનાત્મક ક્ષમતાને પણ સુધારે છે. મેમરીથી જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શિયાળામાં દરેક લોકોએ ખાસ પીવો જોઇએ ગાજરનો જ્યૂસ, આંખોથી લઇને સ્કિન માટે છે બહુ જ ગુણકારી"
ટિપ્પણી પોસ્ટ કરો