શું તમને ડાયાબિટીસ છે અને તમે આ ફળોનું સેવન કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, નહિં તો…

ડાયાબિટીસના દર્દીઓ ઘણી વખત ખોટે ખોટી પરેજી કરીને, પોતે સ્વાસ્થયની ખૂબ કાળજી રાખે છે એવા ભ્રમમાં રાચતા હોય છે. જે વસ્તુ ખોરાકમાંથી બંધ ન કરવાની હોય એ વસ્તુ અજ્ઞાનતાથી બંધ થઇ જાય અને જે વસ્તુ બંધ કરવી ખૂબ જરૂરી હોય એ ખાવાનું બેરોકટોક ચાલુ હોય એવું ઘણાં કિસ્સામાં જોવા મળે છે. મોટી ઉમરે (પુખ્તવયે) જેમને ડાયાબિટીસ થાય છે એમાંથી ઘણાં બધા લોકોનું કાં તો વજન વધારે હોય છે અથવા એમના પેટની આસપાસ ચરબીના થર જામેલાં હોય છે. વધુ પડતી ચરબી ડાયાબિટીસ કરવામાં અગત્યનો ફાળો આપે છે એટલે ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે સૌથી અગત્યની પરેજી ખોરાકમાં કુલ કેલરી ઘટાડવાની છે. ભૂખ્યા રહીને નહીં, પરંતુ ઓછી ચરબી અને ઓછી કેલરીવાળા ખોરાકને જ પસંદ કરવાની કાયમી ટેવ રાખવાથી ડાયાબિટીસના દર્દી કોઇ જાતની કોમ્પિલકેટેડ પરેજી કર્યા સિવાય સહેલાઇથી કાબુમાં રાખી શકે છે. જો તંદુરસ્ત વ્યકિત પહેલેથી જ પોતાના સ્વાસ્થય અને આહાર બાબત જાગૃત રહે તો એને ડાયાબિટીસ થવાની શક્યતા ખૂબ ઓછી રહે છે. અહીં જણાવેલ પરેજીના મુદ્દાઓ હકીકતમાં પરેજીના બદલે ખોરાકની સ્વસ્થ ટેવોના મુદ્દાઓ જ છે. એનો અમલ દરેક તંદુરસ્ત વ્યક્તિએ કરવો જોઇએ.

image source

આ સ્વસ્થ ખોરાકની ટેવોનો જ ચુસ્ત અમલ ડાયાબિટીસના દર્દીએ કરવો જરૂરી થઇ જાય છે.ડાયાબિટીઝ એક જીવન શૈલી સાથે જોડાયેલ રોગ છે, જે શરીરમાં હાજર ઈંસુલિન હાર્મોનના સ્તરને પ્રભાવિત કરે છે. આ રોગથી ગ્રસ્ત દર્દીઓના શરીરમાં ગ્લૂકઝનું સ્તર સારુ બનેલું રહે, તેથી ઘણી વખત દર્દી મીઠુ ખાવાથી પરહેજ કરે છે. શારીરિક સક્રિયતા, વ્યાયામ અને સ્વસ્થ ખાણીપીણી જ શરીરમાં બ્લડ શુગરને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે. તેથી દર્દીઓને પોતાની દિનચર્યાનું ખાસ ધ્યાન રાખવુ પડે છે. સામાન્ય રીતે ફળ કોઈપણ વ્યક્તિના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ જ રાખે છે, પરંતુ ડાયાબિટીઝ દર્દીઓ માટે કેટલાક ફળોનું સેવન ખતરનાક સાબિત થઈ શકે છે. તો આવો જાણીએ દર્દીઓના ક્યાં-ક્યાં ફળ ખાવા જોઈએ.

ચીકુ

image source

ડાયાબિટિઝના દર્દીઓને એક્સપર્ટ્સ તે ફૂડ આઈટમ્સને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે, જેમનુ ગ્લાઈસેમિક ઈંડેક્સ લો થી મીડિયમ હોય છે. આવુ કરવા પર કંઈ પણ ખાધા પછી લોહીમાં બ્લાડ શુગરની માત્રા અચાનક ખૂબ જ ઝડપથી વધી જાય છે. તેનાથી વઘારે સેવન કરવાથી ડાયાબિટીઝ દર્દીઓની પરેશાની વધી શકે છે. આ ફળમાં નેચરલ શુગર, હાજર હોય છે જે દર્દી માટે નુકસાનદાયક હોય છે. ચીકૂમાં કેલેરી પણ હોય છે, તેથી તેને ખાવાથી બચો.

અનાનસ

image source

અનાનસમાં ગ્લાઈસેમિક ઈંડેક્સનું સ્તર મધ્યમ હોય છે, એવામાં તેના સેવનથી બચવું જોઈએ. તાજુ અનાનસનું જીઆઈ 59ની નજીક હોય છે. તેના વધારે સેવનથી બ્લડમાં ગ્લૂકોઝનું પ્રમાણ વધી જાય છે. જોકે, ફળની સરખામણીમાં અનાનસનું જ્યૂસ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે.

કેરી

image source

ડાયાબિટીઝના દર્દીઓને કેરી ખાવાથી બચવુ જોઈએ નહીતર બ્લડ શુગર લેવલ વધી શકે છે. જેના કારણે ર્હદય રોગ અથવા ફરી સ્ટ્રોકનો ખતરો વધી શકે છે. કેરીમાં નેચરલ શુગર હાજર હોય છે. જાણકારી પ્રમાણે લગભગ 100 ગ્રામ કેરીમાં લગભગ 14 ગ્રામ ખાંડનું પ્રમાણ હોય છે. જેનાથી બ્લડ શુગરનું સંતુલન બગડી શકે છે.

દ્રાક્ષ

image source

દ્રાક્ષમાં પણ નેચરલ શુગર હોવાના કારણે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. લગભગ 100 ગ્રામ દ્રાક્ષમાં 16 ગ્રામ ખાંડ હાજર હોય છે. તેથી દ્રાક્ષના સેવનથી બચવુ જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "શું તમને ડાયાબિટીસ છે અને તમે આ ફળોનું સેવન કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel