આ તારીખે હનિમૂન પર જશે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ, નવા ઘરમાં શિફ્ટ થવાની તૈયારીઓ પૂરજોશમાં
ગાયક ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણે તેની પ્રેમિકા શ્વેતા અગ્રવાલ સાથે 1 ડિસેમ્બર, 2020 માં લગ્ન કર્યા હતા. તેના લગ્નમાં તેના ખાસ મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. કોરોનાને કારણે સેરેમનીમાં બંને પક્ષોના ફેમિલી મેમ્બર્સ, સંબંધીઓ અને સિલેક્ટેડ ફ્રેન્ડ્સ મળીને અંદાજે 50 લોકો સામેલ થયા.
2 ડિસેમ્બરે મુંબઈમાં આદિત્ય- શ્વેતાનું વેડિંગ રિસેપ્શન યોજાયુ
2 ડિસેમ્બરે મુંબઈમાં આદિત્ય- શ્વેતાનું વેડિંગ રિસેપ્શન થયું જેમાં ભારતી સિંહ, હર્ષ લીંબાચીયા અને ગોવિંદા સહીત ઘણા સેલેબ્સ તેને વધામણી આપવા પહોંચ્યા હતા. લગ્ન અને રિસેપ્શન બંનેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે.
તેની દરેક તસવીરો અને વીડિયો પર તેમના ફેન્સ પ્રતિક્રીયા આપી રહ્યા છે. આદિત્ય અને શ્વેતા તેમના લગ્ન જીવનને ખૂબ જ એન્જોય કરી રહ્યા છે. લગ્ન પછી, ઘણા ઇન્ટરવ્યુ આપી રહ્યા છે અને તેમની લાગણી શેર કરી રહ્યા છે. સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન, આદિત્યના મોઢેથી આકસ્મિક રીતે તેની પત્ની શ્વેતા અગ્રવાલનું ઉપનામ બોલાય ગયું.
તેમની પત્નીને જુદી જુદી વસ્તુઓ કરવાનું પસંદ છે
આદિત્ય નારાયણે કહ્યું કે ‘તેમની પત્નીને જુદી જુદી વસ્તુઓ કરવાનું પસંદ કરે છે અને તે પોતાની પસંદગીની કારકિર્દી પસંદ કરવા માટે સ્વતંત્ર છે.મને એક જ રસ્તે ચાલવું ગમે છે, જ્યારે શ્વેતા જુદી જુદી વસ્તુઓ ટ્રાઈ કરવાનું પસંદ કરે છે. જ્યારે કામ કરવાના એટિટ્યુડની વાત આવે છે ત્યારે અમારી પરિસ્થિતિ એવી જ છે જેવી અમિતજીએ બંટી ઔર બબલીમાં કહ્યું હતું. વિશ્વમાં બે પ્રકારના લોકો છે. એક એવા લોકો હોય છે જે આખી જીંદગી એક જ પ્રકારની વસ્તુ કરે છે, કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ આખી જીંદગી કઈક અલગ કરવાનો પ્રયાસ કરતા રહે છે
તે ઓર્ગેનિક ખેતી પણ કરવા માંગે છે
આદિત્યએ શ્વેતાની કારકિર્દી વિશે જણાવ્યું હતું કે તેણે કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને ત્યારબાદ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવ્યું હતું. અને હવે તે ફેશન ડિઝાઇનિંગ કરે છે.
તે મારા બધા પોશાકો અને કપડાં ડિઝાઇન કરે છે મને ખબર છે કે તે ઓર્ગેનિક ખેતી પણ કરવા માંગે છે અને હું પણ આ કરવા માંગુ છું. તેના પર શ્વેતાએ કહ્યું “હા, ચાલો આ કરીએ.” શ્વેતાની વાત પર, આદિત્યએ તેને ઉપનામ સાથે બોલાવી અને કહ્યું, “પપ્પી (શ્વેતા અગ્રવાલ), તમે એ વસ્તુ કરો જે તમને પસંદ હોય”. તેમના આ અંદાજને જોઈને જ ખ્યાલ આવી જાય કે તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે.
ટૂંક સમયમાં તેઓ તેમના નવા મકાનમાં શિફ્ટ થઈ જશે
આદિત્ય નારાયણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેઓ તેમના નવા મકાનમાં શિફ્ટ થઈ જશે. આદિત્ય અને શ્વેતાને તેમના ચાહકો ખૂબ જ પસંદ કરે છે અને તેમના નિર્ણયથી ખૂબ ખુશ પણ છે. આદિત્યે અગાઉ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મેં અંધેરીમાં 5 BHK ઘર ખરીદ્યું છે, જે મારાં પેરેન્ટ્સના ઘરથી ત્રણ બિલ્ડીંગ છોડીને છે. 3-4 મહિનામાં અમે ત્યાં શિફ્ટ થઇ જશું. પેરેન્ટ્સ અમારાથી થોડા અંતરે જ રહેશે.’ આદિત્યના જણાવ્યા મુજબ તેણે તેનું નવું ઘર ઘણા વર્ષોની બચતથી ખરીદ્યું છે.
ડિસેમ્બરના મધ્યમાં હનીમૂન પર જશે
આદિત્યે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે અને શ્વેતા ડિસેમ્બરના મધ્યમાં હનીમૂન પર જશે. તેણે કહ્યું, ‘હાલ અમે હોમ હનીમૂન પર છીએ. અમે એકબીજા માટે જગ્યા પસંદ કરી રહ્યા છીએ. અમારું નવું ઘર તૈયાર થાય ત્યાં સુધી બેચલર પેડને પ્રોપર ઘરમાં કન્વર્ટ કરવામાં આવી રહ્યું છે.’
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ તારીખે હનિમૂન પર જશે આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલ, નવા ઘરમાં શિફ્ટ થવાની તૈયારીઓ પૂરજોશમાં"
ટિપ્પણી પોસ્ટ કરો