મુકેશ – નીતા અંબાણી બન્યા દાદા-દાદી – સવારે 11 વાગે આકાશ – શ્લોકાને ત્યાં જન્મ્યો પુત્ર રત્ન
મુકેશ – નીતા અંબાણી બન્યા દાદા-દાદી – સવારે 11 વાગે આકાશ – શ્લોકાને ત્યાં જન્મ્યો પુત્ર રત્ન –
એશિયાના સૌથી ધનાડ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજે દાદા બની ગયા છે. તેમની પુત્રવધુ શ્લોકા મેહતા અંબાણીએ આજે સવારે 11 વાગ્યે દીકારને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે શ્લોકા અને આકાશના લગ્ન 9મી માર્ચ 2019માં થયા હતા. ભારત ઉપરાંત આખી દુનિયામાં તેમના લગ્નની ઉજવણીની નોંધ લેવાઈ હતી. તેમના લગ્નમાં મુકેસ અંબાણીએ સેંકડો કરોડો રૂપિયા ખર્ચ્યા હતા.
2019ના જુલાઈ મહિનામાં પણ એવા સમાચાર ઉડ્યા હતા કે શ્લોકા પ્રેગ્નન્ટ છે. પણ ત્યાર પછીના કોઈ જ સમાચાર મળી શક્યા નહોતા. જોકે ત્યાર બાદ ફરી એકવાર સપ્ટેમ્બર મહિનામાં પણ શ્લોકાના બેબીબંપની તસ્વીરો વાયરલ થઈ હોવાનું સાંભળવા મળ્યું હતું. પણ પાછળતી તેવા કેઈ સમાચારની પુષ્ટિ નહોતી થઈ શકી. અને એવી પણ વાત ઉડી હતી કે અંબાણી ફેમિલિ શ્લોકાને બાળક માટે ફોર્સ કરી રહ્યું છે. જો કે જ્યારથી કોરોના વયારસની મહામારીએ માથું ઉંચક્યું છે અને જ્યારથી લોકડાઉન લાગુ પડ્યું હતું ત્યારથી અત્યાર સુધીમાં અંબાણી કુટંબની ભાગ્યે જ કોઈ લેટેસ્ટ તસ્વીરો સોશિયલ મિડિયા પર જોવામા આવી હશે.
બ્રિટેનની રમકડાની આખી કંપની ખરીદી લીધી હતી
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મુકેશ અંબાણીએ બ્રિટેન બેઝ એક રમકડાની કંપની ખરીદી લીધી હતી જેના માટે તેમણે 620 કરોડ રૂપિયા ચુકવ્યા હતા. બ્રાન્ડનું નામ હતું હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડ. તે વખતે સોશિયલ મિડિયામાં એવી હવા ઉડી હતી કે મુકેશ અંબાણીએ પોતાના આવનારા પૌત્ર-પૌત્રી માટે આ રમકડાની કંપની ખરીદી લીધી છે. જો કે તે એક મજાક જ હતી તેમાં કોઈ જ શંકા નથી.
વૈશ્વિક મંદિ રિલાયન્સ કંપનીનું કંઈ જ ન બગાડી શકી
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે મંદીના ઘેરા વાદળો છવાઈ ગયા છે. ભારતમાં પણ મંદી દેખાઈ રહી છે અને બેરોજગારીનું સ્તર પણ વધી ગયું છે પણ તેમ છતાં આ બધા વચ્ચે પણ રિલાયન્સ ગૃપ એક એવી કંપની છે જેને મંદી નથી નડી પણ તે સતત આગળ વધી રહી છે. વર્ષ 2020માં રિલાયન્સ જિયોએ પોતાની ભાગીદારી વેચીને લગભગ 5 લાખ કરોડની રકમ મેળવી છે. માત્ર એટલું જ નહીં પણ રિટેલ બિઝનેસમાં પણ તેમણે ઘણું બધું વિસ્તરણ કર્યું છે અને મોટા મોટા વિદેશી રોકાણ કારો પાસેથી પણ રોકાણ મેળવ્યું છે.
જોકે તમને જણાવી દઈએ કે આકાશ અને શ્લોકાને ત્યાં થયેલા પુત્રના જન્મની સત્તાવાર પુષ્ટી હજુ સુધી અંબાણી પરિવાર તરફથી કે તેમના કોઈ પ્રવક્તા તરફથી મળી શકી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મુકેશ – નીતા અંબાણી બન્યા દાદા-દાદી – સવારે 11 વાગે આકાશ – શ્લોકાને ત્યાં જન્મ્યો પુત્ર રત્ન"
ટિપ્પણી પોસ્ટ કરો