આ શખ્સ ડાન્સિંગ કાર લઈને નીકળ્યો રસ્તા પર ફરવા, પોલીસે જોતા વેંત જ ફાડ્યો સીધો આટલા હજારનો મેમો
હાલમાં એક ડાન્સિંગ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાર રસ્તા પર ઉછળતી દેખાઈ રહી હતી. એખ વ્યક્તિએ તેની સ્કોર્પિયો કારને કસ્ટમાઇઝ કરી હતી. તેણે કારને બહારથી અને અંદરથી શણગારેલી, અને સ્પીકર પણ લગાવ્યું હતું. કાર ઉપર અભદ્ર શબ્દ પણ લખાયો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે આ ડાન્સિંગ કારને જોતાની સાથે જ એ શખ્સને 41,500 રૂપિયાનો મેમો ફાડીને આપી દીધો હતો. આઈપીએસ અધિકારી દિપાંશુએ આ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કાર ઉછાળી રહી છે અને તેમાંથી બાદશાહનું ગીત ‘શહેર કી લડકી.’ ચાલી રહ્યું છે. કારના પાછળના ભાગમાં ઘણા બધા સ્પીકર્સ છે. આ ઉપરાંત તેણે અંદર ડિસ્કો લાઈટો પણ લગાવી હતી.

વીડિયો શેર કરતી વખતે આઇપીએસએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘ગાઝિયાબાદમાં, આ ડાન્સિંગ કાર પર પોલીસે 41,500 રૂપિયાનો મેમો ફાડીને કબજે કરી હતી. ગાડી પર અભદ્ર શબ્દો લખાયા હતા. શેરીમાં અભદ્રતાનું પ્રદર્શન શરમજનક છે. વાહનને કસ્ટમાઇઝ કરવું એ સારી બાબત છે, પરંતુ ટ્રાફિકના નિયમોની વિરુદ્ધમાં જવાથી, અન્ય મુસાફરોને દુખી અને અસુરક્ષિત લાગે છે તે ખોટું છે.

તેણે આ વીડિયો 30 ડિસેમ્બરની સવારે શેર કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં 3 હજારથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. ઉપરાંત, 300 થી વધુ લાઈક્સ અને ઘણી રી-ટ્વીટ્સ થઈ છે.
गाज़ियाबाद में इस #DancingCar पर 41,500रु का चालान काटकर पुलिस द्वारा सीज किया गया. गाड़ी पर जातिसूचक शब्द लिखा था.
सड़क पर अभद्रता का प्रदर्शन शर्मनाक है.
गाड़ी कस्टमाइज़ करना अच्छी बात है लेकिन ट्रैफिक नियमों के विरुद्ध जाकर, दूसरे राहगीरों को दुख-असुरक्षाबोध कराना गलत है. pic.twitter.com/cfUsaMkVM8— Dipanshu Kabra (@ipskabra) December 30, 2020
લોકોએ ટિપ્પણી વિભાગમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. પણ હવે આ વીડિયો લોકોની વચ્ચે ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો વધુને વધુ શેર પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો ધુમ મચાવી રહ્યો છે.

ડાન્સિંગ કાર યાદ આવે એટલે આમિર ખાન અને અનુષ્કા શર્માની પીકે ફિલ્મ તો યાદ જ હશે. આ ફિલ્મનું એક સીન જેમા પ્રેમી યુગલ કારની અંદર જાતીય સુખ માણતું દેખાડ્યું હતું, જેને આમિર ખાને ડાન્સિંગ કારનું નામ આપ્યું હતું.
गाज़ियाबाद में इस #DancingCar पर 41,500रु का चालान काटकर पुलिस द्वारा सीज किया गया. गाड़ी पर जातिसूचक शब्द लिखा था.
सड़क पर अभद्रता का प्रदर्शन शर्मनाक है.
गाड़ी कस्टमाइज़ करना अच्छी बात है लेकिन ट्रैफिक नियमों के विरुद्ध जाकर, दूसरे राहगीरों को दुख-असुरक्षाबोध कराना गलत है. pic.twitter.com/cfUsaMkVM8— Dipanshu Kabra (@ipskabra) December 30, 2020
આ સીન બાદ ઘણા એવા કિસ્સા સાંભળવા મળ્યા હતા. ત્યારે આ પહેલાં પણ ડાન્સિંગ કારનો એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. ફક્ત ફિલ્મોમાં જ નહીં પરંતુ હકીકતમાં પણ એવી ઘટનાઓ જોવા મળતી હોય છે. આવી ખતરનાક ઘટના ગોરખપુર તારામંડલ ક્ષેત્રમાં બની છે. જ્યાં સાંજના સમયે રસ્તા પર ઉભી રહેલી લાલ રંગની ગાડી અચાનક હલવા લાગી અને તેને જોઈને બાજુમાં ઉભેલા લોકો અને પોલીસ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. પોલીસ કર્મચારીઓએ કારની અંદર શું ચાલી રહ્યું છે એ જોવા માટે અંદર નજર કરીને જોયું તો તેમને પણ શરમ આવી ગઈ.
गाज़ियाबाद में इस #DancingCar पर 41,500रु का चालान काटकर पुलिस द्वारा सीज किया गया. गाड़ी पर जातिसूचक शब्द लिखा था.
सड़क पर अभद्रता का प्रदर्शन शर्मनाक है.
गाड़ी कस्टमाइज़ करना अच्छी बात है लेकिन ट्रैफिक नियमों के विरुद्ध जाकर, दूसरे राहगीरों को दुख-असुरक्षाबोध कराना गलत है. pic.twitter.com/cfUsaMkVM8— Dipanshu Kabra (@ipskabra) December 30, 2020
આ કારની અંદર એક પ્રેમી-પંખીડાઓ ખરાબ સ્થિતિમાં બેસેલા હતા. પોલીસને જોઈને પ્રેમી યુગલ ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાર બાદ પોલીસને તે શંકાસ્પદ લાગતા જ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી અને પોલીસ દ્વારા નાકાબંધી કરીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. પોલીસે પણ બાઈક લઈને એ કારનો પીછો કર્યો હતો. પ્રેમી યુગલ બાયપાસ થઈને ખોરાબાર તરફ ભાગી ગયું હતું. તેની જાણ ખોરાબાર પોલીસને કરવામાં આવતા તેમણે રસ્તા પર નાકાબંધી કરી હતી. બાદ તે યુગલ જંગલ તરફ ભાગી ગયું પણ છેવટે તેઓ પોલીસના હાથમા લાગી જ ગયા.
0 Response to "આ શખ્સ ડાન્સિંગ કાર લઈને નીકળ્યો રસ્તા પર ફરવા, પોલીસે જોતા વેંત જ ફાડ્યો સીધો આટલા હજારનો મેમો"
ટિપ્પણી પોસ્ટ કરો