ગૌરી ખાને શેર કરી આલિશાન બંગલા ‘મન્નત’ની તસવીર, જોઇ લો તમે પણ આ ઇનસાઇડ તસવીરો

બોલીવૂડ કિંગ એટલે કે શાહરુખ ખાન ફિલ્મોથી દૂર પોતાના પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યા છે. શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત છે. આ બંગલાને શાહરુખ ખાનની પત્નીએ પોતાના હાથેથી સજાવ્યું છે. તેણી એક જાણીતી ઇન્ટિરિયર ડિઝાઈનર પણ છે અને તેણીએ બોલીવૂડના અન્ય સ્ટાર્સના ઘર પણ સજાવ્યા છે જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો પણ સમાવેશ થાય છે. ગૌરી ખાને આ
બંગલાને 1920 ની સદી પ્રમાણે ડિઝાઈન કર્યો છે. તો તાજેતરમાં જ ગૌરી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસ્વીરો શેર કરી છે જેને તમે ક્યારેય નહી જોઈ હોય.

image source

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સોશયિલ મડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. અવારનવાર ગૌરી ખાન પોતાના કામની તસ્વીરો પોતાના ફેન્સ માટે સોશિયલ મડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ દિલ્લીવાળા ઘરને ગૌરી ખાનને ડિઝાઈન કર્યું છે. સોશિયલ મડિયા પર શેર કરેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે મુંબઈ વાળા ઘરમાં તેમની છત પર લાકડાનું કામ કરવામાં આવ્યું છે.

image source

ગૌરી ખાને બ્લેક કલરનું જંપસૂટ પહેર્યું છે અને બેલીઝ અને ગોલ્ડન બેલ્ટ સાથે પોતાનો આઉટફિટ મેચ કર્યો છે.

તો ગૌરી ખાને આ તસ્વીરો શેર કર્યા બાદ કેપ્શન લખ્યું છે, ‘અમારી ગમતી નવી છત નીચે એક કપ કૉફીની સાથે ઋતુનો આનંદ લઈ રહી છું. આ લોકડાઉન દરમિયાન મેં મારી છતને વોક્સ સિલિંગની મદદથી એક સુંદર બદલાવ આપ્યો છે.’

તેણીએ પોતાના દિલ્લી ખાતેના ઘર વિષે તસ્વીરો શેર કરતા લખ્યું છે કે અમારું દિલ્લીનું ઘર અમારા શરૂઆતના દિવસોની યાદોથી ભરેલું છે, અમે જે કંઈ પણ આટલા વર્ષોમાં સંઘર્યું છે અને તે બધું જ આમાં છે જે અમને એક કુટુંબ તરીકે ખૂબ વહાલું છે ! આ ઘર આમારા હૃદયમાં એક ખાસ સ્થાન ધરાવે છે.

શાહરુખ ખાનની છેલ્લી ફિલ્મ ઝીરો આવી હતી જે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નહોતી બતાવી શકી અને ત્યાર બાદ શાહરુખે ફિલ્મોથી મોટો બ્રેક લીધો હતો અને તે પોતાનો પુરો સમય પોતાના પરિવાર સાથે અને ખાસ કરીને પોતાના બાળકો સાથે પસાર કરી રહ્યો હતો અને અને તે દરમિયાન ગૌરી પોતાની કેરિયર પર ફોકસ કરી રહી હતી અને એક પછી એક નવા પ્રોજેક્ટ હાથ પર લઈ રહી છે. આજે
તેણી દેશની જાણીતી ઇન્ટિરિયર ડિઝાઈનર બની ગઈ છે. તેણી મુંબઈમાં પોતાનો એક સ્ટુડિયો પણ ધરાવે છે.

image source

શાહરુખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે હાલ સિદ્ધાંત આનંદની ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ કર્યું છે. જેમાં તેનો લાંબા વાળ વાળો લૂક તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. અને આ જ બધી તસ્વીરોના કારણે તે હાલ સોશિયલ મિડાય પર છવાયેલા છે. આ ફિલ્મમાં શાહરુખ સાથે દીપિકા પણ જોવા મળશે. અને આ ફિલ્મમાં શાહરુખની સાથે સાથે દીપિકા પણ એક્શન સિક્વન્સ કરતી જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ગૌરી ખાને શેર કરી આલિશાન બંગલા ‘મન્નત’ની તસવીર, જોઇ લો તમે પણ આ ઇનસાઇડ તસવીરો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel