અનુષ્કાથી લઇને આ બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ગાઇડલાઇન સાથે ફરી કામે વળગ્યા, ફિલ્મનું શૂટિંગ કર્યુ શરૂ
માર્ચમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પૂરી રીતે ઠપ થઈ ગઈ હતી. ફિલ્મનું શૂટિંગ બંધ થઈ ગયું હતું, સ્ટાર્સ પણ ઘરમાં રહેતા હતા અને થિયેટર બંધ હોવાથી નવી ફિલ્મ રિલીઝ થઈ શકે તેમ નહોતી.

જોકે, હવે ધીમે ધીમે બધું થાળે પડતું જાય છે. બિગ સ્ટાર્સે શૂટિંગ શરૂ કરી દીધું છે. કોરોનાની સરકારી ગાઈડલાઈન સાથે કલાકારો સેટ પર પરત આવી ગયા છે. કોરોનાનો માર બોલિવૂડ પર ઘણો જ પડ્યો છે.
લૉકડાઉનમાં શૂટિંગ કરનાર અક્ષય કુમાર પહેલો એક્ટર
અક્ષય કુમારે કોરોનાકાળમાં સ્કોટલેન્ડ જઈને ફિલ્મ ‘બેલબોટમ’નું શૂટિંગ કર્યું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટે તમામ ગાઈડલાઈનનું પાલન કર્યું હતું. અહીંયા ટીમ એક મહિનો રોકાઈ હતી અને શૂટિંગ પૂર્ણ કર્યું હતું.
દીપિકા-શાહરુખ ખાને પણ કામ શરૂ કર્યું

દીપિકાએ ગોવામાં શકુન બત્રાની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. અહીંયા 60 દિવસનું શિડ્યૂઅલ હતું. સેકન્ડ શિડ્યૂઅલ મુંબઈમાં છે. દીપિકાએ મુંબઈમાં શૂટિંગ શરૂ કરી દીધું છે.
શાહરુખ ખાન અઢી વર્ષ બાદ બિગ સ્ક્રિન પર જોવા મળશે. હાલમાં જ એક્ટરે યશરાજ સ્ટૂડિયોમાં ‘પઠાન’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.
સલમાન ‘રાધે’માં વ્યસ્ત

સલમાન ખાને ઓક્ટોબરમાં ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત સલમાન હાલમાં ‘બિગ બોસ’ને હોસ્ટ કરી રહ્યો છે.
જ્હોન લખનઉમાં શૂટિંગ કરે છે

કોરના પછી જ્હોન અબ્રાહમ પણ સેટ પર પરત ફર્યો છે. તે લખનઉમાં ફિલ્મ ‘સત્યમેવ જયતે’નું શૂટિંગ કરે છે. છેલ્લાં એક મહિનાથી તેઓ અહીંયા છે. ફિલ્મમાં જ્હોનની સાથે દિવ્યા ખોસલા કુમાર છે.
આયુષ્માન ખુરાના ચંદીગઢમાં શૂટિંગ કરે

આયુષ્માન પણ અનલૉક બાદથી શૂટિંગ પર પરત ફર્યો છે. તે છેલ્લા એક મહિનાથી ચંદીગઢમાં ‘ચંદીગઢ કરે આશિકી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. દિવાળીના દિવસે આયુષ્માને એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં પરિવારના તમામ સભ્યો એકબીજાથી છ ફૂટના અંતરે ઊભા રહેલા જોવા મળ્યા હતા. ચંદીગઢ આયુષ્માનનું હોમટાઉન છે પરંતુ તે પરિવારથી દૂર છે. તે શૂટિંગ કરીને ઘરે નથી આવતો પરંતુ હોટલમાં રોકાય છે.
પ્રેગ્નન્સીમાં પણ એક્ટ્રેસિસે જોખમ લીધું

ઓક્ટોબર મહિનામાં પ્રેગ્નન્ટી કરીનાએ દિલ્હીમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ કર્યું હતું. સેટ પર દરેકના નિયમિત રીતે કોવિડ 19ના ટેસ્ટ થતા હતા.

અનુષ્કા શર્મા જાન્યુઆરી મહિનામાં પ્રથમ બાળકને જન્મ આપવાની છે. અનુષ્કાએ પ્રેગ્નન્સીના સાતમા મહિને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ કર્યાં હતાં. આ દરમિયાન બાયો બબલ ફોર્મેટ અપનાવવામાં આવ્યું હતું. અનુષ્કાની સલામતીને ધ્યાનમાં રાખીને મેકર્સે ક્રૂને કોઈને પણ મળવાની પરમિશન આપી નહોતી. ક્રૂના સભ્યો હોટલમાં રોકાયા હતા અને ઘણાં દિવસો સુધી પોતાના ઘરે ગયા નહોતા.
જાન્યુઆરીથી મધ્ય પ્રદેશમાં 22 ફિલ્મના શૂટિંગ શરૂ થશે

મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગના અધિકારીઓએ કહ્યું હતું આવતા વર્ષે જાન્યુઆરીથી 22 પ્રોજેક્ટનું શૂટિંગ શરૂ થશે. ટૂરિઝ્મ બોર્ડના એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર સોનિયા મીણાએ કહ્યું હતું કે આ કોઈ નવાઈની વાત નથી. વધુમાં સોનિયા મીણાએ કહ્યું હતું, ‘બોર્ડ પાસે આટલા પ્રોજેક્ટની અરજી હશે. ગૃહમંત્રલાયે જ્યારથી અનલૉકની શરૂઆત કરી ત્યારથી જ શૂટિંગ થઈ રહ્યું છે. જૂન મહિનાથી MPમાં શૂટિંગ ચાલુ થઈ ગયું હતું.’ ‘એક દૂજે કે વાસ્તે’ જેવા પ્રોજેક્ટથી લઈ અનુપમ ખેરના ‘ધ લાસ્ટ શો’ તથા વિદ્યા બાલનની ‘શેરની’ અહીંયા
શૂટ થઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનુષ્કાથી લઇને આ બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ગાઇડલાઇન સાથે ફરી કામે વળગ્યા, ફિલ્મનું શૂટિંગ કર્યુ શરૂ"
ટિપ્પણી પોસ્ટ કરો