મોટી દુર્ઘટના ટળી: બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગતા સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી, તમામ સામગ્રી બળીને ખાખ
અમદાવાદમાં ફરી એક વખત મોટી આગની ઘટના સામે આવી છે. આજે શહેરના બાપુનગર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. આ આગમાં 20થી વધુ દુકાનો ઝપેટમાં આવી છે. બાપુનગર વિસ્તારમાં આવેલા શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમા મોબાઇલ એક્સેસરીઝ દરેક વસ્તુ બળીને ખાખ થઇ ગઇ છે. નોંધનિય છે કે આ વિસ્તારમાં લોકોની અવર જવર વધુ રહેતી હોય છે. જેને લઈને આગની ઘટના બનતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ

આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના બાપુનગર વિસ્તારના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગમાં ઘટના સામે આવી હતી. મોબાઇલની દુકાનોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી. કોમ્પલેક્ષની 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી ગઇ છે.

આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ 5 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભયંકર આગ લાગવાને કારણે મોબાઇલની તમામ એસેસરીઝ બળીને ખાખ થઇ ગઇ હતી. જોકે, હાલ આગ કાબુમાં આવી ગઇ છે. પરંતુ આગ કયા કારણોસર લાગી હજુ જાણી શકાયું નથી.
પોલીસની ટીમ પણ ઘટના સ્થળે

નોંધનિય છે આ ટાવરમાં મોબાઇલ અને એસેસરીઝનું બજાર આવેલું છે જ્યારે ઉપરની તરફ રહેણાંક મકાનો છે. ભીષણ આગના કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. વહેલી સવારના કારણે દુકાનો બંધ હોવાથી કોઇની જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે.
20થી વધુ દુકાનો આવી આગની ઝપેટમાં

આ દુર્ઘટનામાં આશરે 20થી વધુ દુકાનો આગની ઝપેટમાં આવી છે. જેના કારણે લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવા પાછળ શું કારણ છે તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. જો કે ઘટનાને પગલે મોટી સંખ્યમાં લોકો એકત્રિત થઈ ગયા હતા. નોંધનિય છે કે થોડા સમય પહેલા જ અમદાવાદના પિરાણા અને રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી ચુકી છે. જેમા અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી

અમદાવાદના પીરાણા પાસે કાપડની ફેકટરીમાં ભીષણ આગની ઘટના નવેમ્બરના શરૂઆતમાં સામે આવી હતી. નાનુકાકા એસ્ટેટમાં ફેકટરીના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં 11 લોકોના મૃત્યુ થયા હતા જયારે 6 લોકોનું રેસ્કયુ કરાયું હતું.બોઈલરમાં બ્લાસ્ટ થતા બિલ્ડિંગનું સ્ટ્રકચર ધરાશાયી થયુ હતું. આ ઘટના બાદ PM મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ હતું. કહ્યું, અમદાવાદના કાપડના ગોડાઉનમાં આગને કરાણે થયેલી જાનહાનીને કારણે ખુબ દુ:ખી છું. પીડિતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ થનારાઓ માટે પ્રાર્થના છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "મોટી દુર્ઘટના ટળી: બાપુનગરના શ્યામ શિખર કોમ્પલેક્ષમાં આગ લાગતા સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો સળગી, તમામ સામગ્રી બળીને ખાખ"
ટિપ્પણી પોસ્ટ કરો