ગુજરાતનો આ યુવક ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાન ઉડાવી દુશ્મનોના દાંત કરશે ખાટા, ગામમાં જશ્નનો માહોલ
થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં બે યુવાનોએ અમેરિકામાં ટ્રેનિંગ લઈ પાયલોટ બન્યા હતા અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું. જેમાં વાપી ટાઉનના અમય નાયક અને ગુજન સિદ્ધિ સોસાયટીમાં રહેતા કિષ્ના ચૌધરીની કે જેમણે અમેરિકામાં 250 કલાક પ્લેન ઉડાવી પાયલોટ બન્યા હતા બાળપણથી પાયલોટ બનવાના નિર્ણયને કારણે યુએસએ (મિયાની)માં પ્લેન કેવી રીતે ઉડાવી શકાય એની થિયરી સમજવાનો પ્રયાસ કર્યો હતો.

જયારે બીજા કિષ્ના નંદકિશોર ચૌધરી (ઉં.વ.25)એ ધો.12 સુધી સેન્ટ ઝવેરિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં 250 કલાક પાયલોટની ટ્રેનિંગ મેળવી હતી, જેને લાઇસન્સ મળ્યા બાદ ભારતમાં એને કન્વર્ટ કરાવ્યું હતું. હવે આ યાદીમાં ત્રીજુ નામ ઉમેરાયું છે. તે છે મોડાસા તાલુકાના નાન એવા પહાડપુર ગામનો વ્રજ પટેલ.
સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામના વ્રજ પટેલ નામના યુવકની ઓસ્ટ્રેલિયન એસરફોર્સમાં પાયલોટ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં સૌ પ્રથમવાર પસંદગી થતા સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. વ્રજ પટેલનો પરિવાર વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં વસવાટ કરે છે જેને લઈને તેઓ અવાર નવાર તેમના વતનમાં વિમાનમાં આવતા હોવાથી વ્રજ પટેલને નાનપણથી જ પાયલોટ બનાવની ઈચ્ચા જાગી હતી. જેથી તેમણે નાનપણથી આ અંગે અભ્યાસ શરૂ કરી દીધો હતો.
ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણુંક

આ અંગે તેમણે ઓસ્ટ્રેલિયાની ગ્રાઉન્ડ એકેડેમી ઓફિસર્સ ટ્રેનિંગ સ્કૂલમાં પસંદગી થઈ હતી જ્યા તેમણે ખુબ જ મહેનત કરી હતી અને છેલ્લે તેમની મહેનત રંગ લાવી હતી અને રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સમાં પાયલોટ ઓફિસર તરીકે નિમણુંક થતા પરિવારમાં અને તેમના વતનમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. હવે વ્રજ પટેલ ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાનો ઉડાડશે અને ગુજરાતનું નામ રોશન કરશે. આ અંગેની જાણ તેમના સગા સંબંધીઓને થતા તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી અને ફોન કોલ દ્વારા બધાઈ આપવામાં આવી રહી છે.
રાજ્યનું નામ પણ રોશન કર્યું

ગુજરાતના નાના એવા સેન્ટરમાંથી આવી પાયલોટ બનવા સુધીની સફર ખેડી તેમણે માત્ર અરવલ્લી જીલ્લાનું નહિ પરંતુ રાજ્યનું નામ પણ રોશન કર્યું છે.
તો બીજી તરફ વ્રજ પટેલ સાથે પારિવારિક સંબંધ ધરાવતા એક શિક્ષકે કહ્યું કે વ્રજ પટેલ સૌમ્ય સ્વભાવ ધરાવતો યુવાન હોવાની સાથે ખુબ જ મહેનતુ યુવક છે અને આગામી સમયમાં હજુ પણ વધુ સિદ્ધિઓ મેળવી રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. હાલમાં આ ત્રણેય યુવકોની કહાની ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા દાઈ છે, જો શખત પરિશ્રમ કરવામાં આવે તો કોઈ પણ કામ અશક્ય નથી તે આ યુવકોએ સાબિત કરી દીધુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગુજરાતનો આ યુવક ઓસ્ટ્રેલિયામાં યુદ્ધ વિમાન ઉડાવી દુશ્મનોના દાંત કરશે ખાટા, ગામમાં જશ્નનો માહોલ"
ટિપ્પણી પોસ્ટ કરો