શાનદાર વીડિયો વાયરલ, આ શખ્સે એની ગર્લફ્રેન્ડને એવી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું કે તમારું દિલ હેપ્પી-હેપ્પી થઈ જશે
એક વ્યક્તિએ તેની આઇરિશ રેલ ડ્રાઈવર ગર્લફ્રેન્ડને એકદમ જુદી જ સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું અને એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેવી જ તે ટ્રેન ચલાવીને ડબલિનના પિયર સ્ટેશન પર પહોંચી તો પ્રેમીએ એક અનોખી રીતે પ્રપોઝ કર્યું. લોકો આ સુંદર ક્ષણ જોઇને ભાવુક થઈ ગયા. આ વીડિયો ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કોનર ઓ’સુલીવન હાથમાં ફૂલ લઈને ઉભો છે અને તેમની બાજુમાં એક બોર્ડ છે અને જેમાં લખેલું છે વિલ યુ મેરી મી.’ બેકગ્રાઉન્ડમાં જેમ્સ બ્લન્ટનું ગીત ‘યુ મેક મી બેટર’ ચાલી રહ્યું છે. આ ક્લિપ એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે અને જેણે સૌ કોઈનું દિલ જીતી રહી છે.

વાયરલ ક્લિપને શેર કરતા તેણે લખ્યું કે, ’13 કલાકની શિફ્ટ પછી મને નથી લાગતું કે આનાથી વધુ સારુ કંઈ થઈ શકે છે. આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને પિયર્સ સ્ટેશન પર પ્રપોઝ કરી, કે જે ટ્રેનની ડ્રાઇવર હતી. વીડિયોના અંતે, મહિલાએ હા પણ પાડી. તેણે આઇરિશ ટાઇમ્સને કહ્યું, ‘હું કદાચ ક્રિસમસ માટે કંઈક અપેક્ષા કરતી હતી. પરંતુ આ ચોક્કસપણે કંઈ એવું નથી. હું ખરેખર આશ્ચર્યમાં પડી ગઈ છું. આ વીડિઓ 16 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં મિલિયન પર વ્યૂ આવી ગયા છે. સાથે ખુબ શેર કરવામાં આવી રહ્યો છે.

આ પહેલાં પણ એક વીડિયો ચર્ચામાં આવ્યો હતો જેમાં કંઈક આવું જ જોવા મળ્યું હતું. આમ પણ કહેવાય છે ને કે પ્રેમની અભિવ્યક્તિ વિશે ઘણી રીતે થઈ શકે છે, પરંતુ આવું તો તમે ભાગ્યે જ જોયું હશે અથવા સાંભળ્યું હશે. બ્રિટનમાં રહેતા એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા કંઇક કર્યું, જેને જોઇને બધા ચોંકી ઉઠ્યા. રિકી એશે તેના શરીરને આગ ચાંપી અને ગર્લફ્રેન્ડ કેટરીના ડોબસનની પાસે પહોંચીને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. સોશિયલ મીડિયા પરની આ અનોખી અને ખતરનાક દાસ્તાન ઘણી બધી હેડલાઇન્સ બનાવી રહી છે.
Didn’t think anything could perk me up after a busy 13hr shift, and some Gent goes and PROPOSES to his GF driving the incoming train at pearse station. 😍😍😭🙌🏻 @IrishRail #PearseProposal 1/2 pic.twitter.com/wIN0JHPvzV
— Clodagh Maher (@Clodagh1990) December 15, 2020
રિકી એશ વ્યવસાયે એક વ્યાવસાયિક સ્ટંટમેન છે, તેથી તેણે તેની ખાલી જોખમી રીતે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. રિકી કેટરીના ડોબસનને પ્રપોઝ કરવા માટે કંઈક અલગ કરવા માંગતો હતો. હવે તે સ્ટંટમેન છે, તેથી તેણે એક અલગ અને જોખમી રીત પસંદ કરી. રિકીએ તેના શરીરને આગ લગાવી અને તેની ગર્લફ્રેન્ડની પાસે ગયો, પછી તેના ઘૂંટણ પર પડીને પ્રપોઝ કર્યું. જો કે, આ સમયગાળા દરમિયાન તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. તેની ટીમના સભ્યો ફાયર એક્સ્ટીંગ્વીશર સાથે હાજર હતા અને રિકીની દરખાસ્ત થતાં જ તેઓએ આગ બુઝાવી દીધી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શાનદાર વીડિયો વાયરલ, આ શખ્સે એની ગર્લફ્રેન્ડને એવી સ્ટાઈલમાં પ્રપોઝ કર્યું કે તમારું દિલ હેપ્પી-હેપ્પી થઈ જશે"
ટિપ્પણી પોસ્ટ કરો