બાબા વેંગાની 2021ની આ આગાહી વાંચીને ઉડી જશે તમારા હોંશ, ગંભીર બીમારીથી ડોનાલ્ડ ટ્રમ્પ થશે બહેરા, આકાશમાં ઊડશે ટ્રેનો અને પાછું…
બલગેરીયાના ભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2021ને લઈને અમુક ચોંકાવનારી આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે તેમને બાલ્કનના નાસ્ત્રેદમસ કહેવામાં આવે છે. બાબા વેંગાએ આ પહેલા પણ આવી ઘણી ઐતિહાસિક ઘટનાઓની આગાહી કરી હતી, જે એકદમ સાચી પુરવાર થઈ છે. 1911માં જન્મેલા વેંગાએ ફક્ત 12 વર્ષની ઉંમરમાં જ પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.

બાબા વેંગાની વર્ષ 2021 અંગે આગાહી કરી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ગંભીર બીમારીથી બહેરા થઇ જશે. આ ઉપરાંત બાબા વેંગાએ આગાહી કરી જણાવ્યું છે કે 21મી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે. તો ચાલો જાણી લઈએ બાબા વેંગાએ વર્ષ 2021ને લઈને કઈ કઈ આગાહી કરી છે.
ટ્રમ્પની બીમારી:

બાબા વેંગાની આગાહી અનુસાર, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ ભયંકર રોગનો ભોગ બનશે અને એટલું જ નહીં આ રોગ ટ્રમ્પને બહેરા કરી દેશે આ ઉપરાંત તેઓ મગજના ગંભીર રોગના ભોગ બની શકે છે એવી આગાહી પણ કરી છે.
વ્લાદિમીર પુતિનની હત્યા:

બાબા વેંગાની આગાહી મુજબ, વર્ષ 2021માં યુરોપને ખૂબ જ ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરવો પડશે. એ ઉપરાંત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યાનું ષડયંત્ર રચવામાં આવશે. દેશની અંદર પણ તેમના જીવનું જોખમ વધતું જણાશે.
વિનાશ થાય એવી આપત્તિઓ :
આખી દુનિયા પ્રલય કરે એવી આપત્તિઓના સંકટનો સામનો કરશે. લોકોની ચેતનામાં પરિવર્તન આવશે. એ એક ખૂબ જ મુશ્કેલ સમય હશે. લોકો તેમની આસ્થાના આધારે વિભાજિત થઈ જશે. હાલના સંજોગોમાં આપણે માનવતા મરી પરવારી હોય એવી અનેક ઘટનાઓ જોઈ છે.
આકાશમાંથી મુશ્કેલી:

બાબા વેંગાએ કરેલી આગાહી અનુસાર, વર્ષ 2021માં રશિયાની આસપાસના ભાગોમાં ઉલ્કાઓ પડશે. ન ફ્ક્ત કુદરતી આપત્તિઓને કારણે દુનિયાનો અંત થવાનું જોખમ રહેશે, પણ યુરોપમાં રાસાયણિક હુમલો થવાની પણ શક્યતાઓ બતાવવામાં આવી છે. બાબા વેંગાનો એવો પણ દાવો છે કે આ સમય દરમિયાન યુરોપિયન ખંડનું અસ્તિત્વ પોતાના અંત નજીક પહોંચી શકે છે.
બ્રહ્માંડમાં જીવનની શોધ:
બેબા વેંગાની આગાહી મુજબ, બ્રહ્માંડમાં પણ જીવનની શોધ કરવામાં આવશે અને એ વાત પણ સ્પષ્ટ થઈ જશે કે પૃથ્વી પર જીવન કેવી રીતે મળ્યું. આગામી 200 વર્ષમાં લોકો પોતાના આધ્યાત્મિક ભાઈ-બહેનોની સાથે બીજી દુનિયા સાથે સંપર્ક કરશે.
ચીન કરશે દુનિયા પર કબજો:

બાબા વેંગાની આગાહી અનુસાર, એક વિશાળ ડ્રેગન માનવતા પર કબજો કરશે. આ ઉપરાંત ત્રણ દિગ્ગજો એકસાથે થઇ જશે. કેટલાક લોકો પાસે રેડ કરન્સી હશે. વેંગાએ 100 અને 5ની આગળ ઘણા ઝીરો હોવાની આગાહી કરી હતી. વિશેષજ્ઞોના મતે, આ વિશાળ ડ્રેગન એટલે ચીન , જે એક મહાસત્તા બની ગયું છે. ત્રણ દિગ્ગજોનો અર્થ રશિયા, ભારત અને ચીન છે. 100 યુઆન અને 5000 રૂબલની નોટો લાલ રંગની હોય છે.
આકાશમાં ઊડશે ટ્રેનો:

બાબા વેંગાએ એમ પણ જણાવ્યું છે કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને આકાશમાં ટ્રેનો ઉડાડવામાં આવશે. પેટ્રોલનું ઉત્પાદન બંધ થઈ જશે. જોકે હવે સૌર ઊર્જા વિશે લોકોમાં ચર્ચા વધતી જાય છે, તેથી તેમની આ આગાહી ભવિષ્ય માટે યોગ્ય લાગતી નથી.
કેન્સરથી મળશે છુટકારો.

બાબા વેંગાએ આગાહી કરી છે કે 21મી સદીની શરૂઆતમાં માણસને કેન્સરના રોગથી છુટકારો મળશે. એમને કહ્યું છે કવ વર્ષ 2021માં એ દિવસ આવશે જ્યારે કેન્સર જેવી ગંભીર બીમારી સારવાર દ્વારા દૂર થશે. વર્ષ 1966માં બાબા વેંગાનું મૃત્યુ થયું હતું, પરંતુ પોતાના મૃત્યુ પહેલાં તેમણે સોવિયત યુનિયનનું વિભાજન, 9/11 હુમલો (2001), પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુ (1997), ચેર્નોબિલની આપત્તિઓ અને જાપાન સુનામી (2004) જેવી ઐતિહાસિક ઘટના બનવાની આગાહી કરી હતી. એવું કહેવામાં આવે છે કે બાબા વેંગાએ કરેલી લગભગ 85 ટકા આગાહી સાચી પડી છે. એટલું જ નહીં તેમની આગાહીમાં વર્ષ 5079 સુધીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ વર્ષમાં દુનિયાનો અંત થઈ જશે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બાબા વેંગાની 2021ની આ આગાહી વાંચીને ઉડી જશે તમારા હોંશ, ગંભીર બીમારીથી ડોનાલ્ડ ટ્રમ્પ થશે બહેરા, આકાશમાં ઊડશે ટ્રેનો અને પાછું…"
ટિપ્પણી પોસ્ટ કરો