શિયાળામાં બહુ થાય છે વાળમાં ડેન્ડ્રફ? તો આજથી અપનાવો આ ઘરેલું ઉપાયો, તરત જ મળી જશે રિઝલ્ટ
મિત્રો, દરેક યુવક અને યુવતીઓ ખૂબ જ સુંદર દેખાવા ઈચ્છે છે પરંતુ, હવામાનના બદલાવને કારણે તેમને વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો શિયાળાની વાત કરીએ તો મોટાભાગના લોકોમા ખોળાની સમસ્યા જોવા મળે છે. પ્રદૂષણ અને હવામાનમા પરિવર્તન અને ગંદકીને કારણે લોકોમા આ સમસ્યાઓ ઘણીવાર જોવા મળે છે.

આ સમસ્યાને કારણે ખોપરી ઉપરની ચામડી ઢીલી થઈ જાય છે અને ઘણા વાળના ઉત્પાદનો બજારમા પણ ઉપલબ્ધ છે પરંતુ, એવા ઘણા ઓછા લોકો છે કે જે ખોળાની સમસ્યાથી મુક્તિ મેળવે છે.

આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘરગથ્થુ ઉપચાર એ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે આ ઘરગથ્થુ ઉપાય વિશે વિસ્તૃત માહિતી મેળવીશુ.
મેથી :

જો તમે વાળમા પડેલા ખોળાની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો તેના માટે મેથીના દાણા ખુબ જ અસરકારક અને લાભદાયી સાબિત થાય છે. જો તમે આ મેથીના દાણાને પાણીમા ઉમેરી અને તેને થોડા સમય માટે રાખી મુકો અને ત્યારબાદ તેની એક પેસ્ટ બનાવો અને આ તૈયાર કરેલી પેસ્ટને તમારા ખોપરી ઉપરની ચામડી પર લગાવો અને થોડા સમય પછી તમારા વાળ પાણીથી ધોઈ લો તો તમને ફરક અવશ્ય અનુભવાશે.
ટામેટા અને મુલતાની માટીની પેસ્ટ :
આ બંને વસ્તુઓનુ મિશ્રણ એ વાળ સાથે સંકળાયેલ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમે તેને થોડા સમય માટે વાળ પર લગાવો અને ત્યારબાદ જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે આ વાળ ધોઈ લો અને અઠવાડિયામા બે વાર આ ઉપાયને અજમાવો તો તમારા વાળમા ખોળાની સમસ્યા દૂર થશે અને તમને વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમા રાહત મળશે.
એલોવેરા :

આ વસ્તુ વાળમા રહેલા ખોળાની સમસ્યાથી મુક્તિ મેળવવામા ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જો તમે તમારા વાળ પર એલોવેરા જેલનો ઉપયોગ કરો તો તેનાથી તમારા વાળની ખોળાની સમસ્યા તુરંત દૂર થઇ જશે. તો તુરંત આ ઉપાય અજમાવો અને જુઓ ફરક.
દહી :

જો તમે તમારા વાળ પર દહીનો ઉપયોગ કરો તો તમે વાળ સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આ વસ્તુ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમે લગભગ ૧૫-૨૦ મિનિટ સુધી તમારા વાળ પર ખાટા દહીનો ઉપયોગ કરો અને થોડા સમય માટે તમારા વાળ ધોઈ લો તો તમારા વાળ તુરંત મુલાયમ થઈ જશે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શિયાળામાં બહુ થાય છે વાળમાં ડેન્ડ્રફ? તો આજથી અપનાવો આ ઘરેલું ઉપાયો, તરત જ મળી જશે રિઝલ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો