શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે ભવિષ્ય સંબંધી રહસ્ય, આ જગ્યા પરનું નિશાન મનાય છે શુભ, જાણો તમે પણ
મિત્રો, મોટાભાગના લોકોના શરીર પર જન્મથી જ અમુક પ્રકારના નિશાન જોવા મળે છે. શરીર પર જોવા મળતા આ નિશાનને આપણે અંગ્રેજી ભાષામા બર્થમાર્ક કહીએ છીએ. આ જન્મજાત નિશાન દરેક વ્યક્તિના શરીર પર જુદા-જુદા પ્રકારના હોય છે. એવી કોઈ નિશ્ચિતતા હોતી નથી કે આ જન્મજાત નિશાન શરીરની એક નિર્ધારિત જગ્યા પર જ હોય છે.
આ જન્મજાત નિશાન કોઈપણ પ્રકારનુ અને શરીરના કોઈપણ ભાગ પર હોય શકે છે. હાલનુ આધુનિક વિજ્ઞાન આ વાત પર વિશ્વાસ કરતુ નથી પરંતુ, જ્યોતિષશાસ્ત્રના મત મુજબ તમે જન્મજાત નિશાનના આધારે માણસના ચારિત્ર્ય અને તેમના જીવનના રહસ્યો વિશે પણ માહિતી આપી શકે છે.

આ જન્મજાત નિશાન તમને તમારા આવનાર ભવિષ્ય વિશેની માહિતી આપીશ શકે છે. આ જન્મજાત નિશાન અમુક લોકો માટે ખુબ જ સારા અને ભાગ્યશાળી સાબિત થાય છે તો અમુક લોકો માટે તે દુર્ભાગ્યશાળી સાબિત થાય છે, તો ચાલો આજે આ લેખમા આપણે આ અંગે થોડી વિશેષ માહિતી મેળવીએ.
પગ પર જન્મજાત નિશાન હોવુ :

જે લોકોના પગના ભાગ પર જન્મજાત કોઈ નિશાન હોય તો તે ખૂબ જ નસીબદાર અને ભાગ્યશાળી ગણાય છે અને તેમની પ્રતિભા પણ ચારેય તરફ ફેલાય છે પરંતુ, આ જાતકો યોગ્ય સમયે નિર્ણય લેવામા ખુબ જ નબળા હોય છે જેના કારણે આ જાતકો ઘણીવાર અમુક સમસ્યાઓમા પણ ફંસાઈ જાય છે પરંતુ, પોતાની આવડતના કારણે તે આ મુશ્કેલીઓમાંથી બહાર પણ નીકળી જાય છે.
ડાબા અથવા જમણા ખભા પર જન્મજાત નિશાન હોવુ :
જે લોકોના ડાબી તરફના ખભા પર જન્મજાત કોઈ નિશાન હોય તો તેમના જીવનમા અનેકવિધ દુ:ખોથી ભરેલો પીડાદાયક સમય આવે છે પરંતુ, જો કોઈ વ્યક્તિના જમણા ખભા પર જન્મજાત નિશાન હોય છે તેમને જીવનની તમામ સુખ-સુવિધાઓ અને આરામ મળે છે.
છાતીની ડાબી તરફના ભાગમા જન્મજાત નિશાન હોવુ :

જો કોઈ વ્યક્તિને ડાબી તરફના ખભા પર કોઈ જન્મજાત નિશાન હોય તો તે વ્યક્તિ ખુબ જ ભાગ્યશાળી માનવામા આવે છે, તે જે કોઈપણ કાર્ય કરે છે તેમા તેને તેના ભાગ્યનો સંપૂર્ણપણે સાથ મળી રહે છે પરંતુ, જો આ નિશાન તમારી છાતીની જમણી તરફ હોય તો તે તમારા તણાવનુ કારણ બની શકે છે. તેના કારણે તમે અવારનવાર માનસિક તણાવનો શિકાર બનશો અને તમારું સ્વાસ્થ્ય પણ અવારનવાર કથળશે.
ડાબી તરફના ગાલ પર જન્મજાત નિશાન હોવુ :

જો કોઈ વ્યક્તિના ડાબી તરફના ગાલ પર કોઈ જન્મજાત નિશાન હોય તો તે અશુભ માનવામા આવે છે. તેના કારણે તમારે જીવનમા અનેકવિધ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી પાસે ક્યારેય પણ નાણા ટકતા નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શરીર પર બનેલા બર્થ માર્ક ખોલે છે ભવિષ્ય સંબંધી રહસ્ય, આ જગ્યા પરનું નિશાન મનાય છે શુભ, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો