શું તમારા શરીરમાં દેખાય છે આવા લક્ષણો? તો આજથી જ બંધ કરી દેજો ઉકાળો પીવાનું

મિત્રો, હાલ કોરોના વાઈરસની બીમારી એ સમગ્ર વિશ્વમા ઘર કરી ગઈ છે અને તેના કારણે લોકોએ અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના સંક્રમણથી રક્ષણ મેળવવા માટે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ઇમ્યુનિટી વધારવાની સલાહ આપી રહ્યા છે, એવામા હાલ આપણા દેશમા ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળો એ ખુબ જ પ્રખ્યાત બન્યો છે.

image source

આ જીવલેણ વાઇરસના કોપ થી રક્ષણ મેળવવા માટે આયુષ મંત્રાલયે ઉકાળો બનાવવાની વિધિ પણ જણાવી છે પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે, કોઇપણ આયુર્વેદિક ઔષધીનુ સેવન હંમેશા હવામાન , પ્રકૃતિ , ઉમર અને સ્થિતિ જોઇને આપવામા આવે છે. જો આ બાબતો નુ ધ્યાન ના રાખવામા આવે તો લાભના બદલે નુકશાની થઈ શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે ઉકાળા ના સેવનથી થતા ગેરલાભો વિશે માહિતી મેળવીશુ.

image source

જો ઉકાળાનુ નિયમિત સેવન કર્યા પછી તમારા શરીરમા આ લક્ષણ દેખાય છે તો તુરંત જ તમારે આ ઉકાળાનુ સેવન બંધ કરી દેવુ જોઇએ જેમકે, નાકમાથી લોહી નીકળવુ , મોઢામા ચાંદા પડવા , પેટમા બળતરા થવી , પેશાબમા બળતરા થવી , અપચો કે પેચિસ જેવી સમસ્યા હોય તેવા લોકોએ આ ઉકાળા નુ સેવન તુરંત જ બંધ કરી દેવુ જોઇએ.

આ આયુર્વેદિક ઉકાળો આપણા માટે કઈ રીતે થાય છે નુકશાનકારક સાબિત?

image source

વાસ્તવમા આ ઇમ્યુનિટી બૂસ્ટર ઉકાળામા સામાન્ય રીતે ઉપયોગમા લેવામા આવતી બ્લેક મરી , સૂંઠ , લીંડીપીપર , તજ મસાલો , હલ્દી , ગિલોય અને અશ્વગંધા જેવી ઔષધિઓનો ઉપયોગ કરવામા આવે છે. આ તમામ ચીજવસ્તુઓ ની તાસીર ખૂબ જ વધારે પડતી ગરમ હોય છે. જો કોઇપણ વ્યક્તિ આ વસ્તુઓનુ સેવન વધારે પડતુ કરે તો તેના કારણે શરીરમા ગરમીના પ્રમાણમા વધઘટ થઇ શકે છે.

વાત અને પિત્તદોષની સમસ્યા ધરાવતા લોકોએ આ બાબતો અંગે રાખવી વિશેષ સાવચેતી :

image soucre

આ આયુર્વેદિક ઉકાળાના સેવનથી કફ ની સમસ્યા દૂર થઈ જાય છે એટલે કફ દોષની સમસ્યાથી પ્રભાવિત લોકો માટે આ ઉકાળો ખૂબ જ લાભદાયી સાબિત થાય છે પરંતુ, વાત કે પિત્તની સમસ્યાથી પ્રભાવિત લોકોએ આ આયુર્વેદિક ઉકાળો પીતી વખતે વધારે સાવચેતી રાખવી પડશે. આ લોકોએ એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, ગરમ તાસીરવાળી વસ્તુઓ ઉકાળામા ખૂબ જ ઓછા પ્રમાણમા નાખવી. આ ઉપરાંત અમુક એવી વસ્તુઓ પણ ઉમેરવી કે જેની તાસીર ઠંડી હોય, જેથી શરીરમા સંતુલન બની રહે અને સ્વાસ્થ્ય પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "શું તમારા શરીરમાં દેખાય છે આવા લક્ષણો? તો આજથી જ બંધ કરી દેજો ઉકાળો પીવાનું"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel