જામફળનો આ ફેસ પેક તમારા આટલા બધા સ્કિન પ્રોબ્લેમ્સને કરી દે છે ચપટીમાં દૂર, જાણો કેવી રીતે બનાવશો ઘરે

ફ્રૂટ ફેસ પેક તમારી ત્વચાને ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. તમે પપૈયા અથવા સ્ટ્રોબેરી જેવા ઘણા ફ્રૂટ ફેસ પેક તૈયાર કરી શકો છો. તમે જામફળના ફેસ પેક વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે, તે તમારી ત્વચા પર અદ્ભુત અસર બતાવે છે. જામફળનો ફેસ પેક કેટલાક આવશ્યક વિટામિન્સ અને ખનિજોનું પાવરહાઉસ છે, જે તમારી ત્વચાના સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

જો તમે જામફળનો ફેસ પેક લાગુ કરો છો, તો તે તમારા ચહેરાનો ખોવાયેલો ગ્લો ફરીથી મેળવવા માટે મદદ કરશે. જામફળમાં વિટામિન સી, એ અને બી હોય છે, જે તમારી ત્વચા માટે જરૂરી છે. જામફળના ફેસ પેકનો ઉપયોગ કરવાથી તમને ત્વચાની વિવિધ સમસ્યાઓ જેવી કે પિમ્પલ્સ, ત્વચામાં નિખાર, ડાઘ ધબ્બા દૂર કરવાથી રાહત મળી શકે છે. આ લેખમાં, અમે તમને ત્વચાની વિવિધ સમસ્યાઓ માટે કેટલાક ઘરેલું જામફળના ફેસ પેક જણાવીશું.

ચમકતી ત્વચા માટે જામફળનો ફેસ પેક

image source

જામફળમાં એન્ટી ઓકિસડન્ટ વધુ હોય છે, જે તમારી ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. જો તમે તમારા નિર્જીવ અને અસમાન ત્વચાના ટોનથી પરેશાન છો, તો તમે તમારી ત્વચાને તેજસ્વી અને ચમકતી બનાવવા માટે જામફળનો ફેસ પેક અજમાવી શકો છો.

સામગ્રી:

– જામફળની છાલ

image source

– મધ

ફેસ પેક કેવી રીતે બનાવવો:

– પહેલા તમે એક જામફળ લો અને તેને છોલી લો.

– હવે જામફળની છાલની જાડી પેસ્ટ બનાવવા માટે, છાલને બ્લેન્ડરમાં નાંખો.

– પેસ્ટને બાઉલમાં લો અને પછી તેમાં એક ચમચી મધ નાખો. પછી તમે તેને સારી રીતે મિક્સ કરી દો.

– હવે આ પેકને તમારા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ સુધી સુકાવા દો.

– પછી તમારા ચહેરાને હળવા પાણીથી ધોઈ લો અને સ્વચ્છ ટુવાલથી સાફ કરો.

શુષ્ક ત્વચા માટે

image source

જામફળમાં પુષ્કળ પાણી હોય છે, જે ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. આ તમને નરમ અને ચમકદાર ત્વચા આપે છે.

સામગ્રી:

– જામફળ – 1/2

– દલિયા – 1 મોટી ચમચી

– મધ – 1 મોટી ચમચી

– 1 ઇંડાની જરદી

ફેસ પેક કેવી રીતે બનાવવો:

– પહેલા તમે જામફળને રાંધો અને પછી તમે ચાળણીની મદદથી તેના બીજ દૂર કરો.

– હવે તમે જામફળને પીસી લો. પછી તેમાં દલિયા પીસીને ઉમેરો અને તેમાંથી સારી પેસ્ટ બનાવો.

– હવે તમે જામફળના મિશ્રણમાં મધ અને ઇંડા જરદી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

– તેને તમારા ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ સુધી અથવા સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો.

– હવે તમારા ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો અને તેને સુતરાઉ ટુવાલથી સાફ કરો. આ તમને શુષ્કતામાંથી છુટકારો મેળવવામાં મદદ કરશે.

ખીલથી છૂટકારો મેળવવા માટે જામફળનો ફેસ પેક

image source

જામફળનો ફેસ પેક તમારા ચહેરાના ખીલ અને દાગ દૂર કરી શકે છે. તે તમારી ત્વચાને સાફ કરવામાં મદદરૂપ થઈ શકે છે, ફક્ત આ ફેસ પેકને અઠવાડિયામાં બે વાર જરૂર લગાવો.

સામગ્રી:

– જામફળ – 1

– લીંબુનો રસ – 1 ચમચી

– મધ – 1 ચમચી

ફેસ પેક કેવી રીતે બનાવવો:

– એક જામફળ પીસવું કે છીણવું. હવે તેને સારી રીતે સ્વીઝ કરો અને તેમાંથી જ્યુસ કાઢો.

image source

– આ રસને એક બાઉલમાં કાઢો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરો.

– હવે આ ફેસ પેક તમે તમારા ચહેરા પર લગાવો.

– તેને 30 મિનિટ સુધી સૂકવવા દો અને પછી તેને સામાન્ય પાણીથી ધોઈ દો.

નરમ અને ચમકદાર ત્વચા માટે

જામફળનો ફેસ પેક તમારી ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. જેનાથી તમારી ત્વચા ફરી ગ્લો કરે છે.

image source

સામગ્રી:

– જામફળ

– પાણી

ફેસ પેક કેવી રીતે બનાવવો:

– એક જામફળના ટુકડા કરી બ્લેન્ડરમાં નાંખો.

– થોડા પાણીની મદદથી તેને મિક્સ કરો.

– પછી તમે આ જાડા પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને તેને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી રાખો.

આ રીએ તમે ઘર પર જ ચમકદાર અને ગ્લોઇંગ ત્વચા અનેક રીતે ઘરેલું ફેસ પેક બનાવીને મેળવી શકો છો. આ તમને તમારી ત્વચાની બધી સમસ્યાઓ દૂર કરવામાં અને તમારી સુંદરતા સુધારવામાં મદદ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "જામફળનો આ ફેસ પેક તમારા આટલા બધા સ્કિન પ્રોબ્લેમ્સને કરી દે છે ચપટીમાં દૂર, જાણો કેવી રીતે બનાવશો ઘરે"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel