અનુષ્કા શર્માએ ગર્ભાવસ્થામાં કર્યું શીર્ષાસન, અને કહ્યું..આ સૌથી અઘરું આસન, જુઓ બેબી બમ્પની સુંદર તસવીરો
2021માં બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પહેલા સંતાનને જન્મ આપશે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પહેલા બાળકની રાહ દેશમાં આતુરતાથી જોવાઈ રહી છે. થોડા સમય પહેલા જ બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ ખુશખબરી તેના ચાહકોને આપી હતી. ત્યારબાદથી આ કપલ સતત ચર્ચામાં છે. ગર્ભાવસ્થા દરમિયાન પણ અનુષ્કા શર્મા કામ કરી રહી છે. બાળકના જન્મ પહેલા તેણે પોતાના પ્રોજેક્ટને પૂર્ણ કરી લીધા છે. જાન્યુઆરીમાં બાળકના જન્મ પછી તે બ્રેક લેશે અને ત્યારબાદ ફરી કામ શરુ કરશે.

તેવામાં બોલિવૂડ અને રમતજગતની આ પ્રિય જોડી ફરી એકવાર તેમના પ્રેમના કારણે ચર્ચામાં છે. આમ તો બધા જ સેલિબ્રિટી કપલમાં કદાચ અનુષ્કા શર્મા-વિરાટ કોહલી પ્રેમ અને એકબીજાની કેરની બાબત પર ટોચ પર મૂકવામાં આવે છે. કારણ કે ઘણીવાર આ બંને તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે જેમાં જોવા મળે છે આ બંનેની ખાસ બોન્ડિગ.

તેવામાં મંગળવારે અનુષ્કા શર્માએ તેની થોડા દિવસો પહેલા એક તસવીર શેર કરી હતી જેમાં વિરાટ કોહલી તેને યોગ કરવામાં મદદ કરી રહ્યો છે. આ તસવીર શેર કરતી વખતે અનુષ્કાએ ગર્ભાવસ્થામાં યોગના મહત્વ વિશે પણ જણાવ્યું છે. આ તસવીર પણ ખૂબ વાયરલ થઈ છે જેમાં તે ગર્ભાવસ્થામાં શિર્ષાસન કરી રહી છે.

તસવીરમાં વિરાટ કોહલી અનુષ્કા શર્માને યોગ કરવામાં મદદ કરે છે. આ તસવીર થોડા મહિના પહેલાની છે અને તેને શેર કરતાં અનુષ્કાએ લખ્યું છે કે, ‘આ કસરત સૌથી મુશ્કેલ છે. પરંતુ કરવી જરૂરી છે કારણ કે યોગ એ મારા જીવનનો એક ભાગ છે અને મારા ડોક્ટરએ મને સલાહ આપી છે કે હું ગર્ભાવસ્થામાં આવી મુદ્રાઓ કરી શકું છું. આવી મુદ્રાઓ હાલ સપોર્ટ સાથે જ કરી શકાય છે.
‘
અનુષ્કાએ વધુમાં લખ્યું છે કે, તે ખાસ કરીને વિરાટની મદદથી યોગ્ય અભ્યાસ કરે છે, તેની દેખરેખ હેઠળ જ તે યોગ કરી રહી છે. તેમણે લખ્યું, ‘ આ મુદ્રામાં હાલ મે વોલ અને મારા સક્ષમ પતિ વિરાટના ટેકાથી સંતુલન બનાવ્યું છે, જેથી મને વધુ સલામતી રહે છે. આ મારા યોગ શિક્ષક આઇફા શ્રોફની દેખરેખ હેઠળ પણ કરવામાં આવ્યો હતો, મારા આ સેશન વર્ચ્યુઅલ રીતે ચાલે છે. હું ખૂબ ખુશ છું કે હું ગર્ભાવસ્થા દરમિયાન પણ મારા યોગ ચાલુ રાખી શકું છું. ‘
જણાવી દઈએ કે વિરાટ કોહલી આ સમયે ઓસ્ટ્રેલિયા ગયો છે. તે જાન્યુઆરીમાં અનુષ્કાની ડિલીવરી માટે ભારત પરત ફરશે. અનુષ્કા વિશે વાત કરીએ તો તે છેલ્લે લગભગ 2 વર્ષ પહેલા શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનુષ્કા શર્માએ ગર્ભાવસ્થામાં કર્યું શીર્ષાસન, અને કહ્યું..આ સૌથી અઘરું આસન, જુઓ બેબી બમ્પની સુંદર તસવીરો"
ટિપ્પણી પોસ્ટ કરો