વાપીના યુવકોએ રચ્યો ઈતિહાસ : અમેરિકામાં ટ્રેનિંગ લઈ ભારતમાં ઉડાવશે વિમાન, બાળપણનું સપનુ થશે પૂર્ણ
જ્યારથી આપણે પ્રાઈમરી સ્કૂલમાં હોઈએ ત્યારથી આપણે કોઈને કોઈ સપના જોતા હોઈએ છીએ ખાસ કરીને જ્યારે આપણે આકાશમાં ઉડતા વિમાને જોઈ ત્યારે આપણે પાયલટ બનીને હવામાં ઉડવાના સપના જોતા હોઈએ છીએ. પરંતુ આ સપના દરેક વ્યક્તિના પુકા થતા હોતા નથી. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમના સપના તેમની મહેનત અને નશીબના સાથથી પુરા થયા છે, આવુ એક સપનુ પુરુ થયું છે વાપીના યુવકોનું. વાપીના બે યુવાને નાનપણથી પ્લેન ઉડાવવાનાં સપનાં બાળપણમાં જોયાં હતાં. આજે જે પૂર્ણ થતાં ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
બાળપણથી પાયલોટ બનવાનો શોખ હતો

આ વાત છે વાપી ટાઉનના અમય નાયક અને ગુજન સિદ્ધિ સોસાયટીમાં રહેતા કિષ્ના ચૌધરીની કે જેમણે અમેરિકામાં 250 કલાક પ્લેન ઉડાવી પાયલોટ બન્યા છે. વાપીમાં આવેલ અલ્કાપુરી સોસાયટીમાં રહેતા અમય મનીષ નાયકે (ઉં.વ.20) ધો.12 સાયન્સ સુધીનો અભ્યાસ ચલા ગુરુકુળમાં કર્યો હતો.

ત્યાર બાદ તેમને બાળપણથી પાયલોટ બનવાના નિર્ણયને કારણે યુએસએ (મિયાની)માં પ્લેન કેવી રીતે ઉડાવી શકાય એની થિયરી સમજવાનો પ્રયાસ કર્યો હતો. આ થિયરીની સાથે ત્રણ-ચાર દિવસમાં પ્લેન ઉડાવાનું શરૂ કર્યું હતું. પાયલટ બનવાની લગનના કારણે મનીષને ઓછા સમયમાં વિમાનની ટેકનીક સમજમાં આવી ગઈ. કારણે તેમણે નાનપણથી જ પાયલટ બનવાના સપના જોયા હતા.
અમેરિકામાં 250 કલાક પાયલોટની ટ્રેનિંગ મેળવી

તમને જણાવી દઈએ કે તેમણે અમેરિકામાં ત્રણ કેટેગરીમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ કરી હતી. સતત 250 કલાક પ્લેન ઉડાવી દોઢ વર્ષમાં ફેડરેલ ઇવેસ્કોન એડમિનિસ્ટ્રી (અમેરિકાની સરકાર માન્ય) દ્વારા એર લાઇસન્સ આપ્યું હતું. હાલ જેઓ અમેરિકાથી વાપી પરત ફરી લાઇસન્સને કન્વર્ટ કરાવી પ્લેન ઉડાવશે.

જયારે બીજા કિષ્ના નંદકિશોર ચૌધરી (ઉં.વ.25)એ ધો.12 સુધી સેન્ટ ઝવેરિયર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં 250 કલાક પાયલોટની ટ્રેનિંગ મેળવી હતી, જેને લાઇસન્સ મળ્યા બાદ ભારતમાં એને કન્વર્ટ કરાવ્યું હતું. તે આજે ખાનગી એરલાઇન્સમાં પાયલોટ તરીકે સેવા બજાવી રહ્યો છે. વાપીના બંને યુવકોએ પાયલોટ સુધીની સફર પૂર્ણ કરી છે અને તેમણે નાનપણમાં જોયેલા સપનાને સાકાર કર્યું છે.
પ્રથમ વખત પ્લેન ઉડાવતી વખતે થોડો ડર લાગ્યો

તો આ અંગે તાજેતરમાં પાયલોટ બની વાપી આવેલા અમય નાયકે જણાવ્યું હતું કે પ્રથમ વખત પ્લેન ઉડાવતી વખતે થોડો ડર લાગ્યો હતો, ત્યાર બાદ સતત પ્લેન ચલાવતાં ડર લાગ્યો ન હતો. એક સમયે 7 કલાક સુધી સતત પ્લેન ચલાવ્યું હતું. જયારે ગુંજનના કિષ્નાકુમારના પિતા નંદકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે મારા પુત્રને પહેલેથી પાયલોટ બનવાની ઇચ્છા હતી. દોઢ વર્ષથી ઇડિંગો એરલાઇન્સમાં પાયલોટ છે. હાલમાં બન્ને યુવકો માદરે વતન આવી ઘણા ખુશ છે. તેમની કહાની ઘણા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા દાઈ છે, જો શકત પરિશ્રમ કરવામાં આવે તો કોઈ પણ કામ અશક્ય નથી તે આ યુવકોએ સાબિત કરી દીધુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વાપીના યુવકોએ રચ્યો ઈતિહાસ : અમેરિકામાં ટ્રેનિંગ લઈ ભારતમાં ઉડાવશે વિમાન, બાળપણનું સપનુ થશે પૂર્ણ"
ટિપ્પણી પોસ્ટ કરો