આજે PM મોદી કચ્છના પ્રવાસે, વાંચો બપોરના ભોજનમાં કયુ ફરસાણ અને કઇ મીઠાઈનો માણ્યો સ્વાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. વડાપ્રધાનના હસ્તે આજે કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી ખાતમૂર્હુત કરાશે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી સાથે આ ઉપસ્થિત રહેવાના છે.
વડાપ્રધાન ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
પ્રધાનમંત્રી કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઉભા થનારા વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.
તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઉભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.
Kutch has made a mark for its development trajectory, especially in sectors like agriculture. Tomorrow, 15th December, I will be in Kutch to lay the foundation stone for various development works that will benefit the region. https://t.co/ZfH6sO6RHi
— Narendra Modi (@narendramodi) December 14, 2020
ધોરડો ખાતે વડાપ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. પ્રધાનમંત્રી ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઉભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.
કચ્છ ખાતે આવનાર વડાપ્રધાન મોદીને બપોરના સમયે ખાસ ભોજન પીરસવામાં આવશે. આજે બપોરે વડાપ્રધાન મોદીને જે ભોજન પીરસવામાં આવશે તેમાં કચ્છની પ્રખ્યાત વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાનને પણ ગુજરાતી ભોજન ભાવતું હોવાથી તેમના ટેસ્ટને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. જાણવા મળ્યાનુસાર આજે પીએમ મોદીને જે ભોજન પીરસવામાં આવશે તેમાં કચ્છી સમોસા, દાબેલી ફરસાણ તરીકે પીરસાશે, સાથે જ મીઠાઈમાં ખાસ ગુલાબ પાક અને અડદિયા પીરસવામાં આવશે. આ બંને પ્રખ્યાત વાનગીઓ સાથે વડાપ્રધાન આજે ગુજરાતી થાળીનો સ્વાદ કચ્છમાં માણશે.
આજની કચ્છ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મુખ્યમંત્રી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. 129 કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.
આ પ્લાન્ટ થકી 2 લાખ લીટર દૂધ તથા છાસની પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડ હેઠળ કચ્છમાં વેચાણ કરવામાં આવશે.
વડાપ્રધાન ભૂકંપગ્રસ્તોની સ્મૃતિમાં ભુજમાં બની રહેલા મેમોરિયલ પાર્કની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા કરશે અને મોડી સાંજે નવી દિલ્હી પરત જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આજે PM મોદી કચ્છના પ્રવાસે, વાંચો બપોરના ભોજનમાં કયુ ફરસાણ અને કઇ મીઠાઈનો માણ્યો સ્વાદ"
ટિપ્પણી પોસ્ટ કરો